________________
જૈન કેનફરન્સ હરેલ્ડ.
[માચ જીવને પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાને આ પ્રભુએ ઉપદેશ કર્યો છે અને તેથી પિતાના પુર્વ ભવો પણ આવા સંસારથી છુટવાનું ઈચછનારને ઉપયોગી થવા સારુ યથાતથ્યપણે એ ભગવાને કહેલા છે.
આપણે પુનર્જન્મ માનીએ છીએ અને પુનર્જન્મમાં પણ જાત્યાંતર થતો માનીએ છીએ એટલે કેટલાક થીઓસોફી જેવા પુનર્જન્મ માનીને પુરૂષ મરીને પુરૂષ થાય એવું માનનાર આપણે નથી. આપણી માન્યતા છે એવી છે કે, આત્માને જાતકે લીંગ નથી. જેવાં કર્મ તે કરે છે તેવું ફિલ અનેકનીમાં અને સ્ત્રી પુરૂષ કે નપુસંક થઈને તે પામી શકે છે અને તેજ પ્રમાણે આ વીર ભગવાનને આત્મા અનાદી કાળથી આપણું આત્માએની સાથે સંસારમાં પરિભ્રમણ કરતું હતું એવું તે ભગવાને કહ્યું છે અને જ્યારથી તેમને સમ્યક્તની પ્રાપ્તિ એટલે મોક્ષ ક્વાને અથવા પરમપદ પ્રાપ્ત કરવા ખરે માર્ગ હાથ લાગ્યો ત્યાર પછી પણ સત્તાવીસ જન્મે ગ્રહણ કરવા પડ્યા છે તેથી તે પણ વીર ભગવાનના ચરિત્રમાં ગણાય છે. આ આત્માના અસંખ્યાતી ભવ થયેલા તે જે ગ્રંથમાં લખવામાં આવે તો ગ્રંથને પાર પણ ન આવે તેથી જૈન ધર્મની શ્રદ્ધા થઈ હોય ત્યારથી ભવગણવાનો શાસ્ત્રકારોએ રીવાજ રાખે છે અને તેથી વીર ભગવાનના આત્માને મોક્ષનું નિમિત્ત કારણ સમ્યક્ત એ નયસાર નામના ગામેતીના ભાવમાં પ્રાપ્ત થયું છે અને ત્યારથી તેમના ભવ ગણવાની શાસ્ત્રકારોએ શરૂઆત કરેલી છે. ' હાલની આપણી અવસર્પિણી કાળની શરૂઆત પહેલાં આ ભગવાનના આત્મા પાશ્ચમ વિદેહમાં જયંતી નામની નગરીના શત્રુમર્દન નામે રાજાના પૃથ્વી પ્રતિષ્ટન ગ્રામમાં [નયસાર” નામના ગામેતી પટેલ હતા અને રાજાની આજ્ઞાથી એક વાર તે પટેલ લાકડાં ઉપવા મોટા જંગલમાં ગયે હતો. મધ્યાનને સમય થયો હતો. સૂર્ય બરાબર તપેલે હતો અને જમીન પણ તેના તાપથી અગ્નિ જેવી થઈ ગઈ હતી તે વખતે આ નયસાર પ્રટેલ પિતાનું લાકડાં કાપવાનું કામ બંધ કરી બપોરે જમવા બેસતાં વિચાર કરવા લાગ્યા કે આ વખતે કઈ અતિથી આવે તે તેને કાંઈ આપીને જમાય તે સારૂં. આ નયસારના 'નમાં વિચાર થતો હતો તે વખતે કેટલાક મુનીઓ ક્ષુધાતુર, તૃષાતુર, શ્રાંત અને પરશેhથી જેમનુ અંગભીજાઈ ગયું હતું એવી હાલતમાં ભુલા પડેલા ત્યાં આવી પહોંચ્યા. છે આ મુનીને જોઈને નયસારના મનમાં આનંદ થયો અને વિચારવા લાગ્યો કે મારા સાદયથીજ આ મુનીઓ અત્રે આવ્યા લાગે છે. પછી પરોપકાર કરવાની બુદ્ધિવાલા Fપુ સારે આ મુનીઓને નમસ્કાર કર્યો અને આવા મહા વીકટ જગલમાં તેઓ કેમ તેને ક્યાંથી પધાર્યા તે પુછયું. મુની મહારાજાઓ બોલ્યાં કે અમે એક સાર્થની સાથે નીલેલા
તા. માર્ગે જતાં રસ્તામાં એક ગામ આવ્યું ત્યાં અમે ભિક્ષાને માટે ગયા અને સાર્થ અમને કદી ચાલ્યા ગયે. ગામમાંથી અમને કાંઈ ભક્ષા મળી નહીં તેથી અમે પાછા આવી અમારી થેના સાર્ચને શોધતા ચાલ્યા અને માર્ગ ભુલી જવાથી આ વિકટ જંગલમાં આવ્યા છીએ.