SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઓકટોબર ] કેનપરસે કરેલા ઠરાને અમલ કરવા ઉદ્યોગ કરવાની જરૂર. ૩૩૯ કોનફરન્સ કરેલા ઠરાવોનો અમલ કરવા ઉદ્યોગ કરવાની જરૂર. (લખનાર–વકીલ નંદલાલ લલુભાઇ, વડોદરા.) ધર્મ અને વ્યવહારના દરેક કાર્યમાં કાર્યસિદ્ધિના માટે ઉદ્યોગની અત્યંત આવશ્યકતા છે. જેને જે કે ઉદ્યોગની આવશ્યકતા સ્વિકારે છે પણ ઘણા ભાગે જ્યાં ઉદ્યોગ કરવાનો પ્રસંગ આવે છે ત્યાં આગળ ભવિતવ્યતા ઉપર વિશેષ ભાગે આધાર રાખતા માલુમ પડે છે. કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરવાને પ્રસંગ આવે કે તરતજ એવા ઉદગાર નીકળશે કે “ભાવિ, જેમ થવાનું હશે તેમ થશે.” અથવા કાર્ય કરવામાં મંદ ઉદ્યોગના લીધે સિદ્ધિ ન થાય તે તરતજ “અંતરાયને ઉદય” એ જવાબ આપવામાં આવશે, અને તેને લીધે જૈને વર્તમાન સ્થિતીને પ્રાપ્ત થએલા છે એમ કલ્પના કરવામાં આપણે ભૂલ કરતા જણાઈશું નહીં. પૂર્વ અને વર્તમાનકાળના જૈનેની સંસારિક અને ધામક સ્થિતીને વિચાર કરતાં તેમાં મહત્વને અંતર માલૂમ પડી આવે છે. પૂર્વકાળની શરૂઆત ભગવાન મહાવિર સ્વામીના વખતથી લેઈએ; કેમકે પાંચમા આરાની શરૂઆત તે કાળથીજ થઈ છે. ચોથા અને પાંચમા આરાના સમયમાં મહત્વને તફાવત શાસ્ત્ર દ્રષ્ટિએ માલુમ પડે છે અને તેથી જ આ કાળ આશ્રી પૂર્વની શરૂઆત ત્યાંથી કરવી ઠીક થશે. તે વખતના અને હાલના ધર્માચાર્યો અને સાધુ મહારાજે વચ્ચેની સ્થિતીને વિચાર-એ અધિકાર બહારના કૃત્યને લીધે--કરવાની આવશ્યકતા જણાતી નથી. આપણે આપણું પિતાના સંબંધેજ વિચાર કરીએ એજ તત્વદ્રષ્ટિ હિતાવહ જણાય છે. પર્વના જેનો વ્યવહારી-સંસારીક-કાર્યમાં કુશળ અને ઘણા ભાગે ધર્મ પરાયણ હતા. વેપાર ધંધામાં તેઓ ઘણા આગળ વધેલા હતા, તે માટે દેશાંતર ને દ્વિપાંતર જવાની પ્રવૃતિ વિશેષ હતી. જ્ઞાતી બંધન નહતું, અને તેને પ્રતાપે તેઓ પિતાની ઉનતિ કરી-દ્રવ્યાદિની પ્રાપ્તિ કરી સ્વદેશમાં પરત આવતા, અને યથાવસરે ધર્મ સાધન કરી ગ વખતે સંસાર ત્યાગ કરી, પરિવારને સંસાર ભાર શેંપી, આત્મ સાધન-દિક્ષા અંગીકાર–કરી સદ્ગતિ ભાજન થતા, એમ ધામક કથાઓના અભ્યાસથી જણાય છે. વર્તમાનમાં ઘણા ભાગે તેથી વિપરીત દશા જણાઈ આવે છે. નથી તે આપણે વ્યવહાર કુશળ, નથી તે આપણે ઉદ્યોગ ધંધામાં કુશળ, નથી તો આપણે ધાર્મીક અભ્યાસમાં કુશળ, ને તેથી આપણું વર્તમાન સ્થિતી દયાજનક થઈ પડેલી છે. કેનરજો આપણે ઉદ્ધાર કરવાની શરૂઆત કરેલી છે, અને આપણામાં ચાલતી ખરાબ રૂઢીઓ-ચાલ–બંધન કાઢી નાંખવાની અને સારા વિચારે દાખલ કરી સદ્દ પ્રવૃતિએ લગાડવાની જીજ્ઞાસા ઉત્પન્ન કરી છે, તેવા પ્રસંગે આપણે ભવિતવ્યતા ઉપર આધાર રાખી બેસી રહેવા કરતાં ઉન્નતિના દરે ક સહ કાર્યમાં અત્યંત ઉગ કરવાની જરૂર છે.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy