________________
૧૯૦૫]
२७८
જૈન બંધુઓની પડતીનું એક સજડ કારણ. જન બંધુઓની પડતીનું એક સજડ કારણ અને
તે નાબુદ કરવાની દરખાસ્ત.'
( લખનાર–કેશવલાલ હીરાલાલ. ) જ્યારે હું મારા સ્વધર્મી ભાઈઓ તર નજર કરું છું ત્યારે ચમત્કારીક દેખાવ મારી નજરે પડે છે. તે એ છે કે કેટલાક મારા ભાઈઓએ હલકી કોમની ઓરતે સાથે સંબંધ કર્યો છે, કેટલાકે તેઓની સાથે જમવાનું શરૂ કર્યું છે, કેટલાકે તેઓના હાથનું રાંધેલું જમવાનું શરૂ કર્યું છે, અને કેટલાક તે છેક તેવા વર્ણની સ્ત્રીઓ સાથે ઘર માંડી બેઠા છે. જૈન ગ્રહસ્થ કેલણ, વાઘરણ કે દરજીની રાંડરાંડ, ધણીઆતી અને કુંવારી તેની સાથે ઘર માંડી બેઠા છે ! એટલું જ નહીં પણ સસ લમાન ઓરત સુધાંત પોતાના ઘરમાં લાવ્યા છે, અને તેવા દાખલા આ દેશમાં મોજુદ છે. તેવામાં તર સાધારણ રીતે આપણે સર્વ ધીકારની નજરથી જોઈએ છીએ, પણ તેઓનું આ નીચ કૃત્ય કરવાનું કારણ શોધી તે દુર કરવાનો પ્રયાસ કરવાનું ઘણાજ છેડાને મન થતું જણાય છે. આવી રીતે કરનારમાંથી ઘણાખરાઓનું કારણ એ નિકળે છે કે પચીસ ત્રીશ વર્ષની ઉમરે પહોંચ્યાં છતાં, ગુજરાન કરવા શક્તીમાન થયાં છતાં, સ્વધર્મી અને સ્વજ્ઞાતીની કઈ કન્યા મળી શકી નહી, કારણ કે સ્વધર્મી વર્ગમાં કન્યાવિક્રયને પ્રચાર વધી જવાથી હજાર બલકે તેથી પણ વધારે રૂપીઆ કન્યાના લીધા સીવાય ઘણું ચેડા કન્યા પરણાવે છે. જુવાનીનુ એકલા રહેવાનું દુઃખ વેઠવું, કામ ધંધાથી પરવારે ત્યારે એકલા ઘેર રહેવું, શેક આનદમાં કઈ સહભા ગીની સીવાય વધારે પીડાવું એ બધું સહન ન થઈ શકવાથી ન છૂટકે લાઈલાજ બનીને આ કુડું કૃત્ય તેઓને કરવું પડે છે.
મારી સ્વધર્મી બેહેને તરફ નજર કરૂં છું તે જૈનશાળામાં અભ્યાસ કરતી બહેનેમાંથી કેટલીક ૧૪-૧૬–૧૮-૨૦ અને ૨૨ વરસ સુધીની કુંવારી નજરે પડે છે. ઉપાશ્રયમાં સામાયિક પ્રતિકમણના વખત ઉપર ૨૦ વરસની અંદરની રાંડરડે નીહાછું છું. આવા ૨જ ઉપજાવનારા વખતે પણ તેની દયાજનક સ્થીતી તથા કમનશીબીનું કારણ શોધવા સ્વભાવીક મન થાય છે.
આ બધી પડતી સ્થીતીનું કારણ બીજા ઘણા કારણોમાંનું મુખ્ય એક માલુમ પડે છે. તેને “કન્યા વેચાણ” કહે કે “કન્યા વિકય” કહો. આ અધમ રીવાજથી આપણી જ્ઞાતીમાં મોટી ઉમરનાં સ્ત્રી પુરૂષે અવીવાહીત માલુમ પડે છે. કારણ કે હાલની ટુકી કમાણીના અંગે હજારો રૂપીઆ આપીને પરણવાનું ઘણાખરાઓથી બની શકતું નથી. અને જ્યારે યંગ્ય ઉમર અને લાયકાતવાળા પાસેથી પિસા નથી મળી શકતા ત્યારે પચાસ વરસ ઉપરાંતના અગર તે તુલા, લંગડા, આંધળા કે કઈ પણ શારીરીક ખોડવાળા અગર પરધર્મવાળાને કન્યા આપે છે અને કાંતે સુકમળ