________________
૧૯૦૫]
ઉપદેશકને રીપોર્ટ. અતિથીને આદરસત્કાર કરવામાં ચુક કરવી નહીં અને શ્રી મહાવીર ભગવાને જે રીતે પિતે નયસારના ભવમાં અતિથી મુનિઓને આદરસત્કાર કરીને જે દાખલો આપે છે તે બરાબર ધ્યાનમાં રાખવા જેવો છે અને યશ કે બીજે લાભ મેળવવાની આશા વિના શ્રી વીર ભગવાને પોતાનાજ દાખલા પ્રમાણે વર્તવા માટે ઉપદેશ કર્યો છે એટલું જ નહીં પણ આ કોમના ગૃહસ્થને માથે ફરજ નાંખી છે તે તે વાત લક્ષમાં રાખી ભગવાનની આજ્ઞા પાળી સુખી થવું ચોગ્ય છે. અતિથી સંવિભાગ જ કર. આમ કરવાથી કોઈ વખત મેટે લાભ થશે એમ ખાત્રીથી જાણવું. માત્ર મુનિ મહારાજાને દાન આપવું એજ અતિથી વિભાગ દ્રત છે એમ સમજવામાં ખરેખરી ભુલ થાય છે. મુનિ મહારાજા દાન આપવાના પાત્રોમાં સિાથી ઉત્તમ પાત્ર છે એ વાત ખરી છે પણ તેથી મધ્યમ પાત્ર એવા વ્રતધારી શ્રાવકોનો અતિથી સંવિભાગ ભૂલવાને નથી. તે શ્રાવકો મધ્યમ પાત્ર છે અને ત્યાર પછી સમ્યકતવી અને ત્યાર પછી અનુકંપાથી બીજાઓને પણ દાન આપવું તે યોગ્ય છે. આમ પાત્ર પ્રત્યે ફળ વિશેષ છે એ વાત ખરી છે પણ તેથી વિશેષ ફળ મળેતોજ લેવું અને સામાન્ય ન લેવું એમ કરવું તે મુર્ખાઈ છે માટે જૈનધમાં બાંધવામાં ખાસ કરીને અને બીજા બાંધવોએ પણ અતિથી સંવિભાગ અવશ્ય કરણીય છે.
આપણા ઉપદેશક મિ. ટોકરશી નેણશી લદાયાને દક્ષિણ
પ્રદેશમાં પ્રવાસ. તા-૬-૩-૧૯૦૫–દભાડા તળેગાંવ-મુંબઈથી નીકલી તળેગાંવ આવ્યા અને ત્યાં મીટીંગ કરી. લગ્ન પ્રસંગે ઘણા ભાઈઓ બહાર ગામ ગયેલા હોવાથી કાંઈ ચેકસ ઠરાવ થઈ શક્યા નહિ પરંતુ પાછળથી સુધારો કરવા હાજર રહેલા ભાઈઓએ કબુલાત આપી. કેન્ફરંસ હરેલ્ડ માટે પણ ઉપદેશ કર્યો.
તા-૭–૩–૧૯૦૫. પુના. અત્રે આવ્યા પણ કેટલાક કારણોને લીધે મીટીંગ થઈ શકી નહીં અને તેથી નીરાશ થઈ આગળ વધ્યો.
તા-૯-૩-૧૦૫: અહંદી. પુનેથી તા. ૯ ની બપોરના નીકળી હુની સ્ટેશને ઉતર્યા. લુનીમાં જૈનોનાં માત્ર પાંચેક ઘર છે. તે સર્વે ત્યાંથી દેહેડ કોસ ઉપર આવેલ અહંદી નામના નાના ગામડાંમાં કે જ્યાં જનનાં ફક્ત બેજ ઘર છે ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા હતા. વળી વધુ ખબર મલીકે આસપાસના નાનાં ગામોના લગભગ સે ભાઈઓ ત્યાં લગ્ન પ્રસંગે એકઠા થયા છે. આ પ્રમાણે હોવાથી બેલ ગાડી કરી અંડેદી ગયા. રાત્રે ત્યાં સભા ભરી. સે ભાઈઓ અને બાઈઓ ત્યાં હાજર થયાં. આશરે બે કલાક વિવેચન કરી કોન્ફરંસના ઠરાવે, તેને અમલ અને જીવદયા સંબંધી બોધ કર્યો જે સૈાએ ધ્યાન પૂર્વક સાંભ. શ્રાવકભાઈએ ઉપરાંત ત્યાંના ખેડુતે પણ મીટીંગમાં આવ્યા હતા.