________________
૧૯૦૫]
અકાળ મૃત્યુ.
- ૧૨૭
વકીલ મુળચંદ નથુભાઈનું અકાળ મૃત્યુ. એક સરસ વક્તા અને જૈન ધર્મના સારા અભ્યાસી તરીકે પંકાએલા શ્રી આત્માનંદ પ્રકાશના માજી તંત્રી વકીલ મુળચંદ નથુભાઈ ભાવનગરવાલાના સ્વર્ગવાસની ખબર આપતાં અમને અત્યંત ખેદ થાય છે. આ ગૃહસ્થ આપણું જન કોમમાં એક વિદ્વાન તરીકે તથા માગધી સંસ્કૃતના સારા અભ્યાસી તરીકે ઘણું જાણીતા હતા. હાલમાં ભાવનગર ખાતે દુષ્ટમરકી જે ત્રાસ વર્તાવે છે તેના આ ગૃહસ્થ ચૈત્ર વદ ૩ એટલે તા. ૨૩-૪-૧૯૦૫ ના રોજ ભેગા થઈ પડયા હતા. તેઓ શ્રી જિન ધર્મ પ્રસારક સભાના એક સ્થાપક હતા અને તેમના સ્વર્ગવાસ સમયે શ્રી જૈન આત્માનંદ સભાના એક આગેવાન સભાસદ તથા શ્રી આત્માનંદ જેન લાઈબ્રેરીના પ્રમુખ હતા તથા ભાવનગર રાજ્યમાં એક વકીલ તરીકે પણ ઘણું જાણીતા હતા. આ ગૃહસ્થની વિદ્વતાને માટે સ્વર્ગસ્થ મુનીરાજ શ્રી આત્મારામજી ઘણે ઊંચે અભિપ્રાય ધરાવતા હતા. આ ગૃહસ્થ આપણી દરેક ધાર્મિક અને સંસારીક હીલચાલેમાં પુર્ણ ઉત્સાહથી ભાગ લેતા હતા અને તેથી તેમના સ્વર્ગવાસથી આપણે એક વિદ્વાન અને ઉત્સાહી પુરૂષ ગુમાવ્યું છે. તેમના મર્ણથી તેમના કુટુંબીઓને થતા દુઃખમાં અમે અતઃકરણથી ભાગ લઈએ છીએ તથા તેમના આત્માને શાંતી ઈચ્છીએ છીએ.
ગોદરેજ અને બાઈસ. ત્રીજોરીઓ, તાળાં તથા કળ બનાવનાર.
ગેસ કંપનીની પાસે, પરેલ, મુંબઈ. ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી. બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાજ સાંચા કામથી ત્રીજેરીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘોડાનાં બળનાં વરાળનાં ઈજીન્થી ચાલે છે. ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજેરીઓની માફક હોવાં છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે.
એ ત્રીજોરીઓ આગમાં કાગળીઓ સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના બે ફતેહમદ અખતરા હેવાલ મગાવ્યાથી મેકલવામાં આવશે.
ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી ખુબ ગમે એવી વેલાતી ત્રીજરીમાં હોતી નથી.
દરેજ અને બાઇસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ સેનાનાં ચાંદ મળ્યા છે.