________________
૩૧૪ જેન કેન્ફરન્સ હરેન્ડ.
[ સપ્ટેમ્બર, ડા દીવસ ઉપર ગુજરાતમાં વીજાપુર, સંખપુર, અમનગર વિગેરે ૨૭ ગામોનું પંચ
શ્રી કડેલી મુકામે મળ્યું હતું અને તે વખતે અત્રેથી શ્રી કડોલી ખાતે મળેલા આપણી કમની ઉન્નતી ઈચછનારા કેટલાક ગ્રહ જેન પંચે કરેલા શુભ તરથી આ સંબંધમાં પત્ર દ્વારા આપવામાં આવેલી 1 ઠરાવો.
સલાહ મુજબ નીચે પ્રમાણે ઠરાવે ત્યાંના પંચે પસાર
કર્યા છે અને તેને માટે અમે ત્યાંના પંચને અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. - ૧–-કન્યા વિક્રયના સંબંધમાં જે ધણી પંચની વેઠીને ઠરાવ ઉપરાંત જે કાંઈ વધારે રૂપીઆ લે તે ધણી પંચનો ગુનેહગાર ગણાય. તે સાથે તેની પાસેથી દંડ લે તથા તે ધણીએ લીધેલી રકમ પાંજરાપોલમાં નંખાવવી.
--જૈન વીધી મુજબ લગ્ન કરવા અને ચોપડીઓ મંગાવી વીધી શીખી લેવા શ્રીમાળી બ્રાહ્મણોને જણાવવું. - ૩––જાન જાય તે દીવસે રાતને ટંક બંધ કરી છેલ્લા દીવસને ટંક વધારે કરે.
૪–હાનીકારક રીવાજ મધ્યે રડવા કુટવા સંબંધી સ્ત્રી તેમજ પુરૂષોમાં ચાલતી રીતમાં સુધારો કરવામાં આવ્યું છે.
પ--પલ્લાની તથા રીતભાતની બાબતમાં રકમ મુકરર કરવામાં આવી છે. --જમણવારમાં --જમણવારમાં જોડા પહેરીને ભાણાં આપવા જવું નહી. ૭-કણબી વગેરે બીજી ન્યાતવાળાને રસોઈ કરવાને ઠેકાણે અડવા દેવા નહીં ૮--ચામડાંનાં પુઠાં નહીં વાપરવા. --કચકડાની ચીજો તથા પીછાંવાળી ટોપીઓ વાપરવી નહીં.
ઉપર પ્રમાણે ઠરાવે કડોલી મુકામે મળેલા પંચે કર્યો છે અને તેને ખાતર તેમને ધન્યવાદ આપવા સાથે તેવાં બીજાં પંચોને પણ તેમને પગલે ચાલવા વિનંતી કરીએ છીએ. મુંબઈની ઓફીસમાં ડીરેકટરીનું કામકાજ સારી રીતે ચાલે છે. કચ્છ, સીધ,
મારવાડ, બંગાળ, મધ્યપ્રાંતે, માળવા વગેરેમાં પણ જૈન ડીરેકટરી, ડીરેકટરીનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધીમાં
હિદુસ્થાનના જુદા જુદા ભાગમાંથી લગભગ ૨૦૦૦ સ્થળની હકીકત અમારી પાસે આવી ગઈ છે. વચ્ચે પર્યુષણ પર્વ આવવાથી અમારા સ્વધમી ભાઈઓ ધર્મ ક્રિયાઓ વગેરેમાં રોકાઈ જવાથી ૧૦-૧૫ દીવસ ડીરેકટરી થવાનું કામ તે સ્થળેમાં સ્વભાવીક રીતે મંદ પડયું હતું અને તેને લીધે કેટલાંક સ્થળોની ડીરેકટરી તૈયાર થઈને આવવામાં કાંઈક ઢીલ થઈ હતી. આવતા મહીનાના ત્રીજા અઠવાડીયામાં બાકી રહી ગયેલાં સ્થળોનાં નામે મેળવવા સારૂં અમારી પાસે જેટલાં ગામોની હકીકત આવી ગઈ છે તે સઘળાં સ્થળોનું જીલ્લાવાર લીસ્ટ અમે પ્રગટ કરવા માંગીએ છીએ કે જેથી કરીને અમારા સ્વધામ જૈન બંધુ ઓ પોતાની જાણનાં રહી જતાં ગામનાં નામે અમને મોકલી શકે. A અમારા સર્વે જૈન ભાઈઓ જાણુને ખુશી થશે કે મુંબઈ જેવા શહેરમાં એક
સારી ધર્મશાળાની ખોટ હતી તે ઝવેરી ભાઈચંદ તલકચંદે એક અગત્યની રૂ. ૧૦૦૦૦ની નાદર સખાવત કરી પુરી પાડી છે. સખાવત.
અત્રેના લાલબાગમાં જમવાને માટે જે પડાલી છે તે
ઉપર આ નાણુથી માળ બાંધવામાં આવશે અને જે : લાલબાગના દેરાસરજીની તદન નજીક હેઈને બહારગામથી આવતા જૈન ભાઈઓને