________________
૧૯૦૫ કોન્ફરન્સની અગત્યતા સંબંધી જૈન બંધુઓને અમૂલ્ય સૂચના. ર૭૫ કાર્યો હાથમાં લે નહી અને તેવા મંડળોના કાર્ય કરનારાઓને જ્યાં સુધી મદદ કરી તેવા કાર્યો ઝીલી લઈ તે પ્રમાણે તેને અમલ કરી વર્તન સુધારીએ નહીં ત્યાં સુધી આપણે અથવા આપણે વ્યવહાર સુધરવાને નથી, તેમજ ધાર્મિક સુખ પણ મેળવવાના નથી. જેથી આપણે બંને પ્રકારના સુખો લેવા ઈચછનારા જૈન બંધુઓએ પ્રથમ પિતાના વિચારો સુધારવા જોઈએ અને સમગ્ર રીતે જન સમાજના આચાર વિચાર સુધારવા માટે હંમેશા કેન્ફરન્સ જેવા મહાન સમાજ કાર્ય કરી શકે છે જેથી આવા પ્રકારને ભગીરથ પ્રયત્ન આપણું ઉપર બતાવેલ બંને પ્રકારના સુખ મેળવવા માટે સંપૂર્ણ અંશે આપણી આ કોન્ફરન્સ ઉઠાવે છે જેથી તેને દરેક જૈન બંધુઓએ પૈસાથી, પોતાની બુદ્ધિથી, પિતાના હદય બળથી, પિતાના વિચારોથી તેને બળ આપવાની જરૂર છે. આવા આવા શુધ્ધ વિચારોનું સમગ્ર બળ સર્વ બળામાં સર્વોત્કૃષ્ટ છે. તેથી કરી ઘણું મનુષ્યનું તેવા વિચારે અને તે પ્રમાણે વર્તન તથા અમલ કરવાની પ્રવૃતીએ કરીને અનેક જાતની સુધારણ થતાં હીત થઈ શકશે.
પ્રીય જૈન બંધુઓ ! તમો ઉત્તમ, મધ્યમ કે કનીષ્ટ વિચારવાળા અને અધિકાર વાળા છે તે પણ આવા મંડળમાં ભાગ લેવાથી, તેમાં થતાં કાર્યોને પૂર્ણ રીતે માન આપી અમલ કરવાથી આપણે અમુક વખતે આપણે ઉચ્ચ વ્યવહાર બનાવી શકીશું. અને તેવી રીતે ઉચ્ચ વ્યવહાર બનવાથી આપણું ધર્મની લાગણીઓ પૂરાયમાન થતાં ઉત્તમતા પામી કમે ક્રમે સીધ્ધ પદ પ્રાપ્ત થવામાં મુશ્કેલી નડતી દુર થશે.
હું દુઃખી છું, હું વ્યાધીવાન છું, હું દારિદ્રવાન છું એવા પિકારો શા માટે પાડવા જોઈએ? તે પોકારે બંધ કરવાને વ્યવહારિક તથા ધાર્મિક સુખ પામવાના ઉપાય પેજવાની જરૂર છે. તે ઉપાસે જવાને માટે આવા કેન્ફરન્સ મંડળમાં દાખલ થઈ તેને મદદ કરવાની જરૂર છે, તેના વિચારોનું પોષણ કરવાની જરૂર છે, તેમાં મુકાતા ઠરાવોને અમલ કરી તે પ્રમાણે ચાલવાની જરૂર છે, અને તે પ્રમાણે વર્તન કરવા કરાવવાની જરૂર છે. જેથી પરિણામે આપણે જે જાતનું દુઃખ હશે તે તે પ્રમાણે વર્તવાથી, અમલ કરવાથી તેનું શ્રેય ઈચ્છવાથી, તેને આત્મિક બળ આપવાથી મટશેજ.
આવા મંડળથી અને તેમાં થતાં કાર્યોથી વ્યવહારિક સુખ મેળવનારને તે, અને ધાર્મિક સુખ મેળવનાર તે, અને બંને મેળવવા ઈચ્છનારને બંને સુખ મળશે. એટલું જ નહીં પણ સમગ્ર જ્ઞાન–સમગ્ર સુખ-સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર સામર્થ્ય, સમગ્ર વૈભવ અને સમગ્ર લાભ એ વિગેરે પ્રાપ્ત કરવાને માટે આ કાળમાં આવા મંડળની જરૂર છે. તેમજ આવા મંડળના સવિચારોનું અને તેમાં થતાં કાર્યોનું બળ વધારવાની અને તે વધારવા તેને અમલ કરવા સૈ જૈન બંધુઓની પૂરજ છે. આવી આવી ઉચ્ચ પ્રવૃતીઓ થવા માટે થોડી મુદત અને ઝાઝા બળની જરૂર છે. કેટલાએક ભાઈઓ કદાચ
એવો વિચાર કરતા હશે કે ત્રણ વર્ષમાં કેન્ફરન્સ શું કર્યું, તે તેના જવાબમાં એટલુંજ માત્ર બશ થશે કે-જેમ નાના નાના ઝરણું એકઠા થઈ એક મોટી નદી બની