________________
૧૯૦૫] વાઘરીઓનું મહાપાપ.
૨૪૫ વાઘરીઓનું મહાપાપ..
(લખનાર-લાભશંકર લક્ષમીદાસ-જુનાગઢ.) સંખ્યાબંધ તદુરસ્ત, ઘાયલ થયેલાં તથા દરદી પક્ષીઓ, વાંદરાં વગેરે નાનાં જનાવરે આપણી 'પાંજરાપોળ્યમાં વખતો વખત જોવામાં આવે છે. કુદરતે જે બીચારાં જનાવરને ઝાડેઝાડને જંગલેજંગલ ઉડવા તથા કુદવાને સરજેલાં તેમને આ પ્રમાણે શા માટે જીવે ત્યાં સુધી કેદ રાખવામાં આવે છે એવો સવાલ પાંજરાપોળના અધીકારીઓને પુછતાં એવો જવાબ મળે છે કે મહાજનના લકે તેમને વાઘરીઓ પાસેથી છેડાવીને અહીં મુકી જાય છે.
એ રીતે ઘાતકી વાઘરીઓ નર માદાથી, માદાને નથી, બચ્ચાંને માબાપથી છુટા પાડી, જાળથી કે બીજી રીતે પકડી, મહાજનની દયા ઉશ્કેરવાને ઘણી વખત પાંખ પગ કે બીજા કોઈ શારીરીક ભાગને જખમી કરી સેંકડો કમનસીબ મુંગાં જનાવરોને લાવે, અને તેમને આપણા દયાળ ભાઈઓ પૈસા આપી છે. તેથી પેલા વાઘરીઓના પાપી ધંધાને હંમેશાં ઉત્તેજન મળે છે, અને તે રીતે તે મહાપાપ ચાલુ રહે છે તેને માટે ખરેખર કોણ જવાબદાર છે તે સુજ્ઞ વાંચનાર સહેજ સમજી શકશે.
જુનાગઢમાં એક વખત વાઘરીના બે છોકરાઓ પોપટનાં કેટલાંક બચ્ચાને પકડી લાવેલા, તે બીચારાને પુરી પાંખ પણ ન આવેલી. ને તેમને કપડામાં બાંધીને તે છોકરા મહાજન પાસે આવ્યા. સારે નસીબે કેટલાક દયાળુ લેકે તેમને પૈસા આપવાને બદલે પોપટનાં બચ્ચાં સહીત પકડીને મારી પાસે લાવ્યા. મેં તે બીચારાં બચ્ચાંની સ્થીતી ઘણી દયાજનક જોઈ, તથા તેમના ખાલી માળામાં તેમની મા કેવી દુઃખી થતી હશે તેનો વિચાર કરતાં તેમને ચોરી લાવનારા ઘાતકી છોકરાઓને શિક્ષા કરાવવાની મને જરૂર લાગી. તેથી તેમને કારમાં ઉભા કરી મેં તેમના ઉપર જનાવરો ઉપર ઘાતકીપાયું વાપર્યાનું તહોમત મુકયું અને તે સાબીત થવાથી તેમને પંદર કોરીનો દંડ થયો. કહેવાની જરૂર નથી કે તે એ છોકરાને પાછા મેં કદી પણ જનાવર વેચતા જોયા નથી. જો એ પ્રમાણે દરેક શહેરના મહાજનના ગૃહસ્થ બીચારાં નીર્દોષ જનાવરોને પકડી લાવનારા ઘાતકી લેકને પૈસા આપી તેમને ઉત્તેજન આપવાને બદલે તેમને કારમાં શીલા કરાવવાનો ઠરાવ કરે તો થોડા વખતમાં તેમનો મહાપાપ ધંધે આપ આપ બંધ થઈ જાય અને તેઓને કોઈ નીર્દોપ બંધ કરવાની ફરજ પડશે.
મુંબઈ શ્રાવિકા શાળા. ( લખનાર-મી. ફતેહચંદ કપુરચંદ લાલન. મુંબઈ) જૈન કેમના અભ્યદયના સુચિન્હ દેખાડનારી શ્રી જૈન શ્વેતામ્બર કોનફરન્સની માંગલિક સ્થાપના થયા પછી જે જે લાભદાયક અને આનંદદાયક કોમની વૃદ્ધિ તરફ પગલાં ભરાય છે તેમાં મુંબઈ શ્રાવિકા શાળાની સ્થાપના પણ આપણે એક એવું પગલું ગણીએ તેમાં કાંઈ અતિશક્તિ નથી.
અમદાવાદ શ્રાવિકા શાળાના જન્મ પછી આપણે જૈન કોન્ફરન્સ રૂપી માથા માતાએ જે બીજી પુત્રીને જન્મ આપ્યો છે તેનું નામ મુબઈ શ્રાવિકા શાળા છે
ગયા જેક શુકલ દશમીએ આ ગીજી મહારાજના દૈત્યની પાછળ આવેલા પાચના એક કુશાદે હાલમાં ઉપલી શાળાને જ છે. •