SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ જૈન કે જૂસ હેરે. ઓિગષ્ટ આપણે કેન્ફરન્સમાં જીર્ણોદ્ધાર, જુની વસ્તુઓને સંગ્રહ કરવા વગેરે કરાવે કર્યા જઇએ છીએ ત્યારે બીજી બાજુ ઉપર લખ્યા પ્રમાણે વાળાકુચીના ઘસારાથી બીબ ઊપરના લેખ તેમજ પ્રતિમાના દરેક અવ્યવોને ઘસારો કરી જીર્ણ વસ્તુનું નામ નીકંદન કરવાના પગલાં ભરીએ છીએ. આવી ભીન્નતા સૂચવે છે કે આપણે ખરે માર્ગે પ્રવર્તતા નથી તે અતિ શેકજનક છે. મારા વ્હાલા જૈન બંધુઓ ! જ્યારે અન્ય દેશ દેશની સરકારે સંગ્રહસ્થાન (Museum) બનાવી જુની વસ્તુઓને સંગ્રહ કરે છે ત્યારે આપણે જીર્ણોધ્ધાર કરવાને બદલે જીર્ણ વસ્તુઓને વિનાશ કરીએ છઈએ. કેઇ એમસવાલ કરે કે વાસી ચંદન વગેરે કેમ સાફ કરવું ? શું આપણેજ ત્યારે મૂર્તિપૂજકો છીએ. નહિ ! અન્ય ધર્મને લેકે પૂજા કરે છે, ચંદનાદિ વિલેપન કરે છે, પ્રક્ષાલન કરી સાકરે છે, પણ તેઓ આપણું માપક અનર્થકારક વાળાકુંચી વગર સારી રીતે દેષ રહિત પૂજા કરે છે તે આપણે આપણી આ અજ્ઞાનતાને નાશ કરવો જોઈએ તથા સુધારો કરવા મથન કરવું જોઈએ. પ્રભુજીના અંગ ઉપરનું ચંદન વગેરે સાપ કરવાને રૂપાની સળીઓ બનાવીને જોયેલ મલમલના પાટા વીટીને ધીમે ધીમે સાફ કરીએ તે ગમે તે અવ્યવો સહેલાઈથી સાફ થઈ શકે. પણ તેમ કરવામાં ધિરજ તથા દર વર્ષે ચેડા પૈસાને ઉપભેગ આપવો જોઈએ. તે શું તે આપણાથી ન બની શકે? ખાસ પૂજારીઓ આ કામ માટે રોકવામાં આવે છે અને જેનું કામ આખો દિવસ દેરાસરજીમાં પૂજા સંબંધી સાપુ સુફ કરવાનું છે, એટલે જે ધિરજની જરૂર છે તે પૂજારીઓ પૂરી પાડી શકે અને ભક્તિ યુક્ત જૈન ગ્રહ પિસા સંબંધી સહાયતા આપી શકે તે આ બન્ને મુશ્કેલીઓ સહેલાઈથી દૂર થઈ શકે અને અનંતા પાપબંધનમાંથી આપણે શીધ્ર મુક્ત થઈ શકીએ તેમાં સંદેહ નથી. કહેવત છે કે “When there is a will there is a way.” તે પ્રમાણે વાળાકુંચીની આશાતના ટાળવા માટે નીચે પ્રમાણે ઠરાવ કરવાની આવશ્યક્તા છેઃ(૧) જેમ પીછાની પીઓ, કચકડાની જણસે, ચામડાંના પુઠાં વગેરે નહિ વાપરવા કોન્ફરન્સ કરો કર્યા છે તેમ પૂજામાં વાળાકુંચી નહિ વાપ રવા ઠરાવ કરે. (૨) કોન્ફરન્સના ઠરાવને દરેક જગ્યાએ અમલમાં મૂકવા બનતે પ્રયાસ કરે જોઈએ. (૩) વાળાકુંચી માટે પુરતું જળ વાપરવું અને સાપ્ત કરવા માટે રૂપાની સળી અને શુધ્ધ કરેલ કપડાને ઉપયોગ કરતા રહેવું અથવા તે તે કઈ બીજે ઉત્તમ ઉપાય જ જોઈએ. (૪) ધિરજ અને ખંતથી કામ કરનાર ગોઠી યા પુજારી રાખવા જોઈએ. (૫) ઊપલા ઠરાવો અમલમાં બરોબર આવે છે કે નહિ તે માટે દરેક જગ્યાએ કમીટી નીમવી જોઈએ. ઊપરના લેખમાં કઈને ભિન્નતા જણાય તે મહેરબાની કરી આ પત્ર દ્વારાએ લખશે તે હું ઊપકારી થઈશ.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy