________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કોલરશીપ ફંડ. -
આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને આ નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે આપવામાં આવે છે –
(૧) હાઈસ્કુલમાં અંગ્રેજી ચેથા ધોરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે.
(૨) ટ્રેઈનીંગ કેલેજમાં અભ્યાસ કરી ટ્રેઈન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી શાન, ટાઈપરાઈટીંગ, શોર્ટહેન્ડ, વિગેરેના અભ્યાસ માટે.
(૫) કળા કૌશલ્ય એટલે ચિત્રકળા, ડ્રોઇંગ, ફેટોગ્રાફી, ઈજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે.
(૬) દેશી વૈવકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે.
લેન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે.
વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે લખે – ગેવાળીઆ કરોડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. | શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
આ પત્ર મુંબઈની શ્રી જેન વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું.