SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ આગષ્ટ એજ સંવત ૧૬૫૭ ની સાલમાં મહાશુદિ ૧૦ સોમવારે શ્રીતપાગચ્છ નાયક ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિ ગુરૂમહારાજના હુકમથી અમારા ગુરુ શ્રી વિવેકહર્ષ મણિના હાથેજ કરાવી છે. ત્યારબાદ આ દેરાસર પણ અમારા ગુરૂના ઉપદેશ વડે કરીને જ ફાગણ વદી ૧૦ મે ઉત્તમ મુહર્ત ઉપકેશ ગછના ભટ્ટારક શ્રીકટવ સૂરીએ બેધેલ. શ્રી આણંદકુલ શ્રાવકે ઓશવાલ જ્ઞાતિના પારિખ નેત્રવાલા શા. વિરાના પુત્ર ડાહ્યા, તેના પુત્ર જેઠા, તેના પુત્ર શા. ખાખણ, તથા તેના પુત્રરત્નાશા. વયરસીએ, તથા પુત્ર શા, રણવીર, શા. સાયર, શ. મહિકરણ, તથા વહુએ, ઉમા, રામ અને પુરી, તથા પત્ર શા. માલદેવ, શા. રાજખેતલ, ખેમરાજ, વણવીર, દીદા તથા વીરા આદિ કુટુંબ સહિત પ્રારંવ્યું, વલી ઘંઘર ગોત્રવાલા, અને પુનમીયા કુલગુરૂ ભટ્ટારકની નિશાથી શ્રાવક થયેલા એવા શા. કંથડના પુત્ર શ. નાગીયા તથા એરગના મના સગા ભાઈના પુત્ર પાંચાસા સહિત તેમાં મદદ કરનારા હતા, અને તેમણે રાજાની નિર્મલ કૃપાથી કુટુંબ સહિત તેમાં મદદ કરેલી છે. આ શ્રી શત્રુંજયાવતાર નામનું દેરાસર છે; સંવત ૧૬૫૭ ના ફાગણ વદી ૧૦ મે પ્રારંભેલું છે-તથા સંવત ૧૬૫૯ સુદિ ૧૦મે અહીં સંપૂર્ણ થયું છે, વળી તેથી આનંદથી કચ્છ દેશના શણગાર રૂપ એવા શ્રીખાખરનામના નગરમાં કલ્યાણ થયું છે, સંવત ૧૬૫૯ - ના ફાગણ સુદિ ૧૦ મે પંડિત શ્રીવિવેક ગણુએ આ જીનેશ્વર ભગવાનના તીધરૂપ મંદિરની પ્રતિષ્ટ કરેલી છે, અને આ પ્રશસ્તિ વિદ્યાહર્ષગણિજીએ રચેલી છે. સંવત વિકમને જાણ. આ શિલાલેખને જીર્ણોદ્વાર તપ ગચ્છરૂપી આકાશ મંડલમાં સૂર્યસમાન એવા શ્રીવિજયાનંદ સૂરીશ્વરજીના (શ્રી આત્મારામજી સૂરીશ્વરના) શિષ્ય પંડિત શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનીશ્વર શ્રીમદ્ હંસવિજયજી મહારાજના સદુપદેશથી તેમના શિષ્ય પન્યાસ પદવીને ધારણ કરનારા શ્રીમદ્ સંપદ્વિજયજી મહારાજની પ્રેરણા કરીને સંવત ૧૯૬૨ ના અસાડ વદી આઠમને દિવસે થયે છે. આ શિલાલેખનું ગુજરાતી ભાષાંતર જામનગર નિવાસિ શ્રાવક હીરાલાલ હંસરાજે કરેલું છે. તે શ્રી મદ્યપાન અથવા દારૂનો ઉપયોગ. દારૂ એ શું ચીજ છે, તથા તે કેટલો બધો વપરાશમાં વધુ અને વધુ આવતા જાય છે એ જાણતાં કંપારી છૂટે છે. હિંદુસ્તાન પહેલાં, હાલ કરતાં ઓછે માંસાહારી અને એ છે મદ્યપાની દેશ હતે. મધ પીવાતે તે પણ રાજા રજવાડાઓમાં, વેશ્યાઓમાં અથવા અમીર ઉમરાવોમાં જ. ઘણે ભાગમાં તાડી જેવું ઓછું દુષિત પીવાનું વપરાતું હતું, પણ તે દારૂ જેટલું નુકસાનકારક, ખર્ચાળ અને ભાન ભૂલાવનારૂં નથી. અથવા તથા કા. નામદાર ઈંગ્રેજ સરકારે આ દેશપર અસખ્ય ઉપકારે કયો છે, એમ તે દરેક વિચારવાન બંધુએ કબૂલ કરવું જ જોઈશે, પણ તેની સાથે સાથે જ દારૂ જે નાશકારક અને નુકસાન કારક પદાર્થ એટલા મોટા પ્રમાણમાં વપરાશમાં, દેખા દેખીથી, છટ હોવાથી, અને રસ્તે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy