SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરે, [ જુલાઈ વર્તમાન ચર્ચા. . રાત્રિભોજન–ખેડાના જનમાં (અને બીજે પણ કઈ કઈ ઠેકાણે બનતું હશે) લગ્ન પ્રસંગે ગૈારવ જમણમાં રાતના લગભગ આઠ વાગે છે. અને કઈ કઈ જગાએ પત્રાળા પણ આપવામાં આવે છે. આ બન્ને બાબતે ઈષ્ટ નથી. રાત્રિભોજનની સઝાયમાં તેનું અતિશય પા૫ વર્ણવેલું છે. તે વાંચવા, રાત્રિભેજનમાં શું દોષ છે? તે શોધનારા ભાઈઓને વિનંતિ છે. વળી પત્રાળાં બનાવવા માટે ઘણું પાંદડાને ખપ હોવાથી, અને પાંદડાં પણ ઝાડ ઉપરથી તેડતાં એકેંદ્ધિ જીવની હિંસા થતી હોવાથી પવાળાં વન્ય છે. તેમાં બીજા પણ અનેક કારણે છે. ધાર્મિક સંસ્થાઓ–“જન” પત્રે એક વખત પોતાના મુખ્ય લીડરમાં જણાવ્યું છે અને અમે પણ ધારીએ છીએ કે સંઘના પૈસાથી જે સંસ્થાઓ બંધાઈ હોય, અથવા તે કેઈ વ્યક્તિએ બંધાવીને સંઘને અર્પણ કરી હોય અને સંઘ તેની વ્યવસ્થા કરતા હોય. તે તેવી સંસ્થામાં રહેનાર યતિ અથવા બીજા કેઈની માલકી તે મકાન પર હોઈ શકે જ નહિ. એવા યતિઓ અથવા બીજા કેઈ આવી કઈ સંસ્થા પચાવી પડે અને તેમાં કે જેને મદદ કરે છે તે અતિશય દિલગીરીની વાત છે. એમ કદી થવું નહિ જોઈએ. એમ કરનારાઓ ધર્મને આડકતરી રીતે નુકશાન કરે છે. જ્યારે મોટા સમુહના હિતની વાત હોય ત્યારે અંગત સ્વાર્થ લક્ષમાં નહિ લેનાર, અને તેને વીસરી જનાર જ્ઞાતિ, અથવા દેશજ આખરે તરશે. જન લગ્નવિધિ–અમદાવાદ વીશા શ્રીમાળી જ્ઞાતિમાં શા લલુભાઈ સૂરચંદના પિત્રનું લગ્ન જન લગ્નવિધિથી કરવા તે શેઠની ઈચ્છા હતી. તે વિધિથી કરાવવાની સગવડ પણ હતી. તેવી ઈચ્છા બતાવનાર પત્ર તેમણે જ્ઞાતિના શેઠપર લખતાં તે પત્રની શૈલી તેમને નહિ રૂચી હશે, તેથી આગેવાનોએ ભેગા થઈ તેમને રૂ ૧ દંડ કર્યો. અમને તે આશ્ચર્ય થાય છે કે મોક્ષ મેળવવા પર્યતની બધી ક્રિયાઓમાં પરણનાર યુગલ સામેલ રહો એવી ઉચ્ચ ભાવનાવાળી જૈન ધર્મની લગ્નવિધિ પડતી મૂકી વૈદિક લગ્ન વિધિમાં શું વિશેષ લાભ છે? અને એવી ધામક ઈચ્છાવાળાને આવી રીતે સામે દંડ!! અમદાવાદની વીશા શ્રીમાળી કેમ અમે આશા રાખીએ છીએ કે, પિતાને ઠરાવ ફેરવશે. વિલાયત ગમન સુરતના મરહૂમ શેઠ તલકચંદ માણેકચંદના ભાઈ દીપચંદ માણેકચંદ, જેમણે પરદેશમાં ઘણી મુસાફરી કરેલી છે, તેમણે “જામે જમશેદ” માં ચેલેંજ કરી જૈન ભાઈઓને વિનતિ કરી છે કે “જે યુરોપ અમેરિકામાં બરાબર ધર્મ સાચવી શકાતું નથી એમ માનતા હો તે તમારી ખુશીને કેઈ માણસ મને આપે. મારે ખર્ચે હું તેને વિલાયત લઈ જઈશ અને તે જે લેખિત ખુલાસો કરે કે વિલાયતમાં ધર્મ સાચવી શકાય છે, તે તે દેશ માટે જવાને કાંઈ પ્રતીબંધ તમારે રાખે નહિ. જે તેનાથી ઉલટું કહે તે રૂ. અઢી હજારની પ્રોમીસરી નેટ આપને હું પુછું. તે તમારી મરજીમાં આવે તે ધર્માદા ખાતામાં તમારે આપવા. જે આ ચેલેજને જવાબ ૧૫ દિવસમાં નહિ મળે તે વિલાયત ગમનને પ્રતિબંધ નથી એમ હું માનીશ. વિલાયત ગમનમાં બીજા
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy