SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] * વર્તમાન ચચ. " ૨૧૭. ચારી અને સજા–પાલીતાણામાં ગામમાંના ગેડી પાર્શ્વનાથજીના દેરાસરમાં મૂળ નાયકજીના ચક્ષુટીલા વિગેરે ઘેરવા માટે ત્યાંના બારોટ પરભુ દાજીને ૩ માસની સખ્ત કેદની સજા થઈ છે. આશ્રયસ્થાન-કાઠીઆવાડ, ગુજરાત જ્યાં જૈનેની ઘણી સારી વસ્તી છે, તેમાંના અમુક ભાગો દિવસે દિવસે ઘસાતા જાય છે. ઈચ્છા વિરૂદ્ધ પણ પિટને ખાતર મુંબઈ જેવા અસુખાકારીવાળા અને રોટલો મળે પણ ઓટલો ન મળે એવા શહેરમાં ભાઈઓને આવવું પડે છે. હાલ મુંબઈમાં જૈન ભાઈઓની વસ્તી બહુ સારી છે. કાઠીઆવાડના એક વિભાગ ગોહિલવાડના જનબંધુઓ માટે રહેવા તથા જમવા અને પૈસાની સગવડવાળી એકે સંસ્થા અત્યાર સુધી મુંબઈમાં નથી. એ ભાગના ઘણુ માણસે મુંબઈમાં વસે છે. જોખમ વાળા ધંધામાં વિશ્વાસવિના કેઈ માણસ એકદમ કામ આપી દે એ અસંભવિત છે. તથા દિવસે દિવસે કરો વધતા જાય છે, અને વેપારમાં કસ ઓછો છે એમ ધારી લઈને અથવા થાપણના અભાવે માણસ કરી તરફ વિશેષ વળે છે. એ બધું અનુભવી અને જોઈ ભાવનગરના રહીશ શાહ ત્રિભુવનદાસ ભાણજીએ, અમારા એક આગલા અંકમાં જણાવ્યા પ્રમાણે, આશ્રયસ્થાન ખોલવા પહેલાં ગેહલવાડના મુખ્ય ગામના શેઠે તરફ એક હસ્તપત્ર મેકહ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે “રૂ. ૫૦ ના માસિક ભાડાથી એક મકાન રાખવામાં આવશે. હાલ તરત ૧૫ યુવાન વિશાશ્રીમાળી ગહેલવાડના હશે, તેમને રાખવામાં આવશે. તેમણે ગુજરાતી અથવા ઇગ્રેજી–ગુજરાતી બન્નેમાંથી એક પણ અભ્યાસ કરેલ હોવું જોઈએ. દાખલ કરવાની યેગ્યતા જોવા માટે તેમણે એક કમીટી નીમી છે. જમવાને ખર્ચ ત્યાં રહેનારાઓએ ફાળે પડતે આપ. આવનારને એવી જોગવાઈ ન હોય તે એક વરસ સુધી રાકી પિશાકીના રૂ. ખાત માંડી ધીરાશે, અને રળવા માંડયા પછી બનતી જોગવાઈએ તેણે તે પાછા આપવા પડશે. તેમાં રહેનારને વેપાર, ધંધો, અને નોકરી માટે કેળવણી લેવામાં જોગવાઈ પ્રમાણે ભલામણ તથા ગોઠવણ કરી આપવામાં આવશે. કેળવણી લેતાં ખર્ચ થાય તે દરેકે પિતાના પદરથી આપવો પણ તેની પાસે જોગવાઈન હોય તે તે પણ ખાતે માંડી ધીરાશે, જે તેણે રળવા શીખ્યા પછી પહેલી જોગવાઈએ ભરી દેવા પડશે. દાખલ થનાર વધુમાં વધુ એક વરસ રહી શકશે. દાખલ થવા ઈચ્છનારે કોઈ સારા માણસની ભલામણ સહિત છીપીચાલીમાં ઉપરના ગૃહસ્થને અરજ કરવી.” . સુરત જીલ્લામાં સાંસારિક રીવાજો એક ગૃહસ્થ લખી જણાવે છે કે અમારા જીલામાં જમણવાર પ્રસંગે ઘી તે પાણીની માર્ક વાપરવું જોઈએ. લગ્નપ્રસંગે ફટાણુ ગાવાનો રીવાજ વધતા જાય છે. લગ્ન પ્રસંગે રૂ. ૩૦૦૦ ના દાગીના કન્યાના બાપના હાથમાં પહેલા જવા જોઈએ. હમણાજ અમારા જીલ્લામાં એક ગૃહસ્થ રૂ. ૭૦૦૦) આપીને એક સ્ત્રીની હયાતિ છતાં બીજી સ્ત્રી પરણ્યા છે, તે ઘણું જ ખોટું છે વિગેરે ઘણું બાબતે ધ્યાન રાખી સુધારવા જેવી લખે છે. તે લાગતા વળગતા ભાઈઓને તે વિષે વિનંતિ કરવામાં આવે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy