SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦૬ ] શ્રી ધામક સંસ્થાઓના હીસાબ તપાસણી ખાતું. છે. પરંતુ વહીવટ કર્તાની અણસમજથી દેરાસરજીની ઉપજ ખરચ એકજ ખાતે રાખવા વિગેરે નામાની અવ્યવસ્થા હતી પણ તે બતાવતાં વાર તરત તેમણે સુધારી લીધુ છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. અત્રે બે દીવસ સભા ભરી કોન્ફરન્સના હેતુઓ સમજાવવામાં આવ્યા હતા, તે ઉપરથી સંઘે વિચાર કરી કેન્ફરન્સના નીભાવનું ચાર આનાનું ફંડ પિતાના ગામમાંથી ઉઘરાવી દરસાલ મોકલી આપવા ઠરાવ કર્યો છે. તેથી ત્યાંના સંઘને પુરે પુરે આભાર માનીએ છીએ. - પ્રાંત કડી તાબાના ગામના રીપોર્ટ. ગામ સુરજ તાલુકે કડી મધે આવેલા શ્રી. શીતળ નાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ–અમોએ સદર દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ. વાડીલાલ ગુલાબચંદ તથા શા. મેહનલાલ લલુભાઈ તથા શા. નાથાલાલ ઉગરચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના કારતક સુદી ૧ થી તે આસો વદી ૮ સુધીને હીસાબ તપાસ્ય છે. તે જોતાં વહીવટ કર્તાઓ તરફથી પોતાના નીખાલસ દીલથી નામું સાદી રૂઢી મુજબ બેઠી ખાતાવહીમાં રાખવામાં આવેલ છે. તે પણ દેરાસરજીના પૂજનને લગતો ખરચ તેની મીલકતમાંથી કરતા નથી ને તેને લગતા વહીવટમાં સુધારે વધારે કરવા વહીવટ કરતા ગૃહસ્થ પુરતી મહેનત લે છે, તેને માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. જીલે અમદાવાદ તાબાના ધોળકા તાલુકાના ગામોના રીપોર્ટ. ગામ ગાંગડ તાલુકે ધોળકા મધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીને તથા સ્વામીવસેલના વહીવટને લગતે રીપોર્ટ–સદર ખાતાના વહીવટ કરતા શેઠ દીપચંદ હીરાચંદે સંવત ૧૯૫૦ સુધીના પ્રથમના વહીવટ કરતાના હસ્તકના ચોપડા રજુ કરતાં તે વહીવટ બરાબર ચેખી રીતે રાખેલે હોય એમ જણાય છે. ત્યાર પછીના વહીવટના ચોપડામાં કાંઈ હીસાબ વહીવટ કશ્તા શેઠ દીપચંદે હીરાચંદે લખેલ નથી ને પિતાના ચેપડામાં તેમ બીજા ગૃહના ચોપડામાં નામ રાખી વહીવટ ઘણે ગોટાળા ભરેલે કરી નાખેલું જોવામાં આવેલ છે. વાર્ષિક આવક ખરચ કરતાં વધારે છે. છતાં મીલકત કાંઈ જાણતી નહીં હોવાથી અમારે ત્રણ દીવસ મુકામ રાખી તમામ જૈન ગૃહસ્થોના તેમજ અન્ય દર્શનીઓના ચેપડા તપાસી તથા તજવીજ ચલાવી નવેસરથી મેળ તથા ખાતાના ચોપડા બાંધી તેમાં જૈન શિલી મુજબ હીસાબ લખાવી શેઠ છગનલાલ ડુંગરશી તથા સલત ડાહ્યાચંદ ઝવેર. ભલા અને ગૃહસ્થ હોવાથી તેમને કામચલાઉ વહીવટ કરતા નીમી વહીવટ તેમના સ્વાધીન કરવામાં આવ્યું છે. આ ખાતુ શ્રી કોઠ ગામને લગતુ છે. તે ત્યાંના જૈન ગહને ટ્રસ્ટી નેમી તેમની દેખરેખ તળે ચલાવવામાં આવશે તે આગળ આ ખાતાનું ભવીશ્ય સુધરવા ધારીએ છીએ. શ્રી કેડનગર તાલુકે ઇંળકામધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતાને ભાગ ૩ ને તથા તેના પિટા ખાતામધેના શ્રી મહારાજની વર્ષ ગાંઠની નકારશી ખાતાને રીપોર્ટ––અમોએ સદર ખાતાને હીસાબ સં. ૧૮૫૯ થી સં. ૧૯૬૨ ના આશે વદ ૩૦ સુધી તપાસ્યું છે. આ ખાતાના વહીવટકર્તા શેઠ લાલચંદ રતનચંદે પિતાને કીમતી વખત રેકી વહીવટ સારી રીતે ચલાવેલું જોવામાં આવે છે. તેથી તેને ધન્યવાદ ઘટે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy