SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫ હવે કરવું ? ૩૪૫ - હવે સંજોગે સુધારવા એટલે શું એ આપણે વિચારીએ. સંજોગ શબ્દમાં ઘરના માણસે, ગામના માણસ અને સાધુ વર્ગનો સમાવેશ થાય છે. હવે ઘરના માણસો પછી અનુભવી ડેશીઓ અને સ્ત્રી વર્ગ કેટલીકવાર અગત્યના સુધારાની આડે આવે છે તિઓને સુધારવાને રસ્તે કેળવણજ છે. ડેશીઓને ભણવવી નથી, પણ જેમ તેઓ પોતાના અનુભવની ડાહી ડાહી વાત કરે છે તેમજ જે તેઓની પાસે નીતિની સારી સારી વાતે વાંચવામાં આવે છે તેઓ બહ મીઠાશથી સાંભળે છે એ અનુભવ સિધ્ધ છે. વળી તેઓનાં મન પર વાર્તાઓ પરથી ઉપજાવે સાર બહુ સારી અસર પણ કરે છે, પૂકત વાતની ઘડ બરાબર બેસારી તેઓને સમજણમાં ઉતરે તે રૂપમાં વાત કરવી જોઈએ. તેમજ ઘરની બાકીની રસ્ત્રીઓને બાળા, સ્ત્રી, માતા તરીકેની તેમની ફરજો અને ધાર્મિક લાગણીથી થતાં ઐહિક અને પારેલા કક સુખની સમજણ આપીને તેમજ શુધ્ધ વ્યવહાર, રસવતી પાચન, બાળ કેળવણી વિગેરે માનસિક તેમજ શારિરીક કેળવણીમાં ઉપયોગી જ્ઞાન આપી તેઓને અનુકુલ કરી દેવી જોઈએ. આવી રીતે ઘરના સંજોગો અનુકુલ થયા વગર અગત્યના કામો બરબે પડી રહ્યાં છે. - હવે સંજોગોમાં ઘરના માણસે ઉપરાંત એક ગામના, એક કોમના સ્વધર્મી ઘણા માણસે બાકી રહે છે. પિતાનામાં અલ્પવિદ્યા કે બુદ્ધિ હોય છતાં પણ દરેક વ્યક્તિ કોમના કે સમૂહના મોટા અગત્યના સવાલેપર અભિપ્રાય આપવાને પિતાને હકદાર સમજે છે. આને લીધે કેટલીકવાર ઘણું અગત્યના સવાલો માર્યા જાય છે. એક અગત્યને સુધારાનો વિષય હાલમાં લેતાં તેને ઉત્પાદક સર્વને જણાવવા લાયક કાયદા અને લાભે જાહેરમાં રજુ કરે છે, પણ તેને અંતરંગ હેતુ શું છે અથવા તે સુધારણ થયા પછી કોમને કયે પગલે દરવી છે એવી હકીકત ઉત્પાદકના મનમાં હોય છે. આ હેતુ નહિ સમજનારા પણ અભિપ્રાય આપવાને હકદાર સમજનાર પ્રાકૃત માણસેથી ઘણા અગત્યના સવાલ પર કેમ ધારણ કરવાને તૈયાર છે છતાં મુંગી બેસી રહે છે. આવો મનુષ્ય સ્વભાવ છે, તેને દેરનાર અને સર્વ વિચારના પ્રતિકુળ કે અનુકુળ માણસોને પોતાના વિશાળ વિચાર અને ગંભીરતાની છાયા નીચે કાબુમાં રાખનાર અસાધારણ પુણ્ય, બળ અને પુરૂષાર્થવાળો એક વીર જન્મે તે તેની પાસે આ પ્રાકૃત વર્ગનું જોર ચાલતું નથી, બાકી આ વર્ગથી વારંવાર ગેરસમજુતી પણ બહુ ઉત્પન્ન થાય છે. આ વર્ગને સુધારવાનો રસ્તે કેળવણજ છે. “કેળવણી” શબ્દમાં ચાલુ નિશાળમાં અપાતી અક્ષર અને તેના અર્થથી મળતી મગજની કેળવણી ઉપરાંત હદયની કેળવણીને પણ સમાવેશ. થાય છે, એટલે કે કેળવણીથી એકલું મગજ કેળવવું એ અત્ર ઉદ્દેશ નથી અને એકલી માનસિક કેળવણી લઈ પરીક્ષા પાસ કરનારાઓ તરપૂથી કેમે કાંઈ પણ આશા રાખવી નહિ. “કેળવણી” શબ્દમાં માનસિક કેળવણી ઉપરાંત પોતાના પુત્ર, સ્ત્રી, માતપિતા, બંધુ અને કોમ તથા દેશ અને મનુષ્ય જાતિ તરખ પિતાની શી ફરજ છે, શા માટે છે, દરેક કાર્યને હેતુ શું છે એ સમજવાની અને તદનુસાર વર્તન કરાવવાની પ્રેરણા કરનારી નૈતિક કેળવણીને પણ સમાવેશ થાય છે. .
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy