SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] લગ્ન, ૨૫૧ ગર્ભપાત કર્યો જાણવામાં આવે છે, પણ તેથી વિધવાઓના સમગ્ર વર્ગ માટે એમ કહી શકાય નહિ. વિષયવાસના લાંબા વખત સેવેલી એવી વિધવાઓ પણ ગર્ભપાત કરે છે, એ સત્ય, પણ તેનું કારણ વિધવાપર જોઈતા મૃદુ અંકુશની ખામી, ઉછાંછળી પ્રકૃતિ, અને કદાચ કામને બેજે નહિ જેવો હોવાથી એમ બને છે. પણ એ સર્વનું ઔષધ આપણી ઘણી વિધવા સ્ત્રીઓમાં જોવામાં આવે છે તેમ સામાયક, વિષધ, ઉપવાસ, દેરાસરગમન વિગેરે જ્ઞાન તથા ચારિત્રને સાધનભૂત યિાઓથી સાધવામાં જ છે. તપ કરવાથી મનની સર્વ ઇઢિઓ અને ખાસ કરી વિષયવાસના કેવી ભસ્મીભૂત થઈ જાય છે તે હમણાજ પસાર થએલા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ સમયે, કરેલ ઉપવાસ પ્રસંગે ઘણું ભાઈઓએ અનુભવ્યું હશે. આવી રીતે તપસ્યાથી કર્મ કરેલાં નિર્ભરવાનાં છે, અને નવાં કર્મ બાંધતાં અટકાવવાના છે. કેળવાયેલ વિધવા સ્ત્રીશિક્ષક, તથા નર્સ તરીકે સારું કામ કરી શકે. પવિત્ર રહેવા ઈચ્છનારને કેઈ ભ્રષ્ટ કરી શકતું નથી, અને પતન થવા ઈચ્છનારને કોઈ અટકાવી શકતું નથી. બીજી દલીલ સ્ત્રીઓને વસ્ત્ર સુશોભિત તથા ઘરેણાં પહેરવામાં થતી અડચણ વિષે લવાય છે કે તેઓનું મન કેવી રીતે શાંત થઈ ગયેલું હોય. સર્વ બંધુઓના જાણવામાં હશે કે બાળવિધવાનાં વસ્ત્ર તથા ઘરેણાંનો તેણી જીવનપર્યત ઉપયોગ કરી શકે છે, તેણી ચૂડી વિગેરે વેશ પણ રાખી શકેં છે. વિધવા સ્ત્રીએ કેળવણી લઈ દીક્ષા ધારણ કરી, શ્રાવિકાઓને સદુપદેશ દઈ ચારિત્રને દીપાવવું એ પણ સર્વોત્તમ માર્ગ તેમને માટે ખુલે છે. વિધવા વિવાહની છૂટીથી સંસાર બંધારણને ધકે પહોંચી જાય, એ આપણે ઉપર જોઈ ગયા. હવે આપણામાં પાછી વળેલી કન્યા બીજે ઘરે વરતાં, આગલા સાસરીયા તથા પાછલા સાસરીયા વચ્ચે કે સજડ અણબનાવ અને અપ્રીતિ રહે છે તે સર્વ ભાઈઓના ધ્યાનમાં હશે. ત્યારે વેવિશાળ કરેલીજ કન્યા બીજે જતાં આટલે વિષવાદ થાય છે, તેને બદલે પરાણેલી, સંસારભગવેલી, લાંબે વખત સગપણમાં રહેલી સ્ત્રી બીજે પરણે, તે આંખથી ઝેર ખમાય ખરું? કઈ દીવસ પણ તે ઝેર ખરાબ પરિણામ આણે. જે જ્ઞાતિઓમાં પુનર્લગ્ન છે તેમાં આવા કાંઈ કાંઈ પરિણામે નજરે પડે છે. વિધવા વિવાહ પક્ષી કેઈએ પોતાની પુત્રી, બહેન, માતા, અથવા એવા નિકટ સંબંધીઓનાં લગ્ન કરાવી આપ્યાં હોય એવું જાણવામાં નથી. આ સવાલ ઘણું બાજુવાળ છે. લેગ દરમ્યાન ભર જુવાન અવસ્થામાં ઘણા પક્ત થાય છે, તેમાં કેઈ તે ૧૮ વર્ષની ઉમરે પરણ્યા હોય, કન્યાની ઉમર તે વે / વર્ષની હોય, તેવા પણ દષ્ટાંતે બને છે. એવા દૃષ્ટાંત અતિ ભયંકર, હદયભેદક, અને પુ વિવાહને સવાલ ઉત્પન્ન કરે એવા હોય છે. પિતાના નિકટ સબંધીની ધર્મપત્ની, વિવાહ જોડાયેલી સંબંધીનું પુનર્લગ્ન ઈછે, પણ વડિલેના ડરથી ઉચ્ચારી નહિ શકે એવા કેળવાયેલા સમજુ યુવકે જોયા છે, પરંતુ બંધુઓ, જે એક વખત આપણે તદન નિક ટના સગાની સ્ત્રી હોય, તે બીજાને પરણે એ વિચારતાં કંપારી નથી છૂટતી? એક યુવક, જે પુનર્લગ્નની તરફેણમાં હતા, તેઓ કમનસીબે, યુવાવસ્થામાં જ વિધવા મલી ગયા છે, તે શું કદી એમ ઈચ્છી શકે કે મારી સ્ત્રી બીજાને વરે? જો એમ થાય તે “મારું” એવી ભાવના નષ્ટ થઈ જાય. શું કઈ વિધવા સ્ત્રી પોતાના પિતા, વાલી, વડિલ અથવા
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy