SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫] હવે કરવું શું ? ૨૩૩ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. વચ્ચેના મુસલમાનના જુલમમાં અને જૈન ધર્મના અનુયાયીઓના પ્રમાદમાં અનેક પ્રથાના નાશ થયા છતાં પણ જે જળવાઈ રહ્યું છે તે ઘણું છે અને તે જાળવવા પ્રયાસ કરવા એ જૈન કામનું પ્રથમ કર્તવ્ય છે. ત્યાર પછી ખીજો માટે વારસા જૈન મદિરાને છે અને રાણકપુર, આબુ, ગિરનાર, શત્રુંજા વિગેરે તીર્થસ્થાનકા અને ખીજી પૂર્વ અને મારવાડની જગાઓએ આર્યાવર્તની ઉત્તમ કારીગીરીના નમુનાએ જોઈ કોઈ પણ સહૃદય હૃદયને આનંદ થાય છે અને જૈનને મગરૂરી થાય છે. આ સ્થાનકાને જાળવી રાખી જૈન કામની ભૂત સંપત્તિના ચિતારના આદર્શ તરીકે દુનિયાની દૃષ્ટિમાં રાખવા અને પેાતાની ભક્તિયુકત સ્તવન કીર્તનના સ્થાને તરીકે અને અનેક મહાત્માઓના આગમનથી પવિત્ર ભૂમિના સ્પર્શ વખત થતા લાગણીના માનખાતર જાળવી રાખવા એ પણ મુખ્ય કર્ત્તવ્ય છે. આવી રીતે ચાલુ જમાનામાં માળ ગ્યાન જૈનને આશ્રય અને શકત જૈનને ઉદ્યોગને રસ્તે ચડાવવા, સામાન્ય પ્રાકૃત જૈનને ચેાગ્ય રસ્તે દોરવા, માળલગ્ન, વૃદ્ધવિવાહ, મરણુ સમયે રડવાકુટવાના રિવાજ, મરણુ પાછળ જમણુ વિગેરે વિગેરે સાંસારિક રિવાજેને સુધારવા એ વિગેરે અનેક કાર્ય કરવાની જરૂર છે. સ્થિતી એવી આવી ગઈ છે કે આ ખખતમાં ધ્યાન આપવું જોઈએ. ચાલુ જમાનાની જરૂરીઆત શું છે તે જે જે કેમ સમજી નથી તે તે પાછળ પડી જાય છે, ઓછી થતી જાય છે અને છેવટે ઇતિહાસના પાનાપરથી નાશ પામી જાય છે. અત્યારે કેટલાક સવાલેા જૈન કામને માટે એવા ઉત્પન્ન થયા છે કે તે સવાલાના નિર્ણય પર તેની હસ્તીને આધાર છે. કેટલાકને એમ લાગશે કે આ વાતમાં અતિશયાક્તિ છે, પણ આગળ સાખીત કરવામાં આવશે કે અમુક સવાલેા પર જો પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તેા ઉપર લખેલી ખીના સત્ય થશે. આવી રીતે અનેક સવાલા ઉત્પન્ન થાય છે, થતા જાય છે અને હજી થશે. ઉપર લખેલી ખાખતાનું લીસ્ટ વધારી શકાય તેમ છે. તેથી સવાલેની ગભીરતા અને સંખ્યા ઉપર હાલ ધ્યાન આપતાં જણાય છે કે આટલા બધા સવાલા પર વિચાર કેમ થાય અને તેની સાથે વળી જવાબદારી પણ બહુ મોટી નાખવામાં આવે છે. કેટલાક માણસે આવે વિચાર કરી કાળને અને કર્મને માથે દોષ નાખે છે. “ એતા પાંચમાં આરાના ભાવ છે ” અથવા “ કાળસ્થિતિ એવી છે. ” “ લેાકેા હીનપુણીઆ છે. ” જવાખદાર ગણાતા માણુસેના મુખમાંથી આવા શબ્દો સાંભળીને ખરેખર ખેદ થાય છે. પુરૂષાર્થ ન કરવામાં મ્હાના માટે અથવા મનન શક્તિના ઓછા પરિખળથી અથવા આખા આર્યાવર્તની અધમ સ્થિતિના ભાગીદાર તરીકે આવેાજ વિચાર આવે છે. પણ તે તદ્ન ખાટા છે. ખાટી છે એટલા માટે કે શાસ્ત્રમાં તેથી જુદેાજ ખુલાસેા છે. આ જરા આડી મામત છે પણ અત્ર તે લખવાની ખરૂર છે. વિદ્વાન માણસાના લેખમાં આ હકીકત વારવાર વાંચી છે તેથી તે પર જરા લખવાની ઈચ્છા થઈ છે. તે । અત્ર પ્રથમ વિચાર કરીકે દેશકાળ હિંદુસ્તાનને માટેજ છે કે આખી દુનિયા માટે છે. આખી દૂનિયાની દૃષ્ટિએ જોતાં આ વિચાર ખાટા લાગશે, પ્રથમ વીર પરમાત્માના શબ્દ કહે છે કે બે હજાર વરસ ભસ્મ ગૃહના અને ત્યાર પછી પાંચશે વરસ ઉત્તર કાળના આવી રીતે પચીસસે વરસ સુધી દુઃખ રહેશે ત્યાર પછી ઉદય થશે. આવી રીતે જોતાં પણ
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy