________________
૧૯૦૫ ]
આદરજ ગામમાં થયેલા ઠરાવે.
૨ લગ્ન પ્રસ ંગે,
ઉપરની મુખ્ય ત્રણ બાબતેા ઉપર તેની પેટા બાબતે સહિત બે કલાક સુધી ભાષણ આપ્યું હતું. શ્રાતા જના એક ચિત્તથી સાંભળતા હતા અને દરેક વાતે કબુલ કરતા જતા હતા. જેથી સભામાં ભાષણ પૂર્ણ થયા બાદ શ્રીજીનેશ્વર ભગવાનની જય એલાવી તેજ દિવસની રાત્રીએ મળવાનું નક્કી ઠરાવી સભા વિસર્જન કરી હતી.
તેજ દિવસની રાત્રે તથા બીજા દિવસની સવારે નિચે પ્રમાણેના ઠરાવ મંજુર કર્યા હતા. ૧ જૈન વીધિ પ્રમાણે લગ્ન થવાને અડયણુ ન આવે માટે આપણી નાતના ગારને સદરહુ વિધિ શીખવાની પ્રજ પાડવી.
૨ બાળ લગ્ન કરવાં નહિં. કન્યાની ઉમર ૧૨ ને છે।કરાની ઉંમર ૧૬ વર્ષની હાવી જોઇએ. લગ્ન પ્રસંગે ટાણાં ગાવાં નહિ'.
૩
૪ ચેાપડા ઉપર ચામડાના પૂંઠાં ચઢાવવાં નહિ
૫ વિલાયતી સાબુ, તથા મીણબત્તી વાપરવાં નહિ
૬ પીંછાંવાળી ટાપીએ વાપરવી નહિ.
૩૧૭
८
ગામની ભાગાળ સુધી જતાં હતાં તે બંધ કરી પેાતાના માહાલ્લાના નાકાસુધીજ જવું, રાંડનાર ખાઈને। દાંતનેા ચૂડે! ન ફેાડતાં ખેડાઢારમાં આપવા.
ヒ
૧૦ રાંડનાર બાઇએ પાંચ માસ ખુણે પાળવેા. હવે ૧૧ માસ પાળવા નહિં તે
૧૧
પર્યુષણુના દિવસેામાં ચાર પાકીએ પાળવો.
મરનાર ઇસમની જે વખતે નનામી કાઢે તે વખતેબરાંમેએ નનામીના પાછળ
ખુણા દરમીયાન તેને દેહેરે તથા અપાસરે સવારે તથા સાંજરે જવાની છુટ છે.
મરનાર ઈસમની પાછળ તુરત લાડવાની માટલી, રોટલા કે સુખડી વગેરે કાંઇ કુતરાને નાંખવાનેા નિયમ નથી જેથી હવે દરેક જણે રૂ. ના અડધાનો ગમે તે જસ મગાવીને નાંખવી.
૧૨ કેઇ બાઇએ છાણાં થાપવાં નહિ.
ઉપર પ્રમાણે નિયમા મજુર કીધા છે ને નિચેના નિયમે ઉપર સદરહુ ગામની સાથે સંબંધ રાખતા ગામના લેાકેાને માલાવી ચરચા ચલાવી નકકી કરવા ઉપર રાખ્યુ છે.
3
૧ ઉધાડી છાતીએ બૈરાંએ કુટવું નહિં.
ર
મરનારની પાછળ જે પુન્યની રકમ કહેવામાં આવે તે તુરત મહાજનને સુપ્રત કરવી. જુવાન માણસ મરી જાય તેવુ' ખરચ કરવાના ચાલછે તે બંધ કરવેા.
૪ લગ્નના પ્રસ ંગે તથા વૃ માણસ મરી જાય તેના ખરચના પ્રસગે એક એક રૂપીએ લેવા. ને તેમાંથી જૈન પુસ્તકાલય સ્થાપી પુસ્તકા ખરીદી મુકવાં ને જેને વાંચવા હાય તેને વાંચવાની છુટ આપવી. સીમતની નાત કરવી નહિ.
૫
ઉપર પ્રમાણેના પાંચ નિયમેા ઉપર ચરચા ચલાવી નકકી કરવા ઉપર રાખ્યુ છે.
વળી વિશેષમાં ત્યાંનું દેરારાર હું થઇ ગયેલ્લું છે અને ચેામાસામા ઢીંચણુપુર પાણી ભરાઈ જાય છે. ને ભગવાનની પુઠ જે ભીતે છે તે ભીત રાજમાર્ગ ઉપર છે જેથા રસ્તે જતાં આવતાં માણસે। ગંદકી વિગેરે કરે છે ને ધણીજ આશાતના થાય છે. દેરાસરની નજીકમાં જોડેજ કે ધર દેરાસર ખાતે વેચાતી રાખેલાં છે જેથી અસલના દેરાસરમાં થેડેક સુધારા કરી આ બે ધર છુટાં કરી બગીચે કિવા દેરાસર આગળ ચેાક કાઢવામાં આવે તે ચેડા ખરચમાં આશાતના ટળે તેમ છે. માટે આ ખાતે મદદ આપવા મારી નમ્ર વિન'તી છે. *ડી તા૦ ૩૦-૮-૦૫
લી॰ સેવક, શેાભાગચંદ મેાહનલાલ શા