________________
૧૦૬ 1 - શ્રી રાણકપુરજી જૈન તીર્થને જીર્ણોદ્ધાર સંબધી રીપોર્ટ ૩૫૭ શુચિલમ ૧૩. કીર્તીવર્સ ૧૪. રાજ ૧૫. વૈરટ ૧૬. વંશપાલ ૧૭. વેરસિંહે ૧૮. વીરસિંહ ૧૯ શ્રી એરિસિંહ ૨૦. ચોડસિંગ ૨૧. વિક્રમસિંહ ૨૨. રણસિંહ ૨૩. ક્ષેમસિંહ ૨૪. સામતસિંહ ૨૫. કુમારસિંહ ૨૬. મથનસિંહ ૨૭. પસિંહ ૨૮. જૈત્રસિંહ ર૯ તેજસ્વીસિંહ ૩૦. સમરસિંહ ૩૧. અલાઉદીન સુલતાનને જીતનાર બાપાને વંશજ. શ્રી ભુવનસિંહ ૩૨. તેને પુત્ર શ્રી જ્યસિંહ ૩૩. માલવાનાપતિ ગોગદેવને જીતનાર લક્ષ્મીસિંહ ૩૪. તેને શ્રી અજયસિંહ ૩૫. તેને ભાઈ શ્રી અરિસિંહ ૩૬. શ્રી હમીર ૩૭. શ્રી ખેતસિંહ ૩૮. શ્રીલક્ષ નામે રાજા ૪૯ તેને પુત્ર સુવર્ણનાતુલા આદિ દાનના પુણ્યના પરોપકાર આદી સારવાલા ગુણે સહિત કલ્પવૃક્ષને વિશ્રામ લેવા યોગ્ય દેવતાઓના નંદનવન રૂપ શ્રી મકલ મહિપતિ ૪૦. કુલરૂપ વનમાં સિંહ સરખા નહી વિષમ અને નહીં ખંડિત, એવા સારંગપુર, નાગપુર, ગાગરણનપુર, રાણકપુર, અજમેર, મંડોર, મંડલકર (કોટ) બુંદી, ખાટપુર, ચાટપુર અને સુજાનપુર ઈત્યાદિ નાના પ્રકારના મોટા કિલાઓને રમત માત્રમાં ગ્રહણ કરવાથી પ્રમાણ કરેલ છે કાશીને જીતવા પણુનું અભિમાન જેણે એવો અને પિતાના હાથે વડે વૃદ્ધિને પામેલા તેમજ સારી રીતે સંપાદન કરેલા અનેક ભદ્ર જાતિના (ઘણા ઊંચા અને ધેલા વર્ણના હાથીઓ જેણે એ મલેચ્છ રાજાઓ રૂપ સર્પના મંડલને - દલી નાખનાર ગરૂડ રૂપ, પ્રચંડ હાથ વડે ખંડિત કરેલ છે ચોતરફથી પ્રવેશ સ્થાન જેણે એવા નાના પ્રકારના દેશના રાજાઓના કપાળની માળા વડે શોભે છે ચરણ કમલ જેનું એ, અખંડ મનહર લક્ષ્મીની સાથે રમનાર ગોવિંદ રૂપ, અન્યાય રૂપ વનને બાલવાને દાવાનલની પેઠે આચરણ કરનાર, પ્રતાપના તાપે કરીને નાશી જાએ છે બલ્લાલકુલના શત્રુ રાજાઓ રૂપ કૂતરાનાં ટોળાં જે થકી એ બલિષ્ટ, પરાક્રમ કરીને વ્યાપ્ત, ઢિલી મંડલ (દીલી મંડલ) અને ગુજરાતની રક્ષા કરનાર, સુલતાન પાદશાહે આપેલા છત્ર વડે વિખ્યાતિ પામેલ છે. હિન્દુના સુલતાનનું બિરૂદ જેનું એ, સુવર્ણના યજ્ઞનું ઘર અને છ શાસ્ત્રમાં કહેલા ધર્મને આધાર, ચાર પ્રકારે વહેવાવાલી એનારૂપ નદીને માટે સમુદ્ર સર, કીર્તિ અને ધર્મ કરીને પ્રજાનું પાલન કરવામાં સત્ય આદિ ગુણેએ યુક્ત, જે ક્રિયમાણ કાર્ય (વર્તમાન સમયમાં કરાતું કાર્ય તે વડે રામચંદ્ર અને યુધિષ્ઠિર આદિ રાજાઓનું અનુકરણ (બરોબરીપણું) કરનાર રાણાશ્રી કુંભકર્ણ (કુંભારાણા) જે આ સઘળી પૃથ્વીને ચકવર્તિ પતિ, તેના જયવાલા રાજ્યમાં, તેના પ્રસાદને પાત્ર, વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા, શુભકર્મ, નિર્મળ સ્વભાવ ઈત્યાદિ અદભુત, ગુણરૂપ, મણિમય અલંકાર વડે કાતિવાળું છે શરીર જેનું અને શ્રીમાન અહમદ સુલતાને આપેલી છે ફરમાશ જેને એવા સાધુ શ્રી ગુણરાજ સંધપતિનુ સાચવર્ય (સાથે રહેવાપણું) તેણે કરીને કરેલા આશ્રયને કરનારા દેવાલય આદિકના આરંભ પૂર્વક શત્રુ જય આદિ તીર્થની યાત્રા કરનારે અજાહરી (અજાડ) પીંડરવાટક (પીંડવાડા) અને સાલેરા આદિ ઘણાક સ્થામાં નવિન નમંદીર લથા જીર્ણોધ્ધાર અને પગલાની સ્થાપના તેમજ