________________
૧૯૦૬] મદ્યપાન અથવા દારૂને ઉપયોગ.
૨૩૧. ચાલતાં પીઠાં મળતાં હેવાથી, આ છે કે હિંદનું જીવન ચૂસી જતાં અનેક તવેમાં આ તત્વ બહુ મોટો ભાગ ભજવે છે. દારૂ દરેક રીતે નિદ્ય છે. ધર્મની દૃષ્ટિથી જોતાં દારૂ અને તેવી ચીજો શામાટે નિઘ છે તે “જૈનધર્મ પ્રકાશ” ના આષાઢમાસના અંકમાં
વૃદ્ધિ પામતે ભ્રષ્ટાચાર” એ વિષયમાં બહુજ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. હાલ હોટેલને જે અતિશય ઉપયોગ થાય છે તે માટે એટલું જ કહેવું બસ થશે કે ત્યાં પીવાતી ચા, દૂધ, આઈસક્રીમ, સોડાવૉટર વિગેરે ભ્રષ્ટતા બહુજ વધારે છે. કારણ કે જે પ્યાલામાં હલકા વર્ણના મનુષ્ય કાંઈ ખાધું પીધું હોય, તેજ પાત્રમાં ઉચ્ચ વર્ણના મનુષ્ય ખાવાપીવાથી હલકા વણના મનુષ્યના તે પાત્રને લાગેલા અદશ્ય પરમાણુઓ ઉચ્ચવર્ણના મનુષ્યના શુભ પરમાણુને હલકા પાડવા યત્ન કરે છે. શુભ પરમાણુઓને અશુભ પરમાણુઓની ખરાબ સંગતથી ભેગવવું જ પડે તે કુદરતી છે. મુસલમાન અથવા માંસાહારી હિંદુ વર્ણોએ પીધેલા પાત્રમાંથી પીવું એ કેટલું ધમને, આત્માને, અને શુંભ પરમાણુઓને નીચું લગાડનારું છે તેને અવશ્ય વિચાર કરતાં શેક થાય તેવું છે. પીધેલા પાત્રને ઘણી વખતથી બળાયેલા પાણીમાં ભેળવામાં આવે છે તેથી તે પાણી પણ કેવું પવિત્ર, તે વિચારે. મુંબઈ જેવ મોટા શહેરોમાં પાણી અતિશય ઢેળાવા પણું, તેથી ગળેલ અણગળને વિવેક નહિ રહેતાં ત્રસજીવોની અસંખ્ય હિંસા અને તેથી અતિશય પાપનું બંધાવું હોય છે. તેમાં પણ આવા હોટેલોમાં પાણી માટે બહુ જ ગડબડ જેવું હોય છે. આઈસકીમમાં બરફ અથવા કાચા મીઠા વડે અસંખ્ય એકે દ્રિજીની વિરાધના થાય છે. વળી દૂધને રાખવાના આઈસકીમના સંચાઓમાં પણ બરાબર સાફ નહિ થવાથી બેઈદ્ધિ જીવની ઉત્પત્તિને પણ સંભવ રહે છે. સેડા વોટર પીવામાં પણ ચાના પાત્ર જેવું થાય છે. રસના લાલચમાં ફસાતી હવાથી જીવની અધોગતિ થવાનો સંભવ રહે છે. મધના પીઠાં એટલાં બધાં વધી ગયાં છે કે લાલચુ જીવે તેના પંજામાં ફસાતાં વાર લાગતી નથી. દારૂ પીધેલે માણસ પોતાના કબજામાં નથી. તે ગમે તેમ ચાલે, બેલે અને ન કરવાનું કરે, એ તેને કાબુ શરીરપરથી ચાલ્યો જાય છે. બીજી ઉપયોગી ચીજો લેવાનું પડતું મૂકી દારૂની લતમાં ઘણા કુટુંબો પાયમાલ થઈ ગયા છે. હિંદુસ્તાનમાંથી દારૂ એક કરેડ રૂપિયા પરદેશ ઘસડી જાય છે. અને દેશમાં બનતે દારૂ કેટલોએ થતો હશે, તેને તે કાંઈ શુમારજ નથી! આ ચીજ બીલકુલ ફાયદો કરતી નથી. વિલાયત ઠંડે દેશ હોવાથી ત્યાંના વતનીઓને તેની જરૂર લાગેલી, પણ ત્યાં પણ દારૂવિનાનું ગૃહ ઉત્તમ ચાલી શકે છે, અને દારૂ વાપરનારૂં ગૃહ નિધન અવસ્થામાં આવી પડવાને સંભવ રહે, તે પછી હિંદ જેવા ભિખારી દેશમાં, જેની કાંઈજ જરૂર નથી, જે શરીરના ઘણું ઉપયોગી અવયવને અને મમભાગોને નુકશાન કરે છે, અને બદલામાં કાંઈજ આપતો નથી, એવી ચીજથી કેટલી પાયમાલી થાય તે વિચારવું સહેલ છે. દારૂનું વ્યસન, ક્ષયના શિગની જેમ, વારસામાં ઉતરે છે. પુત્રપૌત્રો અને ભવિષ્યની સંતતિને દારૂ પીનાર બહુજ ગેરફાયદાકારક વારસો આપતે જાય છે. દારૂની બનાવટ ત્રસ જી ઉત્પન્ન કરી તેને હણવાથી થતી હોવાથી ધર્મને પણું, અને આત્માને પણ વિસારી મૂક પડેછે, કઈ રીતે પાણી જેવું ઉત્તમ પીવાનું છેજ નહિ. દરેક રીતે દારૂ વર્જ્ય છે.