________________
२४६ જૈનકેન્ફરન્સ હેડ.
[જુલાઈ આ શાળા ખરેખર માત્ર હાલતો દોઢમાસની કોમળ બાળા છે તથાપિ સે૦ બેન હીરાકુવરની અમીદ્રષ્ટિયુક્ત રક્ષાથી અને મુખ્યત્વે કરી ધર્મ શિક્ષણના પુષ્ટિકારક દુધપાનથી આ બાળા ઉભય રીતે તન્દુરસ્ત અને વૃદ્ધિ પામતી જશે એવાં આશાજનક ચિન્હ ઘણાંએક માલૂમ પડે છે.
આ શુભ આશાજનક ચિહે સપ્રમાણ જણાય છે કારણકે સ્ત્રી કેળવણીમાં કે કઈ પણ કેળવણમાં ત્રણ પ્રકારને વિકાશ હવે જોઈએ એટલે કે સાંસારિક, માનસિક અને આધ્યાત્મિક. સાંસારિક વિષયમાં એટલે કે શીવવું, ભરવું, ગુંથવું વગેરેની તાલીમને માટે એક સ્ત્રી શિક્ષક આપણું કોન્ફરન્સ માતાએ યોજેલ છે. ગુજરાતી વાંચન તથા સહેલા ગણતનું એક બીજા સ્ત્રી શિક્ષથી શિક્ષણ અપાય છે તેમજ સિાબહેન ચંચળ ધર્મ શિક્ષણ આપી આ બાળાને હૃદયવિકાસ કરવામાં વગર બદલે મદદ આપતાં જણાય છે. આપણે જૈન બાંધો અને બહેને આપણું આશાને જે પુષ્ટિ આપ્યા કરીશું તે આપણું અમદાવાદ શ્રાવિકા શાળા રૂપી બાળાની આ લઘુ બાળા પણ તેવીજ ઉપયોગી અને હર્ષદાયક નિવડશે.
આ શાળાની માંગલિક સ્થાપના વેળા સૌ૦ બહેન હીરાકુવરના શુભ પ્રયત્નથી. આશરે સોએક બહેનો શ્રોતા તરીકે પંડિત લાલનનું જ્ઞાન મહત્તા વિશેનું વ્યાખ્યાન સાંભળવા આવ્યાં હતાં અને એ વ્યાખ્યાનથી પ્રસન્ન થઈ જાશે સી. બહેન હરકુંવરને ઉપકાર માનતાં હોય તેવી રીતે આ સ્ત્રા શાળા વર્ગમાં ઘણીક બહેનોએ હાજર રહેવા કબુલ્યું હતું. તે પ્રમાણે હાલ પચાશથી સાઠ બહેને હાજર રહે છે. પંડિત લાલન પણ દરપખવાડીએ ધર્મ સબંધી સરળ વ્યાખ્યાન આપતા રહે છે. ગઈ વખતે નવકાર મરણથી જે જે અમુલ્ય લાભ થાય છે તેમનું શ્રવણ કરાવ્યું હતું અને એક સુપ્રસિદ્ધ જૈન ગૃહસ્થના ધર્મપત્નિ તરફથી પુસ્તકોનાં ઇનામ અને પ્રભાવના થયાં હતાં. રામમુ.
ફુટ વિચાર. (લખનાર એસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ-મુંબઈ.) થોડા દીવસે ઉપર અમદાવાદ ખાતે જાણીતા સાક્ષર અને નવલ કર્તા મી. ગવર્ધન
આ નરામ માધવરામ ત્રિપાઠીના પ્રમુખપણા હેઠળ મળેલાં જૈન સાધુઓ અને સાહિત્ય પરીષદ્દમાં જૈન સાધુઓ અને ગુજરાતી સાહિત્યની ગુજરાતી સાહિત્ય. તેમણે બજાવેલી સેવાના સંબંધમાં પ્રમુખસ્થાનેથી જે
ઉગારે કાઢવામાં આવ્યા હતા તે સાંભળીને દરેક જૈન બંધુને આનદ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. તેમના કહેવા પ્રમાણે ચૌદમી સદીમાં ગુજરાતી સાહિત્યના તેઓ આધાર રૂપ હતા કે જે વખતે દેશની ડોલમડલ રાજકીય સ્થીતીને લીધે અન્ય પ્રજા વર્ગ તરફથી સાહિત્ય તરફ જરાપણુ લક્ષ આપી શકાયું નહોતું. આ વખતે સાહીત્યની સ્થીતી વિષે બોલતાં તેઓ કહે છે કે “ એવા યુગમાં ગચ્છના આશ્રમમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શકયા તેને અશ પણ આ સંસારીઓ કેમ નહીં જાળવી શકયાએ એમના આગલા ઈતીહાસથી સ્પષ્ટ થાય છે.” ગુજરાતી સાહિત્યના જન્મ કાળમાં જેમ આપણે પવીત્ર મુનીરાજેએ ગુજરાતી સાહીત્યની સેવા બજાવેલી છે તેજ