________________
૧૯૦૫ ]
સ્ફુટ વિચાર.
પોતાની ફરજ બજાવવાની બાબતમાં સસ્કારી માણસો કેટલે અશે સાક્ષ્ય જીવનવાળા થાય છે તે તેઓના સોગ, અભ્યાસ અને ચીવટ, ઉપર આધાર રાખેછે, છતાં પણુ કેળવણીથી તે વિષયના ઉંચા પ્રકારનો ખ્યાલ આવે છે તે વાત લગભગ નિઃસ’શય જેવી છે. ઈંગ્લીશ ભાષામાં ‘સ્માઈલ્સ' જેવા લેખકેાના પુસ્તકાથી પૂરજના સ્પષ્ટ અક્ષરેશમાં 'ચા પ્રકારના ખ્યાલ પ્રાપ્ત કરાવવાનું અને ખાળ મગજપર ઠસાવવાનુ સાધન પ્રાપ્ત થાય છે અને પશ્ચાત જીવનમાં જો અનુકુળ પ્રયાસ કરવામાં આવે તે તે જીવન અનુકરણીય થઈ પડેછે. વળી આ કેળવણી સાથે અભ્યાસ, ટેવ અને ઉપદેશની જરૂર છે અને સાથે ધાર્મીક સસ્કારોથી કેળવણી ફલિત થાય છે. આ હકીકત બહુ ઉગ્યેાગી છે, પણ એનુ' વિવેચન યોગ્ય પ્રસંગ પર મુલતવી રાખવામાં આવે છે. અત્યારે તે પ્રસ્તુત નથી. (અપુર્ણ)
૩૪૭
સ્ફુટ વિચાર.
(લખનાર–આસીસ્ટ·ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કાનપૂર'સ-મુંબઇ.) હાલમાં લગભગ ચાર વર્ષથી સુરતમાં આ નામની શાળા શ્રી રત્નસાગરજી ચાલે છે જ્યાં આપણાં બાળકાને ધાર્મીક કેળવણી સાથે વ્યજૈન વિદ્યશાળા, વહારીક જ્ઞાન તથા જરૂરીયતવાળાં બાળકોને કપડાં લત્તાં, જમવા સુરત. તથા રહેવા વીગેરે સાધના પણુ પુરાં પાડવામાં આવેછે. આ પાઠશાળા આજ સુધી કેટલાએક સખી ગ્રહસ્થાની વાર્ષીક મદદથી ચાલે છે અને તેના એક કાલજીવાલા તથા મહેનતુ ઓનરરી મેનેજર મી૰ ચુનીલાલ છગનચંદ શરાના વહીવટ તળે દીનપરદીન વધારે ને વધારે સારૂ કાર્ય અજાવતી જાય છે. પરંતુ તેજ પ્રમાણે તે પોતાનુ કાર્ય ચાગ્ય રીતે ખજાવતી રહે તેને સારૂ ચાલુ ખર્ચને પહેાંચી વળવા સારૂ જોઈતું કાયમ ફૅડ કરીને તેને ટ્રસ્ટના આકારમાં યોગ્ય ધારણ ઉપર મુકવાની જરૂર છે અને તે માટે પોતાના સખી હાથ આ ખાતા તરપૂ લખાવવાને અમારા શ્રીમત જૈન ભાઈઓને અમારી ખાસ વીન'તી છે.
આ શાળા કેવું કાર્ય કરે છે તે ચાલુ માસમાં સરકારી ડે. એ. ઈન્સપેકટર સાહેમ તરફથી લેવામાં આવેલ વાર્ષીક પરીક્ષાના પરીણામ ઉપરથી જણાઈ આવશે જે સબંધમાં સુરતનું “ગુજરાત મીત્ર” પત્ર નીચે પ્રમાણે લખે છે:
“મજકુર શાળાની વાર્ષીક પરીક્ષા તા૦ ૯ અકટોબરને સોમવારથી તા ૧૪ સુધી લેવાઇ હતી. ઈંગ્લીશ ત્રણે ધારણાના અંગ્રેજી વિષય ડેપ્યુટી ઇન્સપેકટર મી. રણછોડદાસ ખ'બાતીએ લીધેા હતા. અંગ્રેજી ત્રીજા તથા ખીજા ધારણનું ૬૨ ટકા જેટલુ પરીણામ આવ્યાથી ને તેમાં પણ અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓએ ૫૦ ટકા કરતાં પણ વધારે માર્કસ મેળવ્યાથી ઇન્સપેકટર સાહેબે તે તરફ સંતાષ જણાવ્યું હતા. પહેલા ધેારણના છે.કરાઓના શીક્ષણ સબધમાં મી. ખંખાતીએ કરેલા શેરામાં કેટલીક કી'મતી સુચના કરી છે. એકદર આખી સ્કુલનું પરીણામ ૫૭.૩ ટકા જેટલું