SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ થનાર નથી. તેથી પણ વિશેષ થવાની જરૂર છે. આર્ય પ્રજા તરીકે અભિમ ન રાખનારા અભક્ષ વસ્તુનો માંસ મદિરા વગેરેને દેહાંત કઈટે પણ સ્વીકાર કરતા નથી ત્યારે પોતાની જ સંતતિને વેચી કમાણુ ખાવા જેવું કાર્ય કરતા મુદલ અચકાતા નથી. તેમજ વળી જ્ઞાતિના અગ્રેસરો તેમજ મહાજનના શેઠીઆઓ લગ્ન વખતની પિ તાની હાજરીથી ઉકત રિવાજને અનુમોદન આપે છે. એટલું જ નહિ પણ જાહેર કં ડનું લહેણું વસુલ કરવાના શુદ્ધ (તેઓના ધારવા પ્રમાણે) ઇરાદાથી કન્યાવિક્રય કરનારને પાંચ પચાસ રૂપીયા વધુ અપાવી આવા સાટા કરવામાં દરેક રીતે મદદગાર થઈ પડે છે. આવી સ્થિતિ છતાં તે રિવાજની અવગણના કરનારા તથા તે રિવાજ જેઓનામાં પ્રચલિત છે, જેઓને કેટલેક અંશે અણછુટકે તે રિવાજને તાબે થવું પડે છે તેના તરફ વર્ષાદ વર્ષાવનારા દીર્ધ દ્રષ્ટિથી તેના કારણની જ્યાં સુધી તપાસ કરતા નથી. અને તે કારણને દુર કરવાનો પ્રયાસ કરતા નથી ત્યાં સુધી તેઓને હેતુ સંપૂર્ણ રીતે પારપડવાને મુદલ સંભવ નથી. પરંતુ શ્રમ ફેકટને થઈ પડી અને રયમાં રૂદન કરવા જેવો ઘાટ ભાસે છે. આ અપેક્ષા ધ્યાનમાં રાખી કન્યા વિક્રય કરનારાઓની સ્થિતિ સુધારવાને તેઓને ઉદ્યમે વળગાડવાની ખાસ આવશ્યકતા છે. એક પંથ ઓર દો કાજ” એ કહેવતને અનુસરે ઉક્ત ઉપાય લેવા તજવીજ કર્યાથી - ન્યા વિયના હાનિકારક રીવાજને આપણું નથી દેશવટો દેવાશે, તથા આપણાં વધમાં બંધુઓની સ્થિતિમાં સુધારો કરી શકાશે. પ્રિય વાચક વર્ગ, નિરાધાર વર્ષનું ચિત્ર યથાર્થ રીતે તમારી સન્મુખ રજુ કરવાનું બની શકે તેને માટે એટલું પણ કહેવાની જરૂર છે કે અગાઉ કહ્યા મુજબ તે ઓ ધર્મ કરણ કરવાને ઉદ્યમવંત થતા નથી. એટલું જ નહિ પણ આ ધર્મના કાર્યોમાં પણ પ્રવૃતિ કરતા આંચકે ખાતા નથી અને તે કારણને લઈનેજ કન્યા વિક્રય અન્યાય યુક્ત વન (ઓછું આપવું અને અધિક લેવું) અસત્ય બે લવાપણું ઇ વિગેરે અનેક દુર્ગણોને તેઓમાં વાસ મળે છે. આ ઉપરથીજ “નારો બેઠો સત્યાનાશવાળે” ! એ કહેવતને જન્મ મળ્યો હશે એમ અનુમાન થઈ શકે છે. અપંગને, ગરીબને, જે કાંઈ ન ની જેવી રકમ મદદ દખલ આપવા માં આવે તેમાંથી પણ દલાલી ખાનારા મનુ ખે નજરે પડે છે. એ પણ સમયની બલિહારી નહીં તો બીજું શું? ' ખાનદાન કુટુંબમાં જન્મેલા બાળપણથી જ ગર્ભ શ્રીમંતને યોગ્ય દરેક પ્રકારના સાધનની અનુકુળતાએ સુખ ભોગવતા આવેલા મનુષ્યને ભાગ્યદેવીના પ્રતિકુળ આચર થી જેને જોતામાં પાય લ સ્થિતિમાં આવી જતા આપણે જોયા છે. લેક લજજાના ભયે, શરમના લીધે પિતાની વાસ્તવિક સ્થિતિનું કથન કરવાની પણ તેઓ હીમત ધરી શકતા નથી. તો પછી હાથ લાંબો કરી તેઓ યાચના કરવા નીકળે તેની આશાજ કેમ રાખી શકાય? વખતે વખતનું કામ કર્યો જાય છે. લક્ષ્મી ચંચળ છે. આજ છે અને કાલે નથી પુણ્યના યોગે કદાચ ધનવાન બન્યો તે એમ સમજવાનું નથી કે ગૃહસ્થાઈ - પણને કોઈએ પેઢી ઉતાર લખી આપેલી છે. ચડતી તેમજ પડતી દરેક મનુષ્યની તથા મજાની થયા કરે છે. આ હેતુ માટે આ વર્ગ તરફ ખાસ લક્ષ આપવાની જ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy