SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] જૈન કોન્ફરન્સ હેર [ જુન. એટલું જ નહિ પણ તેના ઉપર કોઈ પણ અપવિત્ર કાર્ય, ખાવાનું, શું કરવાનું, તથા ‘લઘુનીતિ કરવાનું મુનાસીબ ધારતા નથી. તેની પવિત્રતા સદાને માટે જળવાઈ રહે, અને કઈ પણ પ્રકારની આશાતના તેના ઉપર થાય નહિ તેટલા માટે તેની ઉપર કોઈને પણ વસવા દેવામાં આવતું નથી. આવા સંજોગે વચ્ચે અન્યધર્મીઓને મકાને બાંધી તેના ઉપર વસવાટ કરવા દેવામાં આવે, શિકાર કરવામાં આવે તેથી દરેક ભાવિક જૈન હૃદયમાં કચવાટ ઉત્પન્ન થયા વગર રહે નહિ અને પિતાના પવિત્ર તીર્થ ઉપર થતી આશાતના કોઈ રીતે સહન કરી શકે નહિ – શ્રી સમેતશિખરના આખા ડુંગરને આપણે પવિત્ર માનીએ છીએ અને લગભગ દરેક શિખર ઉપર આપણું મન દિર આવેલું હોવાથી ડુંગરને કેઈપણ ભાગ અલગ કાઢી શકાય એમ નથી. મહાન ' બ્રિટિશ સરકારના ન્યાયી રાજ્યમાં હરકોઇ શમ્સને – પેતાના ધર્મના ફરમાન મુજબ સંપૂર્ણ સ્વતંત્રતાથી ધાર્મિક ક્રિયા કરવાની છૂટ આપવામાં આવેલી છે અને તેની લાગણું કોઈપણ રીતે દુખાય નહિ તેમ કામ લેવાની – મરહુમ મહારાણીશ્રીએ પિતાના ૧૮૫૮ ના ઢંઢેરામાં, ચોખા શબ્દમાં આજ્ઞા આપેલી છે તો પછી શીતળ ટેકરીઓ ઉપર વસવાના છેડાએક માલેતુજાર શોખીન યુરોપીયનોના લેભને ખાતર – તેએને મોજમજાહના સાધન પૂરા પાડવાની ખાતર - એક શાંત ગણાતી જેને કોમની ધાર્મિક લાગણી દુખવવામાં આવે તે ઘણું જ ખેદકારક ગણાવું જોઈએ. આપણે મ 'હાન આચાર્ય શ્રી હીરવિજયસુરિના પ્રયાસથી – જે ઉપયોગી સનદો અને ફરમાને આપણે સઘળા પવિત્ર તીર્થની બાબતમાં - મહાન અકબર બાદશાહની પાસેથી આ પણે મેળવવાને ભાગ્યશાલી થયા છીએ તેના ઉપર ઉકત યોજનાને અમલમાં મેલવાથી પાણી ફેરવવા જેવું બને છે. નવા હકો મેળવવા તે દુર રહ્યા પણ અથાગ મહેનતથી સતત ઉદ્યમથી આપણું પૂજે જે કાંઈ આપણે માટે મેળવી ગયા છે – આપણને વારસામાં સોંપી ગયા છે તેટલું જ જે આપણું અગ્રેસર જાળવી રાખવાનો પ્રયાસ કરે તે તેઓએ બહ કર્યું કહી શકાશે. કમનસીબે સંજોગે પણ એવા પ્રતિક આવતા જાય છે કે તેઓને પ્રયાસ પણ નિષ્ફળ જાય છે તો પણ આ પ્રસંગે આપણે આશા રાખીશું કે હજારીબાગના મે. ડેપ્યુટી કમિશનર સરકારની ગંભીર રાજ્યનીતિ ધ્યાનમાં રાખી આપણ નાજુક ધર્મની લાગણીને કોઈપણ રીતે દુભવશે નહિ. ઉકત મંદિરોના આ સંબંધમાં પાલગંજના રાજા પારસનાથસિંહ તથા આપણા મંદિરને વહીવટ કરે નાર મેનેજરની વચ્ચે સને ૧૮૭ર માં જે કલકરાર કરવામાં આવ્યા છે તેમાં ખુલ્લી રીતે એ ઠરાવ કરવામાં આવ્યું છે કે “ એ ડુંગર ઉપર એવી કોઈ પણ બાબત કરવા દેવામાં નહિ આવે કે જેથી જેનોને ધાર્મિક વ્યવહારમાં કોઈ જાતનું વિધ્ર , આવી પડે.” જે રાજાનો મુલકે હાલમાં બ્રિટિશ સરકારની હકુમત હેઠળ આવે છે તે રાજાએ કરી આપેલા સઘળા કાયદેસરના કેલકરાર પાળવાને સરકાર બંધાયેલી ગણાય છે અને તેજ ધારણે આ બાબતમાં પણ કામ લેવાવું જોઈએ. એક અંગ્રેજ કમ્પની તરફથી આ પવિત્ર તીર્થ ઉપર ચરબીનું કારખાનું કહાડવાની હીલચાલ કશ્તામાં આવી હતી તેની સામે આપણે – અને ખાસ કરીને કલકત્તાના તથા અજીમગંજના જૈન અગ્રેસરોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને છેવટે ન્યાયની કોર્ટને આશ્રય લેતાં
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy