________________
પર
જૈન કેનફરન્સ હરૈ.
[માર્ચ આપણા પિતાના જવાંજ સુખ દુઃખને અનુભવી શકે તેવાં અસંખ્ય પ્રાણીઓને હણીને તેઓને માટે જે ખોરાક તૈયાર કરવામાં આવે છે તેને ઊપગ કરતી વખત તેમાંના સેંકડે નેવું ટકા મનુષ્યોને તે પ્રાણીઓ ઉપર કેટલું ઘાતકણું ગુજારવામાં આવે છે તેને બીલકુલ ખ્યાલ હોતો નથી અને ફક્ત એક સાધારણ સંસારના વ્યવહાર તરીકે તેઓ આવા ખોરાકનો ઉપયોગ કરે છે. પરંતુ આપણે ખાત્રીથી માનીએ છીએ કે માંસાહારી મનુષ્ય તેમને ક્યાં ખોરાક તૈયાર કરવામાં આવે છે તે કસાઈખાનાઓની જે ફક્ત એકજ વાર મુલાકાત લે તે તેઓને અર્થે બીચારાં નીરાધાર પશુઓ ઉપર જે જુલમ અને કુરતા ગુજારવામાં આવે છે તે જોઈને તેમાંના ઘણાખરા માંસાદિ પદાર્થનું સેવન વગર વિલંબે છોડી દે એ સંભવીત છે. પરંતુ જ્યાં સુધી આ બાબત તેઓના લક્ષપર યોગ્ય રીતે લાવવામાં આવી નથી ત્યાં સુધી આ વિષે તેઓનાં મગજમાં કાંઈ પણ ખ્યાલ આવવો અશક્ય છે. આવું પરિણામ લાવવાને માટે જયાં બીચારાં પશુ પક્ષીઓને તેનું માંસ કાઢવાને મારી નાખવામાં આવે છે તેવાં કસાઈખાનાઓમાં જે ઘાતકીપણું વાપરવામાં આવે છે તેનું અને તે બાપડાં પ્રાણુંએને મરતી વખતને ફફડાટ અને તેમની કર્ણને પ્રહારરૂપ ભયંકર શી વિગેરે આબતોને તાદૃષ્ય ચીતાર જે તેઓ સમક્ષ રજુ કરવામાં આવે તો અમે ધારીએ છીએ કે જરુર માંસાહારીઓમાંના કેટલાક કે જેઓનાં હદય કરતાની પૂર્ણતાને પામ્યાં નથી, તેઓ ઉપર તે સારી અસર કરશે અને તે પછી તે ખોરાક લેવા પહેલાં પોતે વાંચેલો ચીતર તેઓનાં ચક્ષુ સમક્ષ રજુ થઈને તે ખોરાક લેવો કે નહીં તે વિચારમાં તેનો જરૂર પડી જશે. તે પછી જે આવી રીતે ઉત્પન્ન થયેલી તેમની લાગણીઓને એગ્ય રીતે દેરવામાં આવે તે મેડા વહેલા પણ જરૂર તેઓ આવી જાતને ખોરાક લેતા અટકશે. આ સંબંધમાં અમારે જણાવવું જોઇએ કે આવા ઘણા એક દાખલાઓ બન્યા છે કે જેમાં કેટલાએક માંસાહારી મનુષ્યએ માંસ તજી દીધું છે. આ પ્રમાણે તેમનામાં દયાના જે અંકુરે ક્રૂરશે તે તેઓના સંસારિક વ્યવહારના દરેક પગલામાં જોવામાં આવશે અને તેને લીધે તેઓની જીદગીમાં મોટો ફેરફાર થવાનો સંભવ છે. જીવદયાના ખરા સીધ્ધાંતને ફેલાવો કરવાને ફક્ત આજ ખરો માર્ગ છે કે જે હંમેશાં સારું પરિણામ લાવ્યા વગર રહેતું નથી. આપણા દેશમાં જીવદયા કેમ કરવી તે વિષે કંઈ ગેરસમજુતી થતી લાગે છે. આપણું જીવદયા ફક્ત કસાઈઓના હાથમાંથી જીવને છોડવવામાંજ સમાઈ જાય છે. આ પણ જીવદયાનો એક માર્ગ છે અને તેમાં કંઈ ખોટું નથી પરંતુ તે કસાઈઓ અને તે પ્રાણીઓનું માંસ ભક્ષણ કરનારા મનુષ્યને તેમનાં દુષ્ટ વર્તનથી રાંક પશુ પક્ષીઓ ઉપર જે ઘાતકીપણું ગુજરે છે અને તેમને જે મહા વેદના ભેગવવી પડે છે તેથી જે યોગ્ય રીતે વાકેફ કરવામાં આવે તે અમને ખાત્રી છે કે કસાઈઓના હાથમાંથી પશુપક્ષીઓને છોડવા વામાં આપણે અત્યારે જેટલાં નાણાંને વ્યય કરીએ છીએ તેટલાંજ નાણાં જે ઉપર બતાવ્યા પ્રમાણે પ્રજાના વિચારો કેળવવા પાછળ ખર્ચ કરવામાં આવે તો ઘણુંજ ઉપયોગી અને સંગીન પરિણામ આપણે લાવી શકીશું. સુધરેલા દેશે જેવા કે ઈંગ્લાંડ, અમેરિકા, જર્મની