SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જનકેન્ફરન્સ હેરેલ્ડ. | [ જુલાઈ તથા પારસી કોમના આગેવાનોએ તે સવાલને કેવી રીતે નિર્ણય કર્યો તે આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઘણા ખરાની દષ્ટિ તળે તે બનાવ બન્યા છે જ્યારે રૂશિયા તે સવાલપર શું કાર્ય કરે છે તે જોવા જેવું છે જેન કોમને આ સવાલ વધારે અગત્યને છે, કારણકે તે કેમ ઘણી નાની છે. કેમ નાની હોય તેથી ગભરાવાનું કોઈ કારણ નથી. કારણકે નાના સમૂહમાં કાર્ય કરવું સહેલું પડે છે એટલું જ નહિ પણ કાર્ય ધારેલ પરિણામ થોડા વખતમાં નીપજાવી શકે છે. વળી નાની કેમ હોય તે સપાટા ઉપર તુરત આવી જાય છે. આ બાબતમાં પારસી કેમને દાખલે બસ છે. તેઓના સુધારા આપણને આદરણીય હોય કે નહીં તે જુદી વાત છે, પણ કેળવણુ વિગેરે અગત્યની બાબતમાં આગેવાનો અને દરેક વ્યક્તિએ યેગ્ય સમયે ધ્યાન આપવાથી તે નાની કેમ સપાટા ઉપર તરી આવી છે, તે બતાવે છે કે ગ્ય રીતે અને રસ્તે પ્રયાસ કરવાથી ધારેલ પરિણામ નીપજાવી શકાય છે. આગેવાની આ પ્રમાણે ફરજને વિચાર કર્યા પછી આગેવાને કણ હોઈ શકે અથવા હોવા જોઈએ એ સંબંધમાં એટલું જ જણાવવાનું છે કે દરેક કાર્યમાં આગેવાનેમાં વિચાર કરી શકે તે વર્ગ હોવો જોઈએ. કેળવણું લીધેલ માણસ આ બાબતમાં વધારે ગ્યતાવાળા હોય એમ સહજ લાગશે, પણ તે તદ્દન સાચું નથી. એશ્લી કેળવણીથી માણસ વિચાર કરવાને અથવા કેમ કે દેશના અગત્યના સવાલ પર વિચાર કરી નિર્ણય કરવાને થઈ શકતું નથી, પણ તેણે તે બાબતમાં પ્રયાસ કરે જોઈએ, અને મનનું વલણ તે તરફ દોરવું જોઈએ. વળી અનુભવ એ અને પમ વસ્તુ છે અને જ્યારે એકલા વિચાર અસ્તવ્યસ્ત થઈ અમુક નિશાન દૃષ્ટિબિંદુમાં રાખી શકતા નથી ત્યારે અનુભવીઓ સર્વ દષ્ટિથી વિચાર કરી શકે છે, આટલા માટે આગેવાનેમાં કેળવણી અને અનુભવવાળા માણસોને સમાવેશ થાય છે. દ્રવ્યવાન વર્ગ ઉપર બધો આધાર છે પણ કેમનું ભવિષ્ય દ્રવ્યવાનને દેરનાર અનુભવી કેળવાયેલા નર ઉપર રહે છે. આવા માણસોની બહુ જરૂર છે અને જેને કેમે આવાં રત્ન હજુ બહુ ઓછાં ઉત્પન્ન કર્યા છે તે શોચનીય છે. જેન કમને એક કોમ તરીકે ઘણા સવાલોનો નિર્ણય કરવાનો છે, આખા દેશમાં ચાલતા ચર્ચના સવાલે ઉપર ધ્યાન આપવા ઉપરાંત જીર્ણ દેરાસરે, જ્ઞાન ભંડારે વિગેરે કમને લગતા અગત્યના સવાલો પર વિચાર કરી કાર્ય કરવાની જરૂરીઆત છે. આ સર્વ સવાલે પર વિચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાની પણ જરૂર છે. જૈન કેમને કેટલા સવાલેપર વિચાર કરવાનું છે તે કોન્ફરન્સના કાર્યપત્ર પરથી જણાઈ આવે છે. કામ ઘણું આકરૂં છે, આક્ષેપને ભય છે, સપની ખામી છે અને અતુલ્ય ધીરજ, ખંત અને મક્કમપણાની બહુજ આવશ્યકતા છે. આ સર્વ બાબત પર વિચાર કરતાં વિચાર શીળ માણસ પણ થાકી જાય તેવું છે, માટે હવે આ બાબતમાં શું કરવું તે સંબંધમાં સીધે, અનુકુળ અને સે રસ્તો શોધી કાઢવા પ્રયાસ કરીએ. હવે ત્યારે પહેલાં તે કઈ બાબતે હાલમાં આગેવાનોને અગત્યની લાગી છે તે જોઈએ. પ્રથમ આપણી કેમને પુસ્તકને માટે વારસ મળે છે. અનેક મહાત્મા પાખા જીવન પર્યત દીર્ધ અભ્યાસ કરી સંતતિ અથવા ભવિષ્યની જન પ્રજાના લાભ માટે પક ગ્રની રચના કરી ગયા છે. એક એક ગ્રંથ વાંચતાં તેના રહસ્યને સાર મનને
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy