SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] . * શેઠ વીરચંદાભઇનું જન્મચરિત્ર. * ૫૫" અનાજ ખપી શકયું નહિ. વળી તેમણે બહારથી મંગાવેલું અનાજ મેંઘા ભાવથી આવેલું હેવાથી સસ્તું વેચાઈ શકે તેમ નહોતું અને બીજી તરફથી માલના નાણું ભરવાની તાકીદ થવાથી છેવટે તેમને પણ સસ્તા ભાવ કરવાની જરૂર પડી. અને તેના પરિણામે કાળીયા લેકેને ઘણોજ ફાયદે થયે. જે વેપારી લોકોને ભાવની વધઘટ કરતાં અટકાવવામાં આવ્યા હતા તે તે લોકે અનાજ લાખ મણ મગાવત નહી. એટલું જ નહી પણ અનાજ બીલકુલ મળી પણ શકત નહી. અને જેથી લાભ કરવાને બદલે ઊલટી હાની થાત. મી. પરીવલ સાહેબને શેઠ વીરચંદ ભાઈએ તે વખતે જે સલાહ આપી હતી તેની ખરી કીંમત પાછળથી તેઓ ‘કરી શક્યા. અને શેઠ વીરચંદભાઈના દુરઅંદેશીપણું અને અગાધ બુદ્ધિ માટે ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણે લાકડાવાળા ઓએ પણ ભાવ વધારીને ખાંડી ૧ ના રૂ. ૧૬ કર્યા જેથી શેઠ મોરારજી ગોકુળદાસની કમ્પની તરફથી મીલમાં લાકડાને જે જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યું હતો તે દસ રૂપિયાના ભાવથી વેચ શરૂ કરી બીજી લાકડાની ખરીદ દેશાવરમાં ચાલુ રાખી તે ભાવને પણ વધવા દીધો નહિ. આવી રીતે નુકશાન ખમીને પણ લકનું સંકટ ઓછું કરવામાં શેઠ મોરારજીએ તથા વીરચંદભાઈએ મહેનત અને મદદ કરેલી હોવાથી નામદાર સરકારે શેઠ મેરારજીને સી. આઈ. ઈ.ને વીતાબ બક્ષી કદરપીછાણી હતી. જ્યારે શેઠ વીરચંદભાઈને માટે તા. ૨૪ ડીસેમ્બર ૧૮૭૬ ન સરકારી ગેઝેટમાં લખાણ કરીને તેમજ તા. ૧ જાનેવારી ૧૮૭૭ ના રોજ મેરીટનું સરટીફીકેટ આપી તેમની સેવાની કદર બુઝી હતી. શેઠ વીરચંદભાઈએ કમ્પનીની મીલમાં રફનેજ કરી ન માબાપાં છોકરાં છોકરીઓને ત્યાં રાખ્યા હતા. અને ઈ સ. ૧૮૭૮ માં શેઠ વીરચંદ ભાઈ મીલના કામ પ્રસંગે કલકત્તા તરફ જઈ આવ્યા પછી સોલાપુર કલેકટ૨ મી. સ્પાઈના કહેવાથી અરિફનેજના છોકરા છોકરીઓ મોટી ઊમરના હોવાથી તેમને સીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. - ઈ. સ. ૧૮૭૪ માં શેઠ વીરચંદભાઈને સોલાપુરના સીનીઅર એસીસ્ટંટ જડેજની કોરટમાં એસેસર નીમવામાં આવ્યા હતા. તેજ સાલમાં સોલાપુર મ્યુનીસીપાલીટીના મેંબર નીમાયા હતા. અને બીજા જ વરસે તેઓ મ્યુનીસીપલ કમીશનર થયા હતા શેઠ મોરારજી નામદાર ગવર્નરની ધારા સભાના મેંબર નીમાયા હતા. ઈ. સ. ૧૮૮૦ માં કાબુલ કંદહારની મેટી અફધાન લડાઈ થઈ હતી તેમાં માર્યા ગયેલા સીપાઈઓની વિધવા તથા છોકરાઓને મદદ કરવા માટે સોલાપુર કલેકટર મી. સ્પાઈએ ફંડ ઉઘાડ્યું હતું તેમાં શેઠ વીરચંદભાઈને મેંબર નીમવામાં આવ્યા હતા. અને તેજ સાલમાં સોલાપુર ઓરફનેજ જે મીલમાં ઉઘાડયું હતું તેના છોકરા તથા છોકરીઓ મેટી ઉમરના હોવાથી મી. સ્માઈના કહેવાથી મીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે બને શેઠ મોરારજી તથા વીરચંદભાઈ લકેયગી કામમાં મદદ કરવા પોતાથી બનતું કરી રહ્યા હતા તેવામાં શેઠ મેરારજીનો જુજ માંદગીના પરિણામે તા. ૧૬ અકબર સન ૧૮૮૦ ના રોજ કેલાસવાસ થવાથી શેઠ મોરારજીના કુટુંબ અને શેઠ વીરચંદભાઈ ઉપર એક અણધારેલી આફત આવી પડી. અને તેથી શેઠ વીરચંદભાઈને સોલાપુર
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy