________________
૧૯૦૫ રકુટ વિચાર
૩૧૩ કરે છે કે આપણા ધર્મ સંબંધી પુસ્તક પ્રગટ થતાં પહેલાં એક પુસ્તક પરીક્ષક કમીટી કે જે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરંસ તરફથી નીમવામાં આવેલી હોય તેની પાસે પાસ કરાવવા અને જે પુસ્તકે આવી રીતે પાસ થઈને પ્રગટ થયાં હોય તેવાંજ પુસ્તકો ખરીદવાની પ્રજાને ભલામણ કરવી. જે પુસ્તક કેવળ ખાનગી લાભ ખાતર પ્રગટ કરવામાં આવે છે તે પુસ્તકે અશુદ્ધ રહી જાય તે કેટલેક અંશે સંભવત છે, જે કે તેમ થાય તે કોઈ પણ રીતે પસંદ કરવા લાયક નથી પરંતુ જે પુસ્તકો સભાઓ યા મંડળો તરફથી પ્રગટ કરવામાં આવે છે તે પુસ્તકમાં આવી અશુદ્ધતાઓ કઈ પણ રીતે રહેવી જોઈએ નહીં અને તેને માટે તેવી સભાઓ અને મંડળના અધિકારીઓ કે જેમના હાથમાં આવાં પુસ્તક વગેરે છપાવવાનું કામ રહેતું હોય તેમને ખાસ સંભાળ રાખવાની અમે સુચના કરીએ છીએ. ઉપર જણાવ્યા પ્રમાણે પુસ્તક પરીક્ષક કમીટી નીમવામાં આવે અને તે કમીટી પુસ્તક તપાસે વગેરે સુચનાઓ જે અમલમાં આવે તો ઘણી સારી વાત છે અને તેથી ઘણાજ લાભ થવાનો સંભવ છે. પરંતુ કમીટીમાં કેને નીમવા, તેમની લાયકાત, તેમનામાં મતભેદ વગેરે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવાને સંભવ છે અને તેથી ટૂંકમાં કહેવાની મતલબ એ છે કે સભાઓ, મંડળે અને ખાનગી ગ્રહ કે જેઓ આપણાં ધાર્મીક પસ્તકે છપાવે છે યા પ્રગટ કરાવે છે તેઓને આ સંબંધમાં સંભાળથી કામ લેવા અમારી ખાસ સુચના છે અને આશા રાખીએ છીએ કે હવે પછી તેઓ તેના ઉપર જરૂર અમલ કરશે. અત્યાર સુધી આપણે ધર્માદા ખાતાએ સાધારણ રીતે મહાજન તરફથી
સંભાળવામાં આવે છે અને આપણામાં તેમજ ધર્માદા ખાતાંઓની સંભાળ હીંદુસ્તાનની જુદી જુદી કેમેમાં પણ તેજ રૂઢી રાખવા માટે રંગુનના મુસલ જવામાં આવે છે. બ્રીટીશ રાજ્યના સ્થાપન થયા માનની કાળજી.
પછી ઈગ્લંડના ટ્રસ્ટના કાયદાને અનુસરીને હાલમાં
ડાએક વખતથી આવાં ધર્માદા ખાતાઓના ટ્રસ્ટ વિગેરે પણ થતાં જોવામાં આવે છે અને અનુભવ ઉપરથી એમ માલમ પડે છે કે જે ખાતાઓનાં ટ્રસ્ટ કરવામાં આવ્યાં હોય છે તે ખાતાંઓને વહીવટ કાંઈક ઠીક રીતે ચાલતે જોવામાં આવે છે. આપણામાં પણ તે રૂઢી દાખલ થયેલી જેવાને અમે ઉત્સુક છીએ. હાલમાં આજ ધરણને અનુસરીને વક એટલે ધર્માદા ખાતાઓની બરાબર સંભાળ રહે તે સારૂ રંગુનમાં મુસલમાન ભાઈઓએ એક મંડળ ઉભું કર્યું છે અને તેમાં પ્રમુખ, સેક્રેટરી અને મેંબર તરીકે ત્યાંના મોભાદાર ગ્રહ જોડાયેલા છે અને આ મંડળનું એગ્ય બંધારણ કરીને તેને રજીસ્ટર કરાવવામાં આવ્યું છે. આપણું ધર્માદા ખાતાંઓ વગેરેને વહીવટ બરાબર રીતે ચલાવવામાં આવે છે કે કેમ તેની તજવીજ રાખવા સારૂં આવું જે એક મંડળ સ્થાપીને તેને ૨જીસ્ટર કરાવવામાં આવે અને જુદાં જુદાં ધર્માદા ખાતાંઓ તરપૂથી. આવાં મંડળની સર્વોપરી સત્તાને સ્વીકાર કરવામાં આવે છે તેથી ઘણો જ લાભ થવા સંભવ છે.