SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જૈન કન્ફરંસ હરેન્ડ. [સપ્ટેમ્બર સ્કુટ વિચાર. દક્ષિણના જૈન ભાઈઓએ આમલનેર ખાતે પ્રાંતિક કોન્ફરંસ મેળવી પોતાની જ સ્થીતી સુધારવા સારૂ પગલાં ભર્યા છે તેમજ અમારા ઉત્તર મધ્ય પ્રાંતમાં પ્રાંતિક ગુજરાત નિવાસી જૈન ભાઈઓએ પણ તેમને પગલે ચાલીને કોન્ફરંસ મેળવવા પેથાપુર ખાતે પ્રાંતિક કોન્ફરંસ મેળવી હતી. વળી આ સાર હિલચાલ પ્રમાણેજ પંજાબ અને મધ્ય પ્રાંતમાં પ્રાંતિક સભાઓ " મેળવવાની હિલચાલ શરૂ થયાનું અમારા સાંભળવામાં આવ્યું હતું અને તે મુજબ સીવનછપરાના ઉત્સાહી ગ્રહસ્થ શેઠ લખમીચંદજી ભુસ ભનસાલીએ પિતાના પ્રાંતના મારવાડી જૈન ભાઈઓમાં જે હાનીકારક રીત રીવાજો દાખલ થયા છે તેને સુધારે કરવા વિચાર કરવા સારૂ તથા તે કોન્ફરંસ નાગપુર, રાયપુર યા જબલપુર એ ત્રણે સ્થળોમાં કયે સ્થળે મેળવવી તથા તેને માટે જોઈતાં સાધનમાં જુદા જુદા સ્થળવાળાઓ શું શું મદદ આપી શકશે તે વિષે જુદા જુદા સ્થળોના જૈન સંઘના અભિપ્રાય માગવા સારૂ પિતાના નામથી છાપેલ વિજ્ઞપ્તી પત્ર મેકલ્યા છે જેમાં એક અમારા ઉપર પણ અમારા અભિપ્રાય સારૂ આવ્યો છે. મધ્ય પ્રાંતમાં પ્રાંતિક સભા મેળવવા સારૂ શેઠ લખમીચંદજી તરપૂથી આ જે હીલચાલ કરવામાં આવે છે તેને અમારી સંપુર્ણ સંમતી છે અને અંતઃકરણથી ઈચ્છીએ છીએ કે આ હીલચાલ સંપુર્ણ રીતે ફતેહમંદ નીવડે. મધ્ય પ્રાંતમાં આપણા જૈન ભાઈઓની મહટી વસ્તી છે અને જેમાં મુખ્યત્વે કરીને મારવાડી ભાઈઓને માટે સમુહ છે. આ સર્વે ભાઈઓ ત્યાં વ્યાપારાદિ સારૂ જઈને વસેલા છે અને જે કે પૈસે ટકે તેઓ બીજા પ્રાંતને મુકાબલે સુખી હશે પરંતુ યેચ કેળવણીની ગેરહાજરીને લીધે અન્ય શાસ્ત્ર મુજબ ધામક ક્રિયાઓ, સારે નરસે પ્રસંગે જમણવારે વિગેસ્માં છેટાં ખર્ચે, લગ્ન પ્રસંગે નાચ પાર્ટીઓ આપવી, આતશબાજી છોડવી કન્યા વિકય વિગેરે અનેક રીત રીવાજો તેમનામાં પણ ઘણે ભાગે જોવામાં આવે છે અને આ સર્વે રીત રીવાજો નાબુદ કરવા તથા આપણા પિતાના શાસ્ત્રના પૂરમાન મુજબ વર્તવા તથા પિતાની ધામક અને સંસારીક ઉન્નતી કેમ થાય તેને એક સભાના આકારમાં મળીને તેઓ વિચાર કરે તે ખરેખર પ્રસંશનીય છે. આ સંબંધમાં અમે શેઠ લખમીચંદજી ભુરા ભનસાલી જે પ્રયાસ લે છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ પ્રાંતના અન્ય ધર્માભિમાની ભાઈઓ પણ તેમણે ઉપાડેલા આ કાર્યને હરેક રીતે મદદ આપશે. છાપા કળાની સવડતાને લીધે આજકાલ આપણું સેંકડે જૈન ગ્રંથ છપાઈને બહાર પડે છે અને તેને લીધે આપણું પવિત્ર ધર્મના સીદ્ધાંતો પુસ્તક પરિક્ષક વગેરે જાણવાનું દરેકને સહેલાઈથી બની શકે છે અને તે બિટી. ખરેખર ખુશી થવા જેવું છે. પરંતુ આ સંબંધમાં આ પુસ્તકો માંના ઘણું ખરાં બહુ અશુદ્ધ હોય છે એવી પૂર્યાદ વખતો 5 વખત અમારા તરફ આવે છે અને તે માટે એક મુનીરાજ અમને એવી સુચના
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy