SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ! કન્યાવિક્રય. પરણ્યા પહેલાં મેજ ઉડાતા, ન હતી કુચ પરવાઈ, હેતી કુચ પરવાઈ–કબીલા છોડ અબ પસ્તાઈ. • છેડા અબ પસ્તાઈ–ત્રિયા ગઈ જંગલકું દુઃખ પાઈ , જગલકું દુઃખ પાઈ–ભટકતી ફરતી હય ઓ લુગાઈ, ફરતી હય એ લુગાઈ–પડે ઈસ પાપ નરકમેં જાઈ. વળી કન્યાવિયમાં હોમાયેલી એક બાળકી નીચે પ્રમાણે વિલાપ કરે છે – કેણ બચાવે આ અબળાને દુઃખથી––રાગ. માતાપિતા શત્રુ થઈ ત્રાસ અતિ કરે, પૈસામાટે પુત્રીને લે શ્રાપ ; . જીદગી ધૂળ રે વિશ્વાસુ બાળની, શું તે કસાઈ કરતાં ઓછું પાપ જે—કણ 'અરે આવી અબળાઓના આવા વિલાપ સાંભળી એ કર્યો પથ્થર હશે કે જેને લગાર પણ અસર નહિ થાય? જેનાં દરેકે દરેક રૂવાં ખડાં નહિ થાય ? જેની આંખમાંથી અશ્રુની ધાર:નહિ ચાલે? જેના મુખમાંથી નિશ્વાસના ઉદગાર નહિ નીકળે? અને જે ધયામૂળી જે છાનોમાને ઘેર જશે? અને કન્યાવિક્ય નહિ કરવાનો નિશ્ચય નહિ કરે? અને હજાર હાથના ઝંડી કૂવામાં પોતાની બાળકીને નાંખવાને વિચાર કરશે ? ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાની કહેવત યાદ નહિ લાવે અને હજી પણ ગાડરીઓ પ્રવાહ જારી રાખવાની હિંમત ધરશે? સજજનો! ઉપર બતાવ્યા પ્રમાણે ક્ત છજ કારણ નથી પણ ૬૦૦ છે. પણ તેનો સાર સંક્ષેપમાં તો એટલેજ છે કે—કન્યાવિયથી, બાળલગ્નથી, વૃદ્ધલગ્નથી અને કડાંથી કન્યાને થોડા કાળમાં વૈધવ્ય દશા પ્રાપ્ત થાય છે. અને મરતાં સુધી અસીમ દુઃખ અને કલેશ તે ભોગવે છે. આ સર્વ દુષ્ટ કુચાલે આપણે સંહાર કરે છે,-સંહાર કરે છે એમ જાણવા છતાં તેમ થવા દે છે. તેથી અધિક પાતકી બને છે. ખેદકારક એ છે કે એકના દેષથી બીજાને સજા ભોગવવી પડે છે. જેને આગેવાન આંધળો તેનું લશ્કર કુવામાં છે તમારો પ્રવાહ ગાડરીઓ છે-આગેવાનને નર્કના કુવામાં પડેલે જોઈ તમે પણ પડી મરો છે. માટે હે બંધુજને! જેઓએ કન્યાવિક્ય નથી કર્યો, પણ જેની જ્ઞાતિમાં કન્યાવિક્ય શરૂ હશે છતાં તે તન, મન, ધનથી તે. રીવાજ દૂર કરવાને માટે પ્રયત્ન નહિ કરતાં ચૂપ થઈ બેસી રહેશે તે–ચૂપ થઈ બેસી રહેવું તે સંમત્તિ આપ્યાની બરાબર છે. એ સિદ્ધાંતાનુસાર તમે તે દુષ્ટ રીવાજને સંમત્તિ આપનાર છે એમ નિઃસંશય ગણુને વિધિ તમને પણ શિક્ષાને પાત્ર ગણશે. મહાશયો ! આ વિવેચનને સાર આપણી ઉગતી પ્રજા તથા જે શ્રમ લે તે તમામના હૃદયમાં હમેશા રમી રહે તેટલા માટે તેને કવિતાના રૂપમાં રચવાની એક કવિએ તસ્દી લીધી છે તેમના આપણે ઘણું આભારી થઈશું. તે નીચે પ્રમાણે છે--
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy