SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫] શ્રી આબુજી દેરાસર. ૩૧૫ ઉતારા તરીકે ઘણુજ સવડ ભરેલું થઈ પડશે. એક જૈન બેડીંગ માટે જેમ તજવીજ થઈ છે તેમ તેની સાથે એક સારી ધર્મશાળા માટે પણ તજવીજ થઈ છે તે ઘણું જ ખુશી થવા જેવું છે અને તેને માટે ઝવેરી ભાઈચંદ તલકચંદને શ્રી સંઘ તરફથી અમે ઉપકાર માનીએ છીએ. ગયા બે માસમાં અમારા તરફ નીચે જણાવેલ રીપોર્ટી તથા હીસાબે મોકલવામાં આવ્યા છે જેની અમે અત્રે માન સહીત પહોંચ સ્વીકારીએ છીએઃસ્વીકાર. શ્રી બનારસ પાઠશાળાને રીપોર્ટ તથા હીસાબ સંવત ૧૯૬૦. શ્રી પાલનપુર જૈન વિદ્યોતેજક સભાને વાષક રીપોર્ટ સંવત ૧૫૮થી ૧૯૬૧. ધોરાજી પાંજરાપોળને વાષક રીપોર્ટ સંવત ૧૯૫૭. શ્રી માંગરેલ જૈન સભાને રીપોર્ટ સંવત ૧૯૬૦. શ્રી જામનગર પાંજરાપોળને રીપોર્ટ તથા હીસાબ સંવત ૧૫૯-૬૦. શ્રી મહેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાને રીપોર્ટ તથા હીસાબ સંવત ૧૯૫૮-૧૯૬૦. पाटण खाते मळनारी चोथी जैन श्वेतांबर कोन्फरन्सना सबंधमां पाटणना नगरशेठ शेठ हेमचंद वस्ताचंद अमने लखी नणावे छे के संवत १९६२ पाटण खाते चोथी जैन श्वे. तांबर कोन्फरन्स मळयानो ना फागण सुद २, ३ अने ४ वार रवी, सोम अने मंगळ, ता. नक्की थयेलो वखत. २५, २६, २७ माहे फेब्रुआरी सने १९०६ ना दीवसोमक रर करवामां आव्या छे. अमारा पाटण निवासी जैन भाइओने अमारी फक्त एटलीज सुचना छे के जो के केटलांएक अनिवार्य कारणोने लीधे कोन्फरन्स भरवानो वखत तेमने आगळ लेवो पड्यो छे तो पण तेओए एटलं तो ध्यानमा राखवानुं छे के हवे तेमना हाथमां फक्त पांच माल जेटलो टंको वखत रहेलो छे जे आवा मंडळना मेळाव. डाने लगती तैयारीओ करवा माटे काइ विशेष नथी अने तेथी तेओ अत्यारथीन बराबर प्रयास लइ सघळी सामग्रीओ एकठी करवा कृपा करशे. શ્રી આબુજી દેરાસર. જૈન કોન્ફરન્સ હરેન્ડના અધિપતિ સાહેબ, આપણા જૈનોના પવિત્રમાં પવિત્ર તીર્થોમાં એક શ્રી આબુજીનાં દેરાસર પણ ગણાય છે. આ દેરાસર દેલવાડાના દેરાસરના નામથી ઓળખાય છે, અને તે શીરોહીની કમીટીની દેખરેખ હેઠળ છે. શ્રી પાબુજીનું મોટામાં મોટું અને ભવ્ય દેરાસર કે જે શ્રી રિષભદેવ ભગવાનનું છે તે બંધાવવાને લગભગ રૂા. ૧૮) અઢાર કરોડનું ખર્ચ થયું હોય તેમ કહેવામાં આવે છે અને તે બંધાતા લગભગ ૧૪ ચૌદ વર્ષ લાગ્યા છે. આ દેરાસર જન શ્રીમંત શેઠીયા વમળશાનું બંધાવેલ છે જ્યારે બીજું દેરાસર કે જે શ્રી રિષભદેવ ભગવાનના દેરાસરથી ઉતરતું છે તે શ્રી નેમીનાથ ભગવાનનું છે જે પણ ઘણું જ ભવ્ય અને ભાયમાન છે તે શ્રીમંત શેઠ વસ્તુપાળ તેજપાળનું બંધાવેલ છે. ઉપલા દેરાસર લગભગ ૮ થી ૧૦ માં સૈકાના હોય તેમ ઇતીહાસ ઉપરથી માલુમ પડે છે. હીંદુસ્તાનમાં બધા દેરાસરમાંથી શ્રી આબુના દેરાસરો કોતર કામને માટે વખણાય છે. આ દેરાસરો જોવાને મને હાલમાં જ પ્રસંગ મ હતો અને મારે પણ કબુલ કરવું જોઇએ કે ઉપલા દેરાસરોનું કોતર કામ હેરત પમાડનારૂં છે અને અસલના વખતની કારીગીરીને એક આબેહુલ
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy