________________
૧૦૯૫] વાળાકુંચી.
૨૭૭ આપણુ ધર્મને મૂળ પાયે “હંસા પરમો ધર્મ છે અને તે આધારે જે કે સર્વત્ર અને હિંસાને એકાંત ત્યાગ સંસારમાં રહીએ છઈએ ત્યાં સુધી કરી શકતા નથી પણ જેટલે દરજે તે મૂળ આશય સચવાય તેટલે પ્રયત્ન કરીએ છઈએ. આ પણ ધર્મમાં તે સાથે એમ પણ છે કે હિંસા કરવી, કરાવવી, તથા અનમેદવી તે સર્વેથી અશુભ કર્મને ઉદય થાય છે તે ઉપરાંત મન, વચન, કે કાયાના કેઈ પણને
ગ થવાથી પણ અશુભ કર્મને ઉદય થાય છે. એક અડદને કુકડા કરીને વસુદેવ રાજાએ મારી નાંખવાથી તથા શ્રેણીક રાજાના વખતના એક કસાઈએ કુવામાં પાડાનુ ચિંતવન કરીને ફકત લીટા દેરવાથી અને તે પ્રમાણે મનના માઠા પરિણામથી પણ કેવું નાપાક કર્મ ઉપાર્જન કર્યું છે તે આપણા ઘણાના જાણવામાં છે. મતલબ કે ઉ. પરના ત્રિવિધ ત્રીવિધ ગણતાં નવ પ્રકારમાંથી ગમે તે પ્રકારે હિંસા કરવાથી અશુભ કર્મ પમાય છે, પછી તે હિંસા સૂમ કે બાદર જીવની હોય તે પણ તફાવત પડે નથી. તોપણ વ્યવહારીક આંખે જોતાં સૂક્ષ્મ વનસ્પતિ કરતાં મોટી વનસ્પતિ, મોટી વનસ્પતિ કરતાં પશુને, પશુ કરતાં મનુષ્યને, મનુષ્ય કરતાં સાધુ સાવિને અને સાધુ સાથ્વિ કરતાં તીર્થંકર મહારાજને ઉપદ્રવ કરવામાં બળવત્તર પાચકર્મ બંધાય છે. હવે તીર્થંકર મહારાજ પ્રત્યક્ષ હોય કે પ્રતિમા રૂપે હોય અને તેમને ઉપદ્રવ કરવામાં આવે તો પણ તે સરખું જ ગણાય.
વાંચક જનને સ્વભાવિક મનમાં શંકા થશે કે અહિ વાળાકુંચીના વિષય સાથે તીર્થકર મહારાજની આશાતનાને શું સંબંધ છે? આપણે જાણીએ છીયે કે દેરાર, રેમાં પૂજા કરતાં પ્રભુજીને અંગહણ કરતાં પ્રથમ પ્રક્ષાલન કરવું પડે છે અને પછી વાસી ચંદનાદિ હોય તેને સાફ કરવાને વાળાકુંચી કે જે કલંકીત તથા અનર્થ ઉત્પન્ન કરનારી છે તેનો ઉપયોગ લેવાય છે. વાળાકુંચીને આવા હલકાં વિશેષણો શા માટે લગાડવાં પડે છે તે કે તેના ઘસવાથી કેટલેક ઠેકાણે અજ્ઞાન પૂજારીઓ ખૂબ ભાર દઈને ઘસે છે તેથી પ્રભુજીનું અંગ (પ્રતિમા) ઘસાય છે અને તેમ દરરોજ ઘસાવાથી લાંબા કાળે તેનું એવું સ્વરૂપ થાય છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે. આવી સ્થિતી ધાતુની પ્રતિમાની થાય છે એમ નહિ પણ આરસના બીબની પણ તેવિજ અવસ્થા થાય છે. જેમ સર્વેથી કઠણ ગણાતા કાળમીઠા પથ્થરને કુવા ઉપરની પણુઆરીઓના દેરડાના ઘસાવાથી ઉડા કાપા પડી જાય છે અને લાંબે કાળે ભાંગી જાય છે તે આરસપહાણ કે ધાતુની પ્રતિમાની શી વાત! મોટી પ્રતિમા હોય તે બેડોળ થતી આકૃતિ એકદમ નજરે નથી પડતી પણ આગળ આગળની પ્રતિમા હોય તે એક બે વર્ષમાં તેનું રૂપ કેવું થાય છે તેને અનુભવ પૂજા કરનારા જાણતા હશેજ. તથા હમેશાં સંપૂર્ણ પ્રક્ષાલન કરવાને બદલે વાળાકુંચીને એક છેડે વારંવાર પાણીમાં બળીને ઘસાય છે એટલે કે મૂર્તિ બરાબર સાફ થતી નથી અને તેથી વાળાકુચીના કટકા થયેલ કુચડાને ભાગ પ્રભુજીના અંગ ઊપર ખૂણે ખાંચરે ભરાઈ જાય છે અને પૂજાના નામને એબ લગાડે છે. ભાઈઓ! શું આ થોડે અનર્થ કહેવાય ?