________________
૨STU
- ૨૧
૩૪૮
જૈન કેનફરસ હરેન્ડ. [ઓકટોબર આવ્યું હતું. પરીક્ષાના પરીણામ મુજબ અંગ્રેજી ત્રીજા તથા બીજા ઘેરણમાં નીચે મુજબ સ્કોલરશીપ આવી છેઃ
ગાંધી હેમચંદ નથુભાઈ સ્કોલરશીપ, - અંગ્રેજી ધેરણ ત્રીજું–મી. મોતીચંદ શોભાગચંદ 'રૂર
મી. મંગલદાસ વખતચંદ રૂલ!
મી. નાનાભાઈ પ્રેમચંદ
ગાંધી અમીચંદ નથુભાઈ સ્કોલરશીપ. , અંગ્રેજી ધેરણ બીજું–મીધનજી રામચંદ
મી. ખીમચંદ વ્રજલાલ મીરાયચંદ ધરમચંદ
મી. મગનલાલ જેઠાજી પાસ થયેલા છોકરાઓ ને રીતસર પ્રેમેશન અપાયું છે ને એ શાળામાં એક માસની રજા પાળવામાં આવી છે તે તા. ૧૬ નવેમ્બર ૧૯૬૨ના કારતક વદ ૩ ને રેજ પાછી ખુલશે.”
આ નામનું મંડલ કેટલાએક વખતથી જૈન ધર્મની કેળવણી શ્રી જે. શ્રેયસ્કર વધારવા સારૂ પ્રયાસ લે છે અને જ્યાં જૈન પાઠશાળા ન મંડળ અને જન હોય ત્યાં નવીન પાઠશાળાઓ સ્થાપવામાં તથા મદદની જરૂપા કાળા. રીઅતવાળી પાઠશાળાઓને મદદ કરવા પાછલ સારે શ્રમ
લે છે. વળી જ્યાં જ્યાં જન પાઠશાળાઓ ચાલે છે ત્યાં તે પાઠશાળાઓના અભ્યાસ તથા સ્થીતી સંબંધી તપાસ કરવા સારૂ પોતાના તરફથી ખાસ પરીક્ષક મોકલીને તે પાઠશાળાઓની યોગ્ય તપાસ કરાવવામાં આવે છે. અને ત્યાર સુધીમાં આ મંડલ તરફથી નીમાયેલ પરીક્ષક તરફથી મેસાણા, વઢવાણુ કાંપ, લીંબડી, વઢવાણ શહેર, ધ્રાંગધ્રા, મુલી, રામપુરા, સાયલા, ચોટીલા, થાનગઢ, ચુડા, રાણપુર, ધોલેરા, પીપલી, ધંધુકા, લાઠીદડ, અલાઉ, બરવાળા, પાલીયાદ, બોટાદ, વીછીયા, અને ટાટમ જૈન પાઠશાળાઓની લેવામાં આવેલી પરીક્ષાના રીપોર્ટ અમને મન્યા છે અને તે સર્વે તપાસી જોતાં એમ માલમ પડે છે કે જે કે લગભગ સઘળે કેકાણે ભણનારાઓની સંખ્યા ઠીક હોય છે પરંતુ લગભગ ઘણી ખરી પાઠશાળાઓની નાણાં સંબંધી નબલી સ્થીતીને લીધે યોગ્ય લાયકાતવાળા માસ્તરોની તથા બીજા સાધનોની ખામી જોવામાં આવે છે અને તેને લીધે વિદ્યાથીઓનો અભ્યાસ કેટલેક ઠેકાણે અશધતાવાળે માલમ પડે છે. વાસ્તવીક રીતે જોતાં પોતાને ત્યાંની પાઠશાળાને
એ રીતે નિભાવવાની ફરજ સ્થાનીક સંઘનીજ કહી શકાય અને તેથી કરીને સ્થાનીક સંઘોએ પિતાને ત્યાંની પાઠશાળાઓને સારી સ્થીતી ઉપર મુકીને પિતાનાં બાળકને એગ્ય ધામક કેળવણી મળવાની તજવીજ કરવી જોઈએ. જો કે ખાસ જરૂરીયાતવાળી પાઠશાળાઓને શ્રી જૈન વેતાંબર કેનફરંસના કેળવણી ખાતા તરફથી તેમજ મજકુર મંડળ તરફથી પણ માસીક મદદ આપવામાં આવે છે. પરંતુ બહારની મદદ ઉપર આધાર ન રાખતાં દરેક ઠેકાણે વ્યાપાર આદી ઉપર તથા શુભ પ્રસંગોએ. આવાં ખાતાંઓના નીભાવ સારૂ લાગે નાંખવામાં આવે તો આવા ખાતાંઓ ઘણી જ સહેલાઈથી અને સારી રીતે નભ્યા કરે. અમે આશા રાખીએ છીએ કે દરેક સ્થળવાળા જૈન ભાઈઓ અમારી આ સુચના તરફ એગ્ય લક્ષ આપશે.