SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ '' ! . જેને કેન્ફરન્સ હેરલ્ડ. [ માર્ચ સુખી કે દુઃખી થવું તે તે કર્માધીન છે, તેમ સારી કેળવણીથી સુખી થવાને સંભવ વધારે રહે છે. જે કઈ કારણસર મનુષ્ય દુઃખી થાય છે તે તેને પ્રસંગે પણ, કેલવણું અને ધર્મથીજ માણસ, દુખ શાન્તિથી સહન કરી, સન્માર્ગે ચાલી શકે છે. દુઃખમાં પણ, ધર્મ અને કેળવણીથી મયણાસુંદરી, ચંદનબાળા, તારામતી, દમયંતી વગેરે સ્ત્રીઓ ઘણાં દુઃખો પડ્યા છતાં સન્માર્ગે ચાલેલાં છે અને તેઓનાં વૃતાંત સર્વેને જાણીતાં છે. બહેને, અજ્ઞાનતા હમેશાં દુઃખદાયક છે. જ્ઞાનથીજ બધું સારી રીતે ઓળખો શકાય છે. સંસારને માટે તેમજ સાધુપણને માટે જ્ઞાનની ખાસ જરૂર છે. ઈશ્વરને હૃદયમાં રાખીને હમેશાં સારું કામ કરવા પ્રયત્ન કરે અને જે દરેક બહેને પિતાની છોકરીઓને કેળવણી આપવા પ્રયત્ન કરશે તે જરૂર તેને લાભ લઈ શકશે અને તેથી ઉત્તરોત્તર પ્રજાનું કલ્યાણ થશે. કહે નેપોલીયન દેશને, કરવા આબાદાન, સરસ રીત તો એજ છે, છે માતાને જ્ઞાન.” વળી છોકરીઓને પુરેપુરી કેળવણી મળવામાં વિનકારક બાળલગ્ન છે. છોકરીઓને બાળવયમાં પરણાવવી ન જોઈએ તેમને સમજણી ઉમરે પરણાવવી; અને તેમાં પણ તેમની છેડી ઘણી સંમતીની જરૂર છે. નાનપણમાં પરણાવ્યાથી શારીરિક અને માનસિક નુકશાન થાય છે. બાળલગ્નથી બંધાયેલાં ડાં ઘણુ ભાગે સુખી થતાં નથી અને બાળવિધવા થવાનો સંભવ વધારે રહે છે. આશ્ચર્ય તે એ છે કે પિતાની છોકરીઓને માબાપ બાળ વિધવા જઈ શકે છે પણ તેઓ બાળ વિધવા ન થાય તેવા બાળલગ્નને અટકાવવા કશી દરકાર રાખતાં નથી. તે મજ શારીરિક અને માનસિક કકાણ બાળલગ્નથી અટકે છે તે તેઓ ગમજતાં નથી પ્રથમ તે બાળલગ્ન થતાંજ અટકાવવાં કે, જેથી બાળ વિધવાઓ થતી જરૂર અટકાશે. એને કેળવણી ફેલાશે આ બાબત માટે કોન્ફરન્સ તરફથી એવી જના થવી જરૂરી છે કે, જે માબાપ છોકરાઓને ઉચી કેળવણું આપે, અને મેટી ઉમરે પરણવે, તેઓને દરેક રીતે ઉત્તેજન આપવું. કે જેથી તેઓની લાગણી કેળવણી આપવા તેમજ મોટી ઉમરે પરણાવવા જારી રહે. અને દરેક ન્યાતના આગેવાનેએ પણ પિતાની ન્યાતમાં બાળલગ્ન અટકાવવા, તેમજ કેળવણું ફેલાવવા ઘટતી યેજના કરવી જરૂરી છે. અપૂર્ણ જૈન સમાચાર,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy