SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ | શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસતપાસણ ખાતું. ૩ વહીવટર્તિ ગાંધી નાથાલાલ ત્રીભોવનદાસે અમેએ જેટલા વખતનો હિસાબ તપાસ્યો છે તેમાં પોતાનો કીમતી વખત રેકી સારી રીતે વહીવટ ચલાવેલ લેવામાં આવે છે. તેમજ તે ગૃહસ્થ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તેમાં સુધારો કરવા તત્પર રહેલા જોવામાં આવે છે. તેથી ભવિષ્યમાં આ ખાતું વધારે સુધારા પર આવશે તેમ દેખાય છે. તે આનંદ થવા જેવું છે. અમાએ જ્યારથી આ ખાતાને હિસાબ તપાસવાનું શરૂ કરી તપાસણી પુરી કરી ત્યાં સુધી અમોને દરેક બાબતમાં તેમણે પોતાના નીખાલસ મનથી મદદ આપી છે તે માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. શ્રી કડી ગામ મધેના શ્રી આદેશ્વર મહારાજજીના દેરાસરજીને રીપેર્ટ-સદરહુ દેરાસરજીના સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કેવળદાસ મલકચંદના હસ્તકનો સ. ૧૯૫૯૬૦ ૬૧ ની સાલનો હિસાબ તપાસ્યો તે જોતાં વહીવટ કર્તએ પુરે પુરી મેહેનત લઈ વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે અને દીન પ્રતિદીન દેરાસર તથા વહીવટને સુધારો કરતા જાય છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે. શ્રી કડોમપે આવેલી પસહ શાલાને રીપેર્ટ-સદરહુ પોશાલના સંધ તરફથી વહીવટ કર્ત શા. નાથાલાલ દલસુખભાઈ હથુનો હિસાબ અમેએ સં. ૧૫૯-૬૦-૬૧-૬૨ ને તપાસ્યો છે. તો તે માં આવક ઘણીજ ઓછીને ખર્ચ વધારે છે વહીવટ કર્તાએ પોતાનો હિસાબ પોતાની મેળે જ સં. ૧૯૬૨ ના આ સુદી ૧૦ સુધીની સીલીક સાથે રજુ કરેલ છે. જેથી ઘણું ખુશી ઉપજે છે. આ ખાતામાં ગામના જૈનીઓમાં એક સંપી નહીં હોવાને લીધે ઉપજ બીલકુલ થતી નથી ને કાંઈ ઉપજ થાય છે તે જે ઘણી પાસે આવે છે તે ધણુને જ ત્યાં રહે છે. વહીવટ કર્તા પાસે આવતી નથી તેથી જ્યાં સુધી આ ખાતાની સીલીક છે ત્યાં સુધી તે વહીવટ કર્તા દેખરેખ રાખશે પણ સી લીક થઈ રહ્યા પછી તે તથા બીજાઓ દેખરેખ રાખે તેવો ભરૂસે રેહેતો નથી માટે આ ખાતું આદેશ્વરજી મહારાજજીના દેરાસરને લગતું હોવાથી તે ખાતા સાથે જોડાઈ જાય તે ભવિષ્યમાં તે સારાપાયા ઉપર આવી જવા સંભવ રહે છે. માટે આ ખાતાના વહીવટ કર્તાને આ ખાતું શ્રી આદેશ્વર મહારાજજીના દેરાસર વહીવટ કર્તાને સોંપી દેવા સુચના કરેલી છે. શ્રી કડીમધે આવેલા શ્રી જીવાતખાના પાસેના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજી તપાસતાં ઘણું જ છ સ્થિતિમાં આવી પડવાથી પ્રતિમાજીનું ઉથાપન કરી શ્રી ચીંતામણજી મહારાજના દેરાસરછમાં પધરાવેલાં છે. પણ જાત્રાએ જતા આવતા જન ગૃહસ્થને ઉતરવા આ એકજ સગવડવાળું મકાન છે.તેથી દર્શન કરવા માટે ધાતુની પ્રતીમાજી પધરાવેલા છે. તેની પુજા વહીવટ કર્તા શા. પરભુદાસ ત્રીભોવનદાસથી કાંઈ પણ આશાતના વીના થયા કરે છે. ભંડારની જે ઉપજ આવે છે તે જીર્ણ ઉદ્ધારમાં ખરચાય છે. આ ખાતામાં કોઈના તરફથી વારસીક કાંઈ મદદ નહીં છતાં વહીવટ કર્ત શેઠ પ્રભુદાસ ત્રીભોવનદાસ લોકપાશેથી મદદ માગી છવાત ખાતું, કબુતરને ચણ, કુતરાને રોટલા, ને પક્ષીઓની માવજત ઘણી જ સારી રીતે સાચવે છે. તેથી તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતું પાંજરાપોળને લગતું છે. તે પાંજરાપોળન, વહીવટ કર્તા તપાસી લઈ જેમનું તેમ ચલાવશે તેવી આશા રહે છે. શ્રી કડીમધેના શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને રીપોર્ટ-સદરહુ દેરાસરના સંધ તરફથી વહીવટ કર્તા સ્વર્ગવાસી મણીયાર કપુરચંદ વખતચંદ તથા તેમની પછીના શેઠ જેઠાભાઈ મનસુખભાઈના હસ્તકના વહીવટને સં. ૧૯૫૯-૬૦-૬૧ ને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં તે ખાતામાં કોઈપણ જાતની આવક નથી પણ શ્રી ભાણીનું તીર્થ ગામથી નજીકનું હવાથી ચેડા ઘણી જાત્રાળ ની આવનજાવને લીધે થોડાક રૂપિયા ભંડારમાંથી નીકલે છે. તેમાંથી દેરાસરજીને લગતા પુજનનો ખર્ચ કરવામાં આવે છે. તે જોઈને બહુ દીલગીરી થાય છે. વીશેશ દીલગીરી એટલા માટે થાય છે કે આ દહેરાસરજીમાં વહીવટ કર્તા ગૃહસ્થ સિવાચ ગામને બીજે કઈ પણ રહીશ મજકુર મંદીરમાં પુજા કરવા આવતા નથી તેથી વહીવટ કર્તા ગૃહસ્થ બહાર ગામ જાય છે ત્યારે તે ખાતાની ગાડી ઉપર બીજા દેરાશરજીના પૂજનને લગતા કામનો બોજો વધારે હોવાથી તથા આ દેરાસરજીમાં બીજો કોઈ પણ માણસ પુજનને માટે નહીં આવતા હોવાથી પ્રતિમાજી અપુજ્ય રેહેતા હોય તેવું પુછ પરછ કરતાં સંભળાય છે. સદરહુ દેરાસરજી ઘણે ભાગે છર્ણ થઈ ગયું છે. માટે તાકીદે તેને જીર્ણોદ્ધાર થવો જોઇએ નહીંતર પડી જવા સંભવ છે. વહિવટ કતાના કહેવા ઉપરથી એવું દેખાય છે કે સદરહુ દેરાસરજી તેના વડવાઓએ અંધાવ્યું છે. તે આજ સુધી તેઓએ સંભાવ્યું છે. પણ હવે તેમનાથી નહીં બનવાને લીધે સ ધને સોપી દેવા ઈચ્છે છે પરંતુ સંધ તે વાત ઉપર ધ્યાન આપતા નથી. તે વાત ખરી હોય તે દીલગીર થવા જેવું
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy