SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] વર્તમાન ચર્ચા ૨૧૫ દે સાથે એક એ પણ દેષ છે કે જે દુકાનેથી આપણે લેટ, દાળ ચેખા વિગેરે લઈએ તેજ દુકાનેથી તેની પાસે માંસ પણ પડ્યું હોય છે. વિલાયતમાં હાલ આશરે ૪૦૦૦૦ વનસ્પતિ આહારકે છે. કેઈ માણસ ફરજીઆત માંસને ઉપગ કરાવતું નથી. દેશ અતિશય ઠંડે હોવાથી મદિરાની જરૂર પડે એમ ત્યાં જનાર નબળા મનના માણસો માનીલે, અને તેથી તેને ઉપયોગ કરે એ ધાસ્તી રહે છે. સમજુ માણસ માટે, ધર્મના રહસ્ય તત્વથી જાણનાર માટે, ધાસ્તી ઓછી રહે. મદિરા વિના ચલાવનારા પણ ત્યાં છે ખરા. ત્યાં જનારા શ્રીમાને જરા વિશેષ ખર્ચ કરીને પણ ધર્મમાં રહેવા પ્રયત્ન કરે પણ બિચારા ગરીબ સેંઘી ચીજોથી કામ લેવા ચાહતાં કદાચ ધર્મભ્રષ્ટ થવાને સંભવ રહે. આર્યાવર્તનું વાતાવરણ, વિદેશી સંસર્ગથી, ભ્રષ્ટ થયું છે, અને થતું જાય, છે, એ ખરું, પરંતુ હજી ઘણું ધર્મનિષ્ટ છે, જ્યારે યૂરોપ અમેરિકાનું વાતાવરણ હિંસામય છે. આસપાસનું વાતાવરણ અતિશય હલકું હોય તેની સામે થવું એ અતિશય હિમતવાન માણસનું જ કામ છે. શ્રીમાન માણસ રોયે સાથે લઈ જઈ શકે, ગરીબ માણસ હોટેલમાં જ ચલાવી શકે. હાટેલમાં રસેયા, ખાણું પીરસનારા, વિગેરે યુપીયનેજ હોઈ શકે. અન્નના શુભ પરમાણુઓને પણ પાસેના માંસ વિગેરેના અશુભ પરમાણુઓને સ્પર્શ થાય, એ બધી મુશ્કેલી વિચારીને જ આપણા પૂર્વજોએ ધર્મ જાળવવા માટે વિલાયત ગમનનો પ્રતિબંધ કરે. તે વખતે અમેરિકા, જર્મની, વિગેરે દેશે અતિશય પ્રસિદ્ધિમાં નહિ આવેલા હોવાથી તેની સામે ખાસ પ્રતિબંધ મૂકાયે નહિ હોય અથવા તે બધા વિલાયત તરીકે ઓળખાતા હશે એમ ધારીએ છીએ. જાપાન, અરબસ્તાન, આફ્રીકા વિગેરે મુલકમાં યુરોપ અને અમેરિકા કરતાં માંસભક્ષણ, મદિરાપાન અને તેને અંગે બીજા દર્શને ઓછા હશે, એમ લાગે છે. કારણ કે તે દેશમાં અન્ન પાકતું હોવાથી તેમની પૂરવણ તરીકેજ માંસને ઉપયોગ થાય છે. જ્યારે યુરોપ અને અમેરિકા માંસમાં કેટલા બધા રચ્યા પચ્યા રહે છે, તે હમણાજ અમેરિકન માંસના પાળા માંથી જણાયું હશે. આ બધાં કારણે વિલાયત ગમનની વિરૂદ્ધ જેયાં. હવે ગરીબાઈમાં અતિશય છુંદાઈ મરતા બિચારા હિંદને હુન્નર કળાની કેટલી બધી જરૂર છે તે વિચારતાં એટલું તે સ્પષ્ટ લાગે છે, કે હિંદના હિમતવાન યુવકોએ પરદેશ જઈ કમિશન, દલાલી, અથવા વેપારમાં હિંદને પિસે બચાવી ત્યાંને પિસે અહિં ઘસડી લાવવાની જરૂર છે. જેવું યુરોપ અમેરિકા હુન્નર કળામાં કુશળ અને અગ્ર ભાગે છે, તેનાથી હિંદ અતિશય પછાત છે. એ હુન્નરકળા આ દેશમાં લાવવા માટે યુવકને બહાર જવાની જરૂર છે. આ બધી હકીકત વિચારતાં “ગુજરાતી” પત્રે આગળ સૂચવેલ વચલે રસ્તે ધ્યાનમાં લેવા લાયક છે. તે રસ્તે એ છે કે વિલાયત જઈ આવનાર દરેક માણસ માટે તે ધર્મભ્રષ્ટ થયા નથી, એવી મહાજનના આગેવાનોની ખાત્રી કરી આપવાની ગોઠવણ કરાવવી ઉત્તમ છે. તથા તેવી ખાત્રી થતાં સુધી તે માણસને જ્ઞાતિ ભેજન વખતે એક પંક્તિમાં નહિ. બેસારતાં, અલગ બેસારવાનો ઠરાવ પસાર કર એ વચલા વાંધાને સૌથી સરસ રસ્તે લાગે છે. આ બાબત વિચારીને નિર્ણય કરવા જેવી છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy