________________
૧૯૦૬ ]
કન્યાવિક્ય. ' અર્થાત ગુપણ દીકરીને પરણાવીને તેનું મૂલ્ય ન લેવું જોઈએ, તે પછી દ્વિજ, ક્ષત્રી અને વૈશ્યથી તે લેવાયજ કેમ?
સજજન આપણુમાં કન્યાવિક્ય નામના દુષ્ટ રીવાજ રૂપી અસુરે પ્રથમ પગ. પેસારો નહોતો કર્યો, પણ આપણા વડીલોએ કન્યાને વિધવાપણું પ્રાપ્ત થાય તે પાછળથી ગુજરાન ચલાવવાને હરકત ન પડે, તેના માટે એ કન્યાના નામની રકમ (પલું) ત્રાહિતના ત્યાં, અથવા કન્યાની પાસે આપી મૂકતા તેના બદલે હવે અધમી લોકોએ પહેલાને બદલે ગર્લ્ડ ચલાવવા માંડયું છે. સીતા-દમયંતી-શકુંતલા ઈત્યાદિ કન્યાઓના માબાપોએ તેમની સંભાળ લેનારાઓનજ સ્વયંવર રચી કન્યાઓને ઈચ્છિત પ્રેમની વસ્તુ શોધી લેવા દીધી છે. તેમ કરનાર સ્ત્રીઓ અને તેમના માબાપોએ આ પુરાતન કાળની પવિત્ર ભૂમિ ઉપર પિતાની કીર્તિદેવજ કેવી ફરકાવી છે, તેનાં ધવળ મંગળ અહર્નિશ આપણે ઉચ્ચારીએ છીએ. * ૨. વળી કન્યાવિક્ય કરનારા કન્યાવિય કર્યા છતાં કન્યાદાન આપવા સંકલ્પ કરે છે તેથી ઈશ્વરને પણ ઠગે છે. કન્યાદાન કરતી વખતે તમે સંક૯૫ કરો કે-વ્હારા જે સમસ્ત પિતૃલેકે અસગતિને પામેલા હેય, તેમના ઉદ્ધારને અર્થે અને સ્વર્ગ પામવાને અર્થ આ વરેને હું મારી કયા અર્પણ કરું છું. એ પુણ્યના પ્રભાવે કરીને મારી બાર પેઢી પ્રથમની અને બાર પેઢી હવે પછીથી થનારી, તેને પવિત્ર કરવા માટે તેમ મારા પિતાના આત્માના કલ્યાણને અર્થે પરમેશ્વરની પ્રીતિ મેળવવા સારૂ આ કન્યાદાન હું કરું . '
વળી પ્રતિજ્ઞા કરીને એવું પણ કહે છે કે –“ સુવર્ણનાં આ ભૂષણોએ કરીને યુક્ત એવી જે આ કન્યા તે વિષ્ણુપ જમાઈને બ્રહ્મલોકની પ્રાપ્તિને અથે હ અર્પણ કરું છું” અરે! કન્યાવિક્ય કરનાર કન્યાઓના માબાપો! તમે કન્યાદાન કરતી વખતે ખેટે ઢાંગ શા માટે કરે છે? શું સંકલ્પ કર્યા પ્રમાણે પિતૃઓના અને તમારા ઉદ્ધારને માટે કન્યાનું દાન કરે છે ? કે તમારા પૈસાના સ્વાર્થોને માટે તેનું ગાય, ઊંટ, ભેંશ, ઘેડાની પેઠે જાહેરાત રીતે લીલામ કરો છો? અરે શું બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે તેને અર્પણ કરેછો ?-કે તેના સખત શ્રાપ લેવાને માટે તેનો પ્રાણઘાત કરે છે ? અરે તમે સૂર્ય ચંદ્રને અગ્નિ દેવતાને સાક્ષી રાખી માટી પ્રતિજ્ઞા કરે છે ? અરે! અરે બેટી પ્રતિજ્ઞા કરનારાઓ! તમે ઈશ્વરને પણ ઠગે છે. શું તમારી ઠગાઈથી ઈશ્વર અજ્ઞાત (અજા ) છે? એમ સમજતા હો તે તમારી મોટી ભૂલ છે. ઉંડા ભેંયરામાં અંધારા ઓર ડામાં કે હજાર હાથના કુવામાં ઉતરીને પણ જે કુકર્મો કરશે તે ઈશ્વર જાણે છે; કારણકે તે સર્વ વ્યાપક છે. માટે તમે વિચાર કરો કે એક ઠગાઈના કૃત્ય માટે-અથવા ખોટો દસ્તાવેજ બનાવ્યાના ગુન્હામાટે–અથવા પ્રતિજ્ઞાઉપર ખોટી હકીકત જાહેર કર્યાના ગુન્હામાટે-ન્યાયની કોટે સખત શિક્ષા કરે છે! તે અદલન્યાયી ઈશ્વર તમને શિક્ષા કર્યાવગર કેમ રહેશે ? આ પણ આપણું પડતીનું એક કારણ છે. અભાગીઆઓ! તમને રીબાવીને ઈશ્વર અઘેર નર્કમાં નાંખીને સાપ અને વીંછી પાસે છુંદાવશે ! ધિક્કાર છે તમને હજારવાર ધિક્કાર છે! આ લેક અને પરલોક બનેમાં દુઃખી થવાનો ભય દૂર કરીને પણ તમે કાળાં કૃત્ય કરે જાઓ છે. જુઓ ! રાજા સગરને કન્યાદાનના પુણ્યપ્રભાવે કરીને