SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [એપ્રીલ. તિને લીધે ઉપજમાં કાંઈ પણ વધારે થઈ શકતો નથી. હાલમાં ખરચ ઘટાડવા દેરાસરજીના ગોઠીને રજા આપી જૈન ગ્રહ વારો બાંધી પોતાની જાતે પુજા કરે છે તો પણ ઉપજ કરતાં ખરચ વધતું જોવામાં આવે છે. દેરાસરજીનો તેમજ કબુતરને ચણ નાખવાનો ચોતરાનો કેટલેક ભાગ જીર્ણ થયેલ જોવામાં આવે છે ને તેને જીણું ઉધ્ધાર કરવા કેટલાએક ચુને પણ લેવામાં આવેલ છે પણ બાકીનું ખરચ કરવા તે લેકે અશકત હોવાથી તેમ જૈન ગ્રહસ્થ પિતાની આજીવિકાના ટુંક સાધન હોવાને લીધે બહાર ગામની મદદ મેળવવા જઈ શકતા નથી. આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાયું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થોને આપેલ છે માટે આશા છે કે તે ઉપર પુરેપુરૂ ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. - જલા કાઠીયાવાડ તાલુકે ધાંગધ્રા તાબાના ગામ દેવચરાડી મધે આવેલ - શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા શા. કાળીદાસ ગોવિંદજી તથા શા. ડાહ્યા હરિચંદના હસ્તકને સં. ૧૮૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૩ ના પિશ વદ ૦)) સુધીનો હિસાબ અમે તપાસ્ય તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવે છે, માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. પ્રથમ આ ખાતાને હીસાબ જૈન શિલી મુજબ નહીં હતો પણ અમારૂં મુકામ થતાં વહીવટ કર્તા તેમજ સંધ સમસ્ત ઘણું આનંદ પુર્વક એકત્ર મળી જૈન શૈલી મુજબ હીસાબ રાખેલ છે. આ મંદિરમાં મૂળનાયકંછ શ્રી ચંદ્રપ્રભુજી છે, તે સં. ૧૮૦૨ ની સાલમાં ધ્રાંગધ્રા તાબાના ગામ ચીતાપુર મધે એક ગરાસીયાના વાડા મધેથી ખાતર ઉપાડતાં હાથ લાગેલ ને તે વાત વહીવટ કર્તા તથા સંધ સમસ્તને ખબર પડતાંજ થોડી જ મુદતમાં જઇ અહીં લાવી એક ઓર કીમાં બીરાજમાન કરવામાં આવેલ ને તે ઘણું મુદત જેમના તેમ રહેલ પણ તે દરમીઆન સંધ સમસ્તની ઉન્નતિ થવાથી તેમજ ચમત્કાર મળવાથી પુછ નહી હોવા છતાંએ દેરાસરજી બાંધવા પ્રયત્ન કરતાં થોડી જ મુદતમાં પિસા મળી આવી દેરાસરજી પરિપુર્ણ સં. ૧૮૫૬ની સાલમાં થયેલ, ને મહારાજશ્રીને સં. ૧૮૬૦ ની સાલમાં પ્રતિષ્ઠા કરી ગાદીએ બેસારવામાં આવેલ. જે વખતથી મહારાજશ્રીનું અહીં પધારવું થયું છે ત્યારથી તે અત્યાર સુધી અહીં વસતા જૈન ગ્રહસ્થાની સ્થિતિ સુધરી ગઈ છે તથા કેટલો એક ચમત્કાર જેનીઓ તથા અન્યદર્શનીઓના જોવામાં આવે છે. અહીં અમારું મુકામ થતાં હીસાબે તપાસતાં શેઠ કાળીદાસ ગોવીંદજીના રૂ. ૪૪૨) ૦ દેરાસરજી તથા સાધારણ અંગે દેવા રહેલ પણ પિતે રૂ. ૪૧) સાધારણમાં ભેટ આપી રૂ. ૪૦૧) બીન વ્યાજે સાં. ૧૮૫૫ ની સલથી તે લેણું રહે ત્યાં સુધી રાખવા ઉમંગ જણાવેલ છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે. છલા કાઠીઆવાડ તાબાના ગામ શ્રી વણું મધે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. ભાયચંદ ખુશાલચંદના હસ્તકને
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy