SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જિન કેન્ફરસ હૉલ : (ફેબ્રુઆરી છેડી મુંબઈમાં આવવાની ફરજ પડી. આ પ્રમાણે થવાથી તેમને સોલાપુર મ્યુનીસીપાલીટીના કમીશનરને હોદો છોડે પડે અને ત્યાંની મ્યુનીસીપાલીટીએતેમણે બજાવેલી કીંમતી સેવાની પીછાણમાં તારીખ ૪-૧-૮૧ ના રોજ એક ખાસ ઠરાવ કરી આભાર માન્ય હતે. શેઠ મોરારજી ગુજરી ગયા. તે વખતે તેમના અને પુત્રે શેઠ ધરમસી તથા શેઠ નત્તમદાસ નાની ઉમરના હતા. શેઠ મોરારજીએ પિતાનું વીલ કર્યું હતું તેમાં શેઠ સોરાબજી શાપૂરજી બંગાલી-શેઠ નરોત્તમ જેરામ-શેઠ વીરચંદભાઈ શેઠ સુંદરજી પ્રેમજી અને શેઠ બાળાજી પાડુરંગને પિતાના ટ્રસ્ટી હરાવ્યા હતા જે પૈકી શેઠ સોરાબજી તથા બાલાજીએ પાવર લીધો નહોતે. શેઠ મોરારજી ગુજરી જવાથી હવે તેમના કુટુંબ ઉપર દેખરેખ રાખી શેઠ મેરારજીની એસ્ટેટ સંભાળવાને જે પણ શેઠ વીરચંદભાઈ ઉપર આવી પડે. જે તમામ કામ તેમણે ખરા દીલથી બજાવ્યું. એટલું જ નહીં પણ શેઠ મોરારજીના બંને પુત્રોને ઉંચી કેળવણી આપી-ગ્રહને છાજતી તમામ ગુણોની તાલીમ અપાવી-અને તેમની મીલકતને વહીવટ પણ સારી રીતે કર પિતાની ફરજ પ્રમાણિકપણાથી અદા કરી હતી જે બદલ તા. ૨૦-૨-૯૬ ના રોજ શેઠ ધરમસી તથા શેઠ નરોત્તમદાસે શેઠ વીરચંદભાઈના માનમાં ચીના બાગમાં મેળાવડે કરી બંને ભાઈઓએ તેમના વહીવટ અને કામથી સંતોષ માની માનપત્ર આપ્યું હતું અને જાહેર રીતે ઉપકાર માન્યો હતો. આ વહીવટ બંને ભાઈઓને ઈ.સ. ૧૯૦૦ માં શેઠ વીરચંદભાઈએ ઘણી આબાદાની ભરેલી રીતે સેંપી દીધું છે. ત્યારથી હજુ સુધી આ બંને ભાઈઓ તથા શેઠ મોરારજીના ધર્મ પત્ની પોતાના દરેક કામકાજમાં શેઠ વીરચંદભાઈની સલાહ અનુસાર ચાલવાનું પસંદ કરે છે. શેઠ વીરચંદ ભાઈ ઇ. સન ૧૮૮૦માં આખરે સોલાપુરથી મુંબઈ આવ્યા ત્યારથી નામદાર મુંબાઈ સરકારસાથે તેમનો સબંધ દિનપરદીન વધતે. ચાલ્યા. ઈ. સ. ૧૮૮૧ માં હિંદુસ્તાનમાં વસ્તીપત્રક કરવાનું હતું તેમાં મુંબઈમાં વસ્તીપત્રક કરવાના કામમાં લેકેને માહીતી બરાબર નહી હોવાથી નામદાર મુંબઈ સરકારના અંડર સેકેટરીએ તા. ૪-૨-૮૧ ને લેટર લખી તેમની મદદ માગી હતી જે તેમણે મોટી ખુશીથી આપી હતી. તા. ૨૨ જુલાઈ ૧૮૮૧ ના રોજ સેલાપુરમાં વેટર વર્કસ ખુલ્લું મુકવા માટે મુંબઈના તે વખતના ગવર્નર નામદાર સર જેમ્સ ફરગ્યુસન સાહેબ પધાર્યા હતા જે પ્રસંગે શેઠ વીરચંદભાઈ સોલાપુરમાં હાજર થયા હતા. અને તે નામદારને મીલમાં આમંત્રણ કરી તેમના હાથથી એરફનેજના છોકરાઓને કપડા વહેચાવ્યા હતા. શેઠ વીરચંદભાઈને ઈ. સ. ૧૮૮૨ માં નામદાર મુંબાઈ હાઈકોર્ટના ન્યૂરર તરીકે નીમવામાં આવ્યા. બીજે વિર્ષે એટલે ઈ. સ. ૧૮૮૩ માં નામદાર સરકારે એમને જસ્ટીસ ઓફ ધી પીસ બનાવ્યા અને કોઈ પણ જાહેર કામકાજમાં નામદાર સરકાર તેમને અભિપ્રાય લેવાનું કીંમતી ગણતી. હિંદુસ્તાનમાં ઉપરા ઉપરી દુકાળ પડતા હોવાથી તે બાબતમાં નામદાર સરકારે દુકાળ કમીશન નમ્યું હતું અને તે કમીશને દેશના જુદા જુદા ભાગોના અનુભવી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy