________________
૨૭૬ જૈન કન્ટ્રન્સ હેરેલ.
ઓગષ્ટ જાય છે તેમજ આપણી પાસે છેડા રૂપિયા હોય તેના કરતાં ઘણું માણસના ઝાઝા રૂપિયાનું એક મોટું ભંડોળ એકઠું થવાથી એક વેપારની મેટી પેઢી (મુંબઈ બેંક જેવી બેકમાં ઘણું માણસેના શેરેથી નાણા એકઠા કરવાથી, જેમ મોટી પેઢી) બની કરેડો રૂપિયા પેદા કરે છે, તેમાં વિવિધ વિચાર અને બળવાળા એક કાળે થતાં એક જાતના વિચારોથી સમર્થ થઈ બળ જામે છે અને તે વડે મોટા મોટા કઠણ અને ઉત્તમ કાર્યો સરળતાથી સાધી શકાય છે. જેથી આવું સમગ્ર હીત કરવાને મુદત અને બળની જરૂર છે અને તેવું બળ ધીમે ધીમે વધતું જાય છે એવું આપણે આ વખતે વડોદરા મુકામે જોયેલ છે. તે ઉપરથી આપણે ત્રણ વર્ષથી કરતા આવેલ કાર્ય આગળ ઉપર વધારે બળવાન થઈ, આપણાને બંને પ્રકારના સુખસાધન સંપાદન કરાવશે તેમાં શક નથી. પરંતુ તેવું બોલવા કરતાં અથવા બીજો કોઈ પણ વિચાર નહીં કરતાં આ મંડળની ઐક્યતામાં તેના બળમાં–તેમાં થતા કાર્યોને અમલ કરવામાં કેમ રૂચી થાય તેવા ઉપાયે દરેક જૈન બંધુઓએ લેવાની તાત્કાલીક જરૂર છે. જેમ જેમ તેવા ઉપાયે જાતા જશે, જેમ જેમ તેના બળની વૃધ્ધિ થતી જશે, તેમ તેમ તેને સમગ્ર લાભ આપણી કમને સ્વભાવિક પ્રગટ થયા વિના રહેશે નહીં.
કેઈ મનુષ્ય કેઈ કામ અગર વેપાર તેમાં તે થશે તેવું સમજીને કરજ નથી, પરંતુ તેમાં પ્રમાણીકપણું, ખંત અને ઊદ્યમ સતેજ રાખશે તે તેમાં તે ખાવ્યા વિના રહેજ નહીં, તે આવા સમગ્ર હિત કરવાના હેતુવાળા આ મંડળને જે જૈન બંધુઓ (આપણે) ખંતથી મદદ કરીએ, તેના કાર્યને માન આપીયે, તેમાં નિષ્કપટપણે અને નિભમાનપણે ભાગ લઈ તેમાં થતાં કાર્યોને અમલ કરીયે, કરાવીયે અને આવા મંડળનું દીનપ્રતિદીન શ્રેય ઈચ્છીયે તે આપણે આપણા કુટુંબનું–આપણે કેમનું શ્રેય થયા સિવાય રહેવાનું જ નથી.
(અપૂર્ણ).
વાળાકુચી
લખનાર-ત્રીભવનદાસ લહેરચંદ શાહ. એલ. એમ. એંડ ઐસ. પોરબંદર). વાળા કુંચી એ શબ્દથી સર્વ કઈ જૈન મૂર્તિપૂજક જાણીતા હશેજ. તે સુગધી વાળાની બને છે અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈની બાંધવામાં આવે છે. વાળ કચી વિશે શું હશે અને આવી નીર્જીવ વસ્તુ માટે અહિ શું લખવામાં આવ્યું હશે તે મનમાં તરત સવાલ ઉત્પન્ન થાય પણ વાંચક જનને વિચાર કરવાની બહુ તસ્દી આપવા પહેલાં બેદયુક્ત એટલું જ છે કે તે અત્યંત અનર્થ ઉપજાવનારી વસ્તુ છે, તે સુજ્ઞને નીચેની હકીકતથી જાહેર થશે.