________________
| ' જેને કેનફરન્સ હરેલ્ડ.
[ માર્ચ તા–૧૦–૩–૧૦૫. અહંદીથી રાત્રે નીકળી તા. ૧૦ મીએ ઘેડ ઉતર્યો. માર્ગમાં ચેવત વગેરે ગામોના ભાઈઓ અહંદીમાં હતા તેથી ત્યાં ઉતર્યા નહીં. ઘેડમાં જેનેનાં ૨૦ ઘર છે તેમાં ગુજરાતી જૈનેનાં ૧૨ ઘર છે. ગામમાં દેરાસરજી છે તે જીર્ણ અવસ્થામાં છે. રૂ. ૨૦૦૦, આશરેનું કામ છે અને જે તરત કામ ન થાય તે થોડા વખતમાં ધસી પડે તેમ છે. આ બાબત લક્ષમાં લેવા જેવી છે. આમલનેર કેન્ફરંસ વખતે તે માટે હીલચાલ કરવામાં આવશે. સાંજના સર્વે ભાઈઓને એકઠા કરીને વ્યાખ્યાન આપ્યું.
તા-૧૨-૩-૧૯૦૫. ધેડથી અહમદનગર આવ્યા. તા. ૧૨-૧૩ બે દીવસ રહ્યા. ઘણા ભાઈઓ સાથ મળ્યા છતાં મીટીંગ થઈ શકી નહીં. અત્રે ગુજરાતી કરતાં મારવાડી જેનોનો સાથ મેહટે છે. અત્રેના દેરાસરજીની પ્રતિષ્ઠા દશ વર્ષથી થતી નથી. પાંચ ખાતાને અંગે નીચે પ્રમાણે રકમો ભરાવી.
રૂ. ૧ શેઠ, વાડીલાલ હાથીભાઈ છે ર૭ , બહાદર પુરશોત્તમ.
૨૫૦ , વીરચંદ હરીચંદ. તા-૧૪-૩-૧૯૦૫. એવલા. અહમદનગરથી રવાના થઈ તા. ૧૪મીના રાજે એવલે આવ્યા. દક્ષિણના જનેમાંથી અત્રેના જૈન દરેક બાબતમાં ઘણે આગળ પડતો ભાગ લે છે. મુનિ મહારાજ શ્રી રાજ વિજયજીને મુકામ પણ હાલ અત્રે છે. અત્રે પહેલેથી જ કેટલાએક અગત્યના ઠરાવો અમલમાં મુકાયા છે. અત્રે પાઠશાલા-શ્રાવકાશાળા ઘણા સારા પાયા ઉપર ચાલે છે જેમાં વિશેક બાઇઓ તથા છોકરાઓ અભ્યાસ કરે છે. બન્ને માટે એક પંડીત છે જે બપોરે સ્ત્રીઓને અને રાત્રે છોકરાઓને શિખવે છે. સીમંત (અઘરણું) પ્રસંગે સ્ત્રીને ગામમાં ફેરવવા, મૃત્યુ પાછળ કુટવા વગેરે રીવાજો અત્રે બંધ થયા છે. ધર્મદા હિસાબની ચોખવટ રાખવા તથા પ્રાણીજન્ય પદાર્થો ન વાપરવા વિગેરે કરા પણ અમલમાં છે.
તા૧૮-૩-૧૯૦૫. જળગામ. તા. ૧૬ મીના રોજ એવલાથી રવાના થઈ પારા ગયા અને ત્યાંથી તા. ૧૮ મીના રોજ જળગામ આવ્યા. j અત્રે પ્લેગને લીધે જૈન ભાઈઓ ગામથી દુર ઝુંપડાઓમાં રહેતા હતા છતાં પણ પ્રયત્ન કરીને કેટલાએકને એકઠા કરી મીટીંગ કરી. યથાશક્તિ સમજ આપી. સુકૃત સંડાર મંજુર રાખવામાં આવ્યા. માસીકનાં તેર નવા ગ્રાહકો કર્ય.
તા. ૨૩-૩-૦૫-ભુસાવળ–તા. ર૩ મીના રોજ અત્રે આવ્યા. બીજે દીવશે જેન આઈઓની મીટીંગ કરી. સુકૃત ભંડાર મંજુર રહે. આ વર્ષના આશરે રૂ. ૫૦૦ ની ઉત્પન્ન થઈ છે જે ઓફિસ તરફ મોકલવાનું નક્કી થયું છે. માસીકના ત્રણ ગ્રાહકે કર્યા,