SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોન્ફરન્સ હરૈડ. [સપ્ટેમ્બર ઉત્તમોત્તમ નમુનો છે. આખું દેરાસર આરસ પહાણથી જ બંધાવવામાં આવ્યું છે. જેથી જે ખર્ચ તેની પાછલી થયું કહેવામાં આવે છે તે વાત ખરી પણ હોય. પરંતુ બધે આરસપહાણ કે જ્યાં સારું કરવાને માટે હાથ પહોંચી શકતો નથી તે દીવસે દીવસે બગડતો જાય છે અને હાલ ઘણો ખરો ભાગ લગભગ સાદા ભુખરા “ પરબંદરી ) પથ્થર જેવો થવા મંડે છે. આપણા અસલના આવાં ભવ્ય અને શોભાયમાન દેરાસરને આવી રીતે અધોગતિએ પહોંચવા દેવા એ આપણું જેન ભાઈઓને શરમ ભરેલું છે. તેનો જીર્ણોધ્ધાર કરવાનું કામ તરતજ આપણી જેન કોન્ફરન્સની જીર્ણોધ્ધાર કમીટી ધ્યાનમાં લેશે અને તરતજ અમલ તે મુજબ થશે એવા આશા રાખું છું. - થોડા વખત પહેલાં જ્યારે હીંદના વાયસરોય લોર્ડ કર્ઝન ત્યાં પધાર્યા હતા ત્યારે તેમણે દેરાસરનું સમારકામ કરવાની સુચના કરી હતી અને ધમકી આપી હતી કે જો કમીટી તરફૂલ સધારવામાં નહી આવે તો સરકાર તે દેરાસર રીપેર કરાવશે જેથી હાલમાં તે દેરાસરાનો થેડો ધણ ભાગ છે જે ધરતીક ૫થી અગાઉ નુકશાન પહોચે ન હતા તેનું સમારકામ ચાલેલું પરંતુ હજી સુધી આરસપહાણ કે જે ભુખરા પથરની સ્થીતીએ પહોંચવા આવ્યો છે તેને કોઈ રસાયણી રીતે સા* કરાવી તેની અસલની ચળકતી શોભાયમાન સ્થીતીએ લાવવાની જરૂર છે તે કામ કોઈ કરતું નથી. આરસપહાણ સામ્ કરવાથી તેની કીંમતની ગણના થાય અને લોકોની લાગણી તે તર૬ વધારે ખેંચાવા સંભવ છે. આ દેરાસરોની મુલાકાત દરેક જૈને લેવાની જરૂર છે. મારા સાંભળવા મુજબ અમદાવાદના જન ભાઈઓએ આ સ્વાલ ( આરસપહાણ સાર કરાવવાનો છે હાથ ધર્યો હતો અને મુંબઇના પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી - પ્રેફેસર ગજજર સાહેબને શ્રી આબજી તેડી ગયા હતા. તેઓ સ, હેમે તે આરસપહાણને અસલથી ચળકતી સ્થીતીએ પહેલું ચાડવાનું માથે લીધું હતું. પરંતુ અમુક કારણોને લીધે તે કામ ફળીભુત થઈ શક્યું નથી. આશા છે કે આ સ્વાલ તરતજ કેજૂરી વાર કમીટી હાથ ધરશે અને પ્રોફેસર’ ગજજર સાથે વાતચીત કરી આ કામ તરતજમાં પુરૂં કરશે કે જેથી અસલના દેરાસરોનો મહીમા પાછો સજીવન થાય. જેતપુર તા૦ ૨-૯-૧૯૦૫ લી. સકળ સંધનો સેવક, મુળચ દ વ. ઉત્તમચંદ. આદરજ ગામમાં થયેલા ઠરાવો. શ્રી જૈન શ્વેતાંબર કપૂરેસ હેરલ્ડના અધિપતી જોગ. સાહેબ, | હું તા. ૩૦-૮-૦૫ ના રોજ અહિંથી સવારના નવ વાગે નીકળી બપોરના બાર વાગે ગામ આદરજ પહોંપે હતો. ત્યાં જઇ તપાસ કરતાં જણાયું કે જૈન શ્વેતાંબર લોકોનાં થીમ પર છે. તે ઉપરથી ત્યાંના શ્રી મહાજનને મળી તેજ દીવસે બપોરના ત્રણ વાગે એક ભાગ કાપવ' એવો ઠરાવ કર્યો હતો. ઠરાવ પ્રમાણે મજકુર ગામના શેઠ હરગોવિંદભાઈના મકાનમાં એક સભા ભરી હતી. સભામાં આશરે ૫૦ પચાસ બેડના હતી ને પુરૂષો આશરે ૧૫૦ ના આશરે હતા. જેમાં અન્ય દર્શનીઓને પણ ગામ નાનું હોવાને લીધે દાખલ કર્યા હiા. સભામાં આવેલા સર્વને અતિ ઉમ ગ ઉછળી રહ્યો હતો. સ્ત્રી વર્ગની ઈલાયદી એક ગોઠવણ કરી હતી. આ ગામમાં જાહેર વ્યાખ્યાનમાં સ્ત્રીએ એ પ્રથમ ભાગ લીધો હતે ને આજ દીન સુધીમાં મને ભાષણ કરવાના પ્રસંગ મળ્યા છે તેમાં કોઈ પ્રસંગે સ્ત્રી વર્ગ તાજન તરીકે નહોતા, જેથી મને પણ પુષ્કળ હર્ષ પેદા થતાં વખતસર મેં મારું ભાષણ શરૂ કર્થે હતું. જેના મુદ્દા નીચે પ્રમાણે છે: જૈન શ્વેતાંબર કોન્ફરન્સ એટલે શું ? ૨ જન શ્વેતાંબર ક્રન્સ નીચે બતાવેલા વગેરે મુદ્દાઓ હાથ ધર્યા છે. ૧ કેળવણી. ૨ સં૫. ૩ પુસ્તક દ્ધાર. ૪ કર્ણોદ્ધાર. ૫ સાત @ 1, ૬ જી નદયા. ૭ જ્ઞાન, વગેરે. ૩ આપણી જન કોમમાં ચાલતા નઠારા રીવાજો –. ૧ મરણ પ્રસંગે
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy