________________
જૈન કેનફરન્સ હરે....
[ ફેબ્રુઆરી કરીએ છીએ તેને બેશક એકદમ નહીં તે ધીમે ધીમે અમલ થયા કરે જોઈએ અને અમને જણાવતાં ખુશી ઉત્પન્ન થાય છે કે અત્યાર સુધીમાં મળેલી કેન્ફરન્સની બેઠકમાં પસાર થયેલા ઠરા અમલમાં મુકવાની શરૂઆત થવા માંડી છે અને ખાત્રીથી માનીએ છીએ કે આ પ્રમાણેના થોડા વર્ષના ઉત્સાહ ભરેલા ચાલુ પ્રયાસથી કોન્ફરન્સના સઘળા ઠરાવો અમલમાં આવેલા જેવાને આપણે ભાગ્યશાળી થઈશું. પરંતુ આ સઘળા ઠરાવોમાં હીંદુસ્તાનની જૈન ડીરેકટરી તૈયાર કરવાને ઠરાવ એક એવા પ્રકારને છે કે અમુક એક વ્યક્તિ યા સ્થળ આ ઠરાવને અમલમાં મુકવાને તદન અશક્ત છે કે તે સાથે એટલું પણ નક્કી છે કે દરેક જૈન વસ્તીવાલાં સ્થળની બેકે દરેક જૈનભાઈની મદદ વગર તેવી ડીરેકટરી તૈયાર થવી અશક્ય છે. આ ઠરાવ આવા પ્રકારનું હોવાથી જે દરેક સ્થળ પિતાની ડીરેકટરી તૈયાર કરે તે પછી તે ઉપરથી હીંદુસ્તાનની ડીરેકટરી તૈયાર કરવાનું ઘણું જ સુગમ થઈ પડે. આપણે સઘળા સારી પેઠે જાણીએ છીએ કે ડીરેકટરી જેવી એક નોંધ વગર આપણા ધર્મ તેમજ આપણ ધમી ભાઈઓ સબંધીની ઘણએક હકીકતથી આપણે બીનવાકીફ રહીએ છીએ અને હાલમાં આપણી કોન્ફરન્સ જે ધોરણથી કામ કરે છે તેને માટે તે ખાસ કરીને પિતાની મદદગ્ય સ્થળે પહોંચે તેટલા સારૂ આવી ડીરેકટરીની ખાસ અગત્ય છે. આ ડીરેકટરી તૈયાર કરવા માટે આપણા વેતાંબર મૂર્તિપુજક જૈન ભાઈઓની વસ્તી કયાં કયાં સ્થળોમાં છે તે જાણવાની પહેલ વહેલી જરૂર છે કારણ કે
જ્યાં સુધી આપણને તેવાં ગામનાં નામની ખબર નથી ત્યાં સુધી તેવાં ગામેની હકીકત પત્રવ્યવહાર ચા માણસે મેકલી મેળવવી અશક્ય છે. આ સંબંધમાં કોન્ફરન્સમાં પસાર થયેલા ઠરાવમાં બતાવ્યા મુજબ આપણી વસ્તી, મંદિરે અને પ્રતિમાઓ, જ્ઞાન ભંડારે, પાઠશાળાઓ, પુર્વાચાર્ય પ્રણિત ગ્રંથ વિગેરે સંબંધી હકીકત આ પુસ્તકમાં એકઠી કરવાની છે. અને તેથી સર્વે ભાઈઓ સહેજ સમજી શકશે કે આવી ડીરેકટરી કેટલી બધી ઉપયોગી થઈ પડવાને સંભવ છે. આવી ડીરેકટરીની અગત્યતા સર્વમાન્ય છે અને તેથી તે સંબંધમાં કાંઈ પણ વિશેશ કહેવાની જરૂર નથી. આ બાબતમાં મુખ્ય સવાલ આ સઘળી હકીકત કેવી રીતે એકઠી કરવી એટલેજ છે. આવી ડીરેક્ટરી સંબંધી હકીકત એકઠી કરવા માટે ટારૂઆતમાં આપણી વસ્તીવાળાં સ્થળોનાં નામની પ્રથમ જરૂર છે અને જ્યાં તે સઘળાં તે આપણા જાણવામાં આવ્યાં એટલે ડીરેકટરી તૈયાર કરવાનો પહેલે અંક સમાપ્ત થાય છે. આવી રીતે સ્થળનાં નામે જાણ્યા પછી તે સંબધી હકીકત એકઠી કરવી તે આ કાર્યને બીજો અંક છે અને ઘણાં પાત્રોની મદદ વગર તે પુર્ણ રીતે ભજવે મુકેલ છે. દરેક કાણની જૈન વસ્તીની જુદી જુદી હકીકત સાથે મનુષ્યવાર ગણત્રી કરવા સારૂ ઘણું માણસોની જરૂર છે અને તે માટે જેવી રીતે નામદાર બ્રીટીશ સરકાર તરફથી લટીયરે મારફતે દર દશ દશ વર્ષે વસ્તીની ગણત્રી કરવામાં આવે છે તેવીજ રીતે જે આ કાર્ય કરવામાં આવે તે ઘણું જ સહેલાઈથી અને ઓછે ખર્ચે આપણા સંબંધી સર્વ ઉપયોગી કીકત ડી મુદતના અરસામાં આપણે મેળવવા શક્તીવાન થઈએ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની મુંબઈની એફીસ તરફથી આવી રીતે ડીરેકટરી તૈયાર કરવાની શરૂઆત છેડા ખિતમાં થનાર છે પરંતુ તે સંબંધમાં જુદા જુદા સ્થળોના જૈન ભાઈઓ પિત પિતાના