SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] આપણું પવિત્ર તી શ્રી સમેતશિખરજી. આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી. [ ૧૯ •~ શ્રીસમેતશિખરજી નામના પર્યંત અથવા પાર્શ્વનાથ પહાડ ગાલના હઝારી બાગ જીલ્લામાં આવેલા છે. આ તીર્થને હીંદુસ્તાનમાં વસ્તી તમામ જૈન પ્રજા – વેતાઅર યાને દીગમ્બર એટલું બધું પવિત્ર માને છે કે ઘણાજ દુરના મુલફેામાંથી જેવા કે કાઠીયાવાડ – કચ્છ – ગુજરાત વગેરે પ્રદેશોમાંથી સેંકડા બલ્કે હજારા જૈના સંઘના રૂપમાં – એકત્ર થઇને મુસાફરીમાં પડતી અનેક મુશ્કેલીઓ સહન કરીને પણ હૃદયના ઉદાસથી આ પરમપવિત્ર તીના દર્શન કરીને પેાતાના આત્માને પાવન કરે છે. પ્રવૃત્તિમય જીંદગીના સમસ્ત વ્યવહારથી ફારેગ થઇ વ્યાપાર કાર્યથી નિવૃત્ત થઈ ભાવિક જૈનભાઇએ – નિવૃત્તિના સ્થાનમાં આવી, શાન્ત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરી આ ક્ષણભંગુર દેહનું સાથેક નિવિઘ્નપણે સાધી શકે છે. આ અવસર્પિણી કાળમાં –૫રમેાપકારી ચાવીશ તીર્થંકરામાંથી વીશ તીર્થંકરાએ પોતાના ચરણકમળના સ્પર્શથી આ ભૂમિને પવિત્ર કરી છે એટલુંજ નહિ પણ આ જગ્યા ઉપરજ – દેહમુક્ત થઇ નિવાણુપદને પામ્યા છે. અને ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામિના મહામ ગળકારી નામ ઉપરથી આ પર્વતનું નામ પણ પાર્શ્વનાથહીલ રાખવામાં આવેલ છે. આપણે મુખ્ય પચતીથો -- . – યાત્રાસ્થળ – કહીએ છીએ તેમાં શ્રી સમેતશિખરજી એક તીર્થ ગણાય છે. આ તીર્થસ્થળ ઉપર, તીર્થંકરો સીવાય હજારા મુનિમહારાજાએ પણ સિધ્ધિપદ્મને વયા છે. આવા પવિત્ર ગણાતા તીર્થસ્થળ ઉપર યુરોપીયનોને તથા અન્ય લોકોને જમીન પટે આપી મકાના આંધવાના વિચાર ચલાવવામાં આવતા હેાવાની જે ખબર હઝારીબાગના નાયબ કમીશનરે કલકત્તાના જૈન આગેવાનાને વ્હાંચાડી છે તે ખખરે હીંદુસ્તાનની સમસ્ત જૈન કામને ખળભળાવી મુકી છે. અને આપણી ધાર્મિક લાગણીને એટલી બધી દુખાવી છે કે તે સામે સખ્ત વાંધો જાહેર કરવા ઠેકાણે ઠેકાણે જૈનસઘાની જાહેરસભાએ મેલાવવામાં આવેલી છે અને હઝારીમાગના ડેપ્યુટી કમીશનરને તારદ્વારા – ઉક્ત યોજના સામે પોતાનો અણગમો પ્રદશિત કરી, તે બંધ રાખવાને માટે વીનંતી કરવામાં આવી છે. આ સવાલે એટલી બધી ચર્ચાને જન્મ આપ્યા છે કે જૈનપેપરા સીવાય અન્ય ન્યુસપેપરમાં પણ અવારનવાર આ સમ્ધમાં મ્હોટા મ્હોટા આટી કલા લખેલા આપણે વાંચીએ છીએ – અને આપણી ધાર્મિક લાગણીને માન આપીને તેઓએ ઉક્ત વિષય ચર્ચલ છે તેને માટે આપણે તેમને અંતઃકરણથી આભાર માનવા ઘટે છે. રાજીદા તથા અઠવાડીક પેપરામાં, જે જે સ્થળેથી સંઘના આગેવાના તરફથી તાર કરવામાં આવેલ છે તેના વીગતવાર હેવાલ આવેલે હાવાથી માત્ર થોડા એક ગામાના નામ આપીએ છીએ કે જ્યાંના સ ંઘે આ બાબતમાં બનતા પ્રયાસ કયા છે – જેવા કે – મુંબાઇ, ખેડા, ભાવનગર, લીંબડી, વાંકાનેર, સાલાપુર,' લાનેાલી, માંડળ, ચાળીસગામ, અજમેર, રંગુન, ઈંગલેાર, ધ્રાંગધ્રા વગેરે વગેરે. આ પવિત્ર તીર્થ ઉપર જૈન ભાઇએ પેાતાના ધર્મના ફરમાન મુજબ ઉઘાડાપગે સ્ફુરે છે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy