SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ આગષ્ટ એવા કેઈ સબંધીની ઈચ્છા વિરૂદ્ધ પુનર્લગ્ન કરે એ ઉપલા સબધીઓને સારું લાગતું હશે? તેમણે કન્યાને ઉછેરીને મોટી કરી તે એટલા માટેજ કે? કઈ પણ જૈન વિધવાએ પુનર્લગ્ન ઈચ્છયું હોય એવું જાણવામાં નથી. પુનર્લગ્નની વિરૂદ્ધને પક્ષ કહે છે કે બાળલગ્ન ઘટે, વૃદ્ધવિવાહ ન થાય, તે પુનર્લગ્નની જરૂર ન રહે. અમે ઉપર કહી ગયા છીએ કે બાળલગ્ન થએલાં ન હોય છતાં પણ કર્મવશાત વૈધવ્ય આવ્યું તે મૃતપતિના ગુણને સ્મરી તેનું જ શરણ રાખવું જોઈએ. બીજા પતિનું શરણ ન લેવું જોઈએ. વૃદ્ધવિવાહ તે અટકી શકે એ, ગરીબ હિંદના હાલના સમયમાં અમુક અંશે, દર લાગે છે. છતાં ત્યાં પણ ઉપલી વાતજ લાગુ કરવાની છે. આ પક્ષની બીજી દલીલ એ છે કે પુનર્લગ્નની છૂટ સ્ત્રીને મળી તે સ્ત્રી પતિનું ખન કરી શકશે, અને પ્રસંગ મળતાં અણગમતા પતિને વહેલે અંત આણશે. અમે આ દલીલ માની શકતા નથી. પતિ જાણતા હોય કે હું બીજી સ્ત્રી પરણી શકું તેમ છું, છતાં સ્નેહબંધનની સાંકળથી જકડાયેલા પતિ પ્રેમી પત્નીને મારી નાખવા તત્પર થાય છે? કદી નહિ. પ્રેમમાં એ અવકાશજ હોય નહિ. આ રીતે અમને તે પુનર્લગ્ન ઈષ્ટ લાગતા નથી. યૂરોપમાં પણ ઈટલી, જે ત્યાંના મુખ્ય ધર્માધ્યક્ષ પિપની રાજ્ય ધાનીવાળો દેશ છે, ત્યાં પણ છુટા છેડા કોર્ટથી થઈ શકતા નથી. તાત્પર્ય એ છે કે ધર્મ દેશમાં સંસાર કરતાં પરલોક સાથે સંબંધ રાખતા ધર્મને પ્રથમ પદ આપવું. વિધવાઓની સંખ્યા બેકરોડ જેટલી છે, એમ હાલ પત્રોમાં લખાય છે, તેથી ગભરાવાનું કાંઈ કારણ નથી. આપણું કોમમાં ૧૩-૧૪ વર્ષની અંદરની વિધવા હોઈ શકે, એ ગપ છે. કારણકે તે પહેલાં આપણામાં લગ્નજ નથી. વરવિય-પુત્રીના પતિને પૂરતના રૂપિયા કહેવા અને લગ્ન પ્રસંગે આપવા એ વરવિક્ય છે. આ રીવાજ બહુ ઈષ્ટ નથી. સારું ઘર અને સારે વર જેવા માટે કન્યાના પિતાને તણાવું પડે છે. ગ્રહએ આ રીવાજ પિતાને ઘેરથીજ કાઢી નાખવા યત્ન કર જોઈએ. સવેલી પિસાના લેભથી, અથવા વરમાં શરીરની ખેડ ખાંપણથી વેવિશાળ કરેલી કન્યાને બીજે આપવામાં આવે છે. પિતાના લોભથી આપવી એ તે કસાઈનું જ કામ છે. એ પૈસા કદી ટકી શકતા નથી. દીકરીના ઘરનું ખવાય તે હોય તે પણ લઈ જાય છે. લગ્ન કરવાં માબાપની ફરજ છે?—પુત્રીના લગ્ન માટે તે નિઃસંશય ફરજ છે. નહિ તર પુત્રી કુળનું કાળું કહેવરાવે. પુત્રને માટે તેને કેળવણી આપવી એ પહેલી ફરજ, અને પછી સ્થિતિના પ્રમાણમાં ધધો શીખવી લગ્ન કરવાં એ બીજી પણ અવશ્યની ફરજ છે. ગરમ હિંદમાં પવિત્ર જીવન વહન કરવું બહુ જ મુશ્કેલ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy