SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જીનાલયના નકશા તૈયાર કરાવ્યા. પણ સ્વપ્નમાં દેખેલાં જીનાલય સમાન એક પણ નકશે મલ્યા નહિ. છેવટ મશ્કરી કરવા સાદડીનાવૃદ્ધ કારીગર પાસે પરદેશી કારીગરે. એ શેઠને મોકલ્યા. તે દેવીની સ્તુતિ કરી મરવા તૈયાર થયો. દેવીએ પ્રસન્ન થઈ શેઠના સ્વપ્ન બરાબર જીનાલયને નકશો બતાવ્યું. તે શેઠને જઈ બતાવતાં શેઠ રાજી થયા. એમ પણ કહે છે કે ઉપલું સ્વપ્ન શેઠને કઈ દેવતાએ બતાવ્યું હતું. અને શેઠ દેવલોકથી આવ્યા હતા. નકશે પણ દેવતાએજ દેખાયો હતો. અને એ નકશે પ્રથમ દેવલોકમાં નલિની ગુમ વિમાનમાં રહેલ જીનાલયને છે એમ કેટલા એકનું કહેવું છે. પછી શેઠે જીન મંદિરનો પ્રારંભ કર્યો. તે વખતે એક માખી એક તેલના વાસણમાં પડીને મરી ગઈ. શેઠે તે માખીને સળીથી ઉચકી પિતાના જોડાપર મુકી જેડાને તેલ પીવા દીધું. આ જોઈ બીજા સલાટે સાથે જે મુખ્ય મીસ્ત્રી હતો તેને શંકા થઈ કે શેઠ આવું મંદિર સંપૂર્ણ બંધાવી શકશે કે નહિ. માટે પરીક્ષા કરૂં. એ વિચાર કરી મીસા શેઠ પાસે જઈ કહેવા લાગ્યો કે આ અપુર્વ મંદિરનો પાયો સુવર્ણના ગારાથી અને અમુક મણ રત્નોથી પર પડશે. શેઠે તરત મુનીમને હુકમ કર્યો કે મીસ્ત્રી જેટલું સુવર્ણ અને રત્ન માગે તેટલું આપવું. મુનીમે કેટલીક સુવર્ણની પિઠે મોકલાવી. તે મીસ્ત્રીએ પાયામાં નાખી જવે છે કે કેટલીક પડો આવે છે. તે નજર કરીને જોતાં પિઠોપર પિઠ દેખી સંખ્યાને કાંઈ નિયમ રહ્યા નહિ. એ વખતે મીસ્ત્રીએ વિચાર કર્યો કે શેઠને કઈ દેવ પ્રસન્ન છે. માટે દેવલ સંપૂર્ણ બંધાવશે. પછી મીસ્ત્રી શેઠ પાસે હાથ જોડી કહેવા લાગ્યો કે બસ હવે સુવર્ણની જરૂર નથી. શેઠ બોલ્યા ભલે. એટલે પેઠે દેખાતી બંધ થઈ. જ્યારે ધનાશા મંદિર બંધાવતા હતા. ત્યારે શ્રી મહારાણાની ઈચ્છા થઈ કે મારી રૈયતને મોટું નામ કરવા દઉં' નહિ. પણ હું જાતે બંધાવું. તે પર બે સ્તંભ બંધાવી નકશા પ્રમાણે બંધાવતાં કેટલો ખર્ચ થશે તેની ગણત્રી કરવા માંડી તે ઘણું જ ધન ખર્ચ થશે, કે જેટલું બચાવવું મહારાણાને મુશ્કેલ લાગ્યું. તેથી પોતે આજ્ઞા કરી કે ભાઈ તું જ બંધાવ એ બે સ્તભો હજુ રાણાના સ્તંભ તરીકે એ મંદિરમાં ઓળખાય છે. - આ મંદીરની અંદર જે લેખ છે તેનું ભાષાંતર. - કલ્યાણ અને ભાગ્યયુક્ત, ચતુરમુખ જૈન પ્રભુ જે યુગના આદીશ્વર તેને નમસ્કાર. શ્રીમાન વિકમથી ૧૪૯ સંખ્યાને વરસે શ્રી મેવાડના રાજાધિરાજ શ્રી બમ્પ ૧ શ્રી ગુહીલ ૨. ભેજ ૩. શીલ ૪. કાલભેજ પ. ભરવુભટ ૬. સિંહ ૭. મહાયક ૮. રાણી અને પુત્રની સાથે પિતાને સુવર્ણની તુલા તલાવનાર (સુવર્ણનું તુલાદાન આપનાર) શ્રી ખુમાલ ૯. શોભાયમાન અલટ ૧૦. નરવાહન ૧૧. શક્તિ કુમાર
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy