________________
[ ફેબ્રુઆરી
જૈન કોન્ફરસ હૉલ્ડ સાર્વભૌમરાજ્ય પ્રાપ્ત થયું હતું. અને તેથી કરીને ફરી ઉગ્ર તપકરી સાઠ હજાર (૬૦) કન્સાઓ માગવાને પ્રયત્ન કર્યો હતો અને એટલા બધા પુણ્યથી તે ઈંદ્રાસન લેશે એ • ભય ઈદ્રને ઉત્પન્ન થવાથી અવળી વાણીને પ્રેરી ૬૦૦૦૦ દીકરાની માગણી કરાવી હતી. જેની ‘કથા ભાગવત પુરાણમાં મોજુદ છે. આવી રીતે કન્યાદાન કરવાથી અનહદ પુણ્ય થાય છે! અરે તે પૂજનીક પુરાણ સાંભળવાને તમે બેટો ઢગ કરી બેસે છ-સાંભળો છો–તે છતાં પણ તે કુકર્મો કર્યા જાઓ છે અને તેવાં કુકમ થતાં અટકાવતા નથી. તેઓને ઈશ્વર કેમ શિક્ષા ન કરે છે તેઓ કુંભીપાક જેવા નર્કના અધિકારી કેમ નહિ થાય ?
3. કન્યાવિયથી તમારી પુત્રીઓ જીદગીપયત દુઃખ ભોગવી અંતઃકરણ કકળવાથી જે શ્રાપ દે છે તે તમારી પડતીનું ત્રીજું કારણ છે. કારણકે વગર તકસીરે ગાયજેવી ગરીબડી બાળાને દુઃખ દેવાથી શ્રાપ પણ જલદી લાગે છે. ગૃહસૂત્ર (શાસ્ત્ર ) માં કહ્યું છે કે વખ્યા TV ફુટચ પ્રકા એટલે કન્યાને જે કેપ તે કુળ તથા દ્રશ્યને નાશ કરનાર
છે તમારા સ્વાર્થ આગળ બાળાઓના સુખદુઃખને લગીર પણ વિચાર તેમે કરતા નથી. પિસાના તેજમાં તણાઈ જઈ, તેનું હિત લગીર પણ તમે જેતા નથી તમે ધોળે દિવસે લુંટનાર લુંટારાઓ છો! અરે લુંટારાઓ તે જરાક ઓળખાણ પડતાં શરમીંદા થઈ લૂંટ્યાવિના ચાલ્યા જાય છે, અને તમે બેદાડે તમારી પુત્રીઓનેજ લુટે છે. મહારી ભુલ થાય છે કે હું તમને લુટારા કહું છું. તમે તે લુંટારાઓના પણ સરદાર છે. કારણ કે લુંટારાઓ તે પિતાનાં બાળકને લુંટતા નથી અને લુંટ કર્યા પછી હોડું સંતાડતા છુપાઈ જાય છે અને તમે તે તમારી બાળકીઓનેજ લૂંટી નફટ થઈ પિસાદારનો ડોળઘાલી મોટા સાહકાર થઈ ફરો છો.
જેમ કસાઈઓ, ચંડાળો અને માંસાહારી મનુષ્ય, અજા, ગાય ઈત્યાદિ પશુઓને શા માટે ઉછેરે છે? મોટાં કરી આખરે તેમને ઘાતકી પણ નાશ કરવા માટે. તમે તમારી બાળકીઓને શામાટે ઉછેરી મોટી કરો છો ? જીવતાં દુઃખનું દાન દઈ અંધારા કુવામાં તે રત્નને પથ્થર સાથે પટકાવામાટે? અરે! તમારી પુત્રીઓને જન્મ પછી અમુલ્ય ખજાનાંથી તથા શ્રીમતી મહારાણીસાહેબના કેહીનૂરથી–હીરાથી પણ વધારે જતન કરે છે-તે શું અંતે તેનું જાહેરાત રીતે લીલામ કરવામાટે?
હા! તમારી કસાઈની સાથે સરખામણી કરતાં મને કેટલી દીલગીરી થાય છે તે હું જાણું છું અને બીજો એક ઈશ્વર જાણે છે. અરે! હું તો કસાઈનું ઉદાહરણ આપું છું. પણ બીજો તે કન્યાવિક્રય કરનારને કસાઈ કરતાં પણ અધિક અધમ ગણે છે. કન્યાવિક્ય તે કસાઈ પણ કરતા નથી. કસાઈતે પશુઓને એક ઝટકે ઠેર મારે છે, પણ તમે તો શેડે છેડે રીબાવીને ઠેર સારો છે; પ્રાણીઓમાં સાથી ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જાત છે અને તેથી તે તરતા વર્ગના પશુ છે. કસાઈઓ તે મૂર્ખાઈ ભરેલા વિચારથી પોતાને ધંધો માનાને પશુઓને મારે છે. અને તમે તે તમારું કર્તવ્ય નથી એમ સમજ્યા છતાં પણ સંહાર કરે છે. કસાઈઓ જેને સંહાર કરે છે તે તેમનાં સંતાન નથી. પિતાના સંતાનને તે તે પાળે છે. અને તમે તે તમારા બાળકને જ ઘાણ વાળો છે. શાસ્ત્ર પણ કહે છે કે –
व्याधा श्रेष्ठा मनुष्याणां । कन्याविक्रय कारिणाम् ॥ 'તે નિયા ઉઘેવા પુત્રાપુ વાપરા / ૬ . .