________________
૩૪૨
જૈન કનફરન્સ રેલ્ડ
[ ઓકટોબર,
જો આપશે તે તેના અમલ કરી બીજાને તેના અમલ કરવા ઉપદેશ કરીશુ’ તે તેની અસર જલદી થશે.
સદ્ ઉદ્યોગનુ મૂળ પિરણામે સારૂં આવશે એવી આપણા મનમાં આપણે ખાત્રી શખવી જોઈએ. આપણા શાસ્ત્રમાં દરેક ઠેકાણે એ બાબત સ્પષ્ટ ફરમાન છે, અન્ય દેશના લેાકેાનો ઇતિહાસ તપાસતાં આપણી તેવી ખાત્રી થાય છે. જાપાનની ઉન્નતિ તેના ઉદ્યોગનુજ પિરણામ છે, એ ષ્ટિગોચર છે. મરહુમ જસ્ટીસ મહાદેવ ગોવીંદ શનાડેના એજ સિદ્ધાંત હતા કે દરેક સદ્ ઉદ્યોગનું પિરણામ સારૂ આવશે એવી ખાત્રીથીજ આપણે આપણા કામની શરૂઆત કરવી જોઇએ, જો કે સદ્ ઉદ્યોગનું પરિ ણામ તાત્કાળીક વખતે આપણને માલમ પડશે નહીં તે પણ તેની અસર થયા સિવાય રહેવાની નથી. “દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ.” સમાજને સદ્સ્તેલગાડનાનીજ ખાટ છે. માટે જો આપણને સમાજના ભલાની લાગણી હાય, તેની ઉન્નતિની અભિલાષા હોય, સમાજની ઉન્નતિ એજ આપણી પેાતાની ઉન્નતિ છે એવી ખાત્રી હાય તે આપણે તન, મન અને ધનથી કેાનફન્સે કરેલા ઠરાવાને અમલ કરવા, કરાવવા અને તેની અનુમૈદના કરવા અત્યત ઉદ્યમ કરવા. એજ આપણી દરેકની ફરજ છે, તે ફરજ અદા કરી શાસનની ઉન્નતિ કરવાના વિચાર દરેકના અંતઃકરણમાં ઉદ્ભવ પામે એજ અ’ત:કરણની જીજ્ઞાસા છે.
હવે કરવું શું?
(અંક ૭ પૃ. ૨૩૪ થી ચાલુ.)
(લખનાર–મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ બી. એ. એલ એલ. બી. મુંબઈ. )
આપણે કામ તરીકે ઘણા અગત્યના સવાલાના નિર્ણય કરવાના છે અને તે સખ ધમાં મહાભારત પ્રયાસ કરી કેમને સપાટીપર લાવવાની દ્રવ્યવાનેાની સહાયતા વડે અનુભવી કેળવાયલા આગેવાનાની પૂરજ છે, એ આપણે જોઇ ગયા. વળી કાર્યો એટલાં બધાં કરવાનાં છે કે કાર્યોની મહેાળતા ( સંખ્યા ) અને તે સર્વ તરફ ધ્યાન આપવાની જવાબદારી સાધારણ મગજને તે મુઝાવી નાખે છે, પાછા હુડાવી દે છે, સુસ્ત કરી નાંખે છે. તેથી એવી ઈચ્છા થાય છે કે કેાઈ એવા સહેલા રસ્તા શેાધીએ કે જેથી સર્વ કામેા એ કાર્યની પછવાડે સ્વાભાવિક રીતે આગેવાન તરના પ્રયાસ કે ધ્યાન વગરજ થઈ જાય.
હવે એક તદ્ન સાદી સમજણમાં ઉતરે તેવી હકીકત તરપૂ ધ્યાન ખેચીએ છીએ. એ હકીકત સાદી પણ બહુ વિચારવા જેવી છે. જૈન કામના પ્રત્યેક મનુષ્યા એ વ્યક્તિ કહેવાય છે અને તેની અપેક્ષાએ જૈન કેમ એ સમષ્ટિ કહેવાય છે. 4ક્તિના સરવાળા અથવા સમૂહ એ સમષ્ટિ છે, તેથી વ્યક્તિના કાર્યના સરવાળા એ સમષ્ટિના કાર્યના સરવાળા એ સ્પષ્ટ છે. સમષ્ટિએ વ્યક્તિથી જુદું કાંઇ પણ નથી,