________________
જે
જ
શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત.
શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજયુકેશન બોર્ડ ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર તથા ભાવાર્થ સહિત).
આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે જે જૈન ઈતિહાસમાં ચંદસેને ચુંમાલીશ ગ્રંથના કર્તા તરીકે પ્રખ્યાત છે, તેની કૃતિમાં અદ્ભુત અને સુબેધક રચનાનું દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી, તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહસ્થાના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની રેજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી સારી રીતે સમજાવે છે.
આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનાર આ ગ્રંથ રચવામાં આવ્યો છે. જે વાંચવાથી વાચક જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આધત વાંચે તે સ્વધર્મ-સ્વક્તવ્યના યથાર્થ સ્વરૂપને જાગી પિતાની મનોવૃત્તિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે.
ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિનું ટુંક જીવન ચરિત્ર પણ આ ગ્રંથમાં પ્રકટ કરેલ છે.
!
ગ્લેઝ કામળો ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સારી બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ક્રાઉન સાઈઝમાં શુમારે ૨૨૫ પાનાના આ ગ્રંથની માત્ર રૂ. ૧-૮-૦ કિંમત રાખેલી છે. પહેજ જુદું.
શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર. ગોડીજી દેરાશરની ચાલ, પાયધૂની, મુંબઈ-૩,