________________
૧૯૦૫]
જીવદયા પ્રચાર કરવાના ચેાગ્ય રસ્તે,
૫૧
તા. ૨૫-૩-૦૫-મલકાપુર તા.—૨૫ મીના રોજ મલકાપુર આવ્યા. અત્રે પણ પ્લેગને લીધે અવ્યવસ્થા છે. રાત્રે કેશેસ કરીશું. અહીંથી આવતી કાલે ખાલાપુર જઇશું. ત્યાંના પ્રખ્યાત શેઠ અને આપણા પ્રે. સેકરેટરી શેઠ હૌસીલાલજી પાનાચ’દજીને ત્યાં લગ્ન પ્રસ`ગ છે અને આજુમાજીના ઘણા ગૃહસ્થા ત્યાં આવવા સભવ છે.
જીવદયા પ્રચાર કરવાના ચાગ્ય રસ્તા.
( એક જૈન ગ્રેજ્યુએટ )
‘ હિંસા પરમો ધર્મ ” એ આપણુ જૈને માત્રને સિધ્ધાંત છે એમ નથી પરંતુ પ્રાચીન કાળથી તે અત્યાર સુધીમાં હિંદુસ્તાનમાં ચાલેલા અને ચાલતા સર્વે જુદા જુદા થર્મા અને મતાએ આ સિધ્ધાંતને સ્વિકારેલા છે તે આપણુ સધળા સારી રીતે જાણીએ છીયે. પરંતુ આપણા પવિત્ર જૈન ધર્મમાં આ સિધ્ધાંતનું જે દરજ્જે પ્રાધાન્ય માનવામાં આવ્યું છે તે દરજ્જે બીજા ધર્મામાં અને સંપ્રદાયામાં જોવામાં આવતું નથી. મનુષ્યની માકજ સુખ દુઃખને અનુભવી શકે તેવાં પશુપક્ષી આદિના જીવ છે એમ સઘળા ધમા અને ધમાચાયા એકે અવાજે કખુલ કરતા આવ્યા છે પરંતુ જૈન ધર્મ તેથી પણ વધુ આગળ વધીને વાયુ, પાણી, પથ્થર, ધાતુ, વનસ્પતિ વિગેરે વસ્તુઓમાં સુખ દુઃખ અનુભવી શકે તેવા જીવા માને છે અને આ સંબંધમાં તેઓની માન્યતાને આધુનીક કાલની વિદ્યાએ સંપુર્ણ રીતે પુરવાર કરીને પુષ્ટી આપી છે. હાલ સુધી અને હજી સુધી પણ જૈનાની જીવદયાને ખીજા મતવાળાએ હદ પારની અને સંસારીક વ્યવહારને ખલેલ કત્તા માનેછે અને એટલે સુધી આગળ વધીને કહેછે કે જો જૈનાના સિધ્ધાંત અનુસાર સર્વ જગત જીવદયા માને તે આ સંસાર ચાલવા અશકય થઇ પડે. આ સંબંધમાં તેનું માનવું કેટલે અંશે ખરૂંછે તે માત્ર જૈના પાતે સંસારમાં રહીને પાતાની જીંદગી કેવી રીતે ગુજારે છે તે જોયાથીજ આપે।આપ જણાઈ આવશે. અસ્તુ, તે ગમે તે હેા પરંતુ જીવ દયાથી મનુષ્ય માત્રના આચરણ અને કહેણી કરણી ઉપર સારી અસર થાય છે. તે વાત સર્વ કોઈ મંજુર કરે છે અને માંસાહારી પ્રજાઓ કરતાં ફક્ત વનસ્પતિના ખેારાક ઉપર ગુજરાન ચલાવતી પ્રજાએ શરીરે તંદુરસ્ત અને શાંત પ્રકૃતિ વાળી તથા માનસીક વૃત્તીઓને તાબે થવાને અદલે વિશેષ ધાર્મીક વૃત્તીઓવાળી જોવામાં આવે છે. આ સાથે હાલની વૈદ્યક વિદ્યાથી વનસ્પતિ ખારાક માંસાહાર કરતાં વિશેષ સુખકારી અને નિરોગી સિદ્ધ થયા છે. પરંતુ કેટલેક અંશે પડી ગયેલી ટેવ અને કેટલેક અંશે દુરાગ્રહને લીધે આપણી બીજી ભાઈબંધ પ્રજાએ તેમનામાં કેટલાંએક કારણાને લીધે પ્રચલીત થયેલા માંસાહારના રીવાજને મકી શક્તી નથી.